Abtak Media Google News

ત્રણ વર્ષે કોર્પોરેશનના શાસકો બોલ્યા હવે રોજ 20 મિનિટ પાણી અપાશે

કોર્પોરેશનની હદમાં ભળ્યાના ત્રણ વર્ષ જેવો સમય વિતવા છતાં અત્યાર સુધી ત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરાતું હતું

હવેથી નવા ભળેલા વિસ્તારોમાં નળ વાટે રોજ 20 મિનીટ પાણી આપવાની ઘોષણા કરતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયાના ત્રણ વર્ષ બાદ હવે વોર્ડ નં.1માં આવતા ઘંટેશ્વર અને નાગેશ્વર જ્યારે વોર્ડ નં.3માં આવતા માધાપર વિસ્તારના રહેવાસીઓને હવે રોજ નળ વાટે 20 મિનીટ પાણી આપવામાં આવશે. અત્યાર સુધી અહિં વસવાટ કરતા લોકોને દર ત્રણ દિવસે એકવાર પાણી આપવામાં આવતું હતું. દરમિયાન હવે નેટવર્ક ઉભું કરી દેવામાં આવતા રોજ પાણી મળતું થઇ જશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારોમાં પણ નાગરીકોનેપ્રાથમિક સુવિધાઓ વહેલાસર મળે તે માટે કટિબદ્ધ છે.આ નવા ભળેલ વિસ્તારોમાં પીવાના પાણી માટેનું નેટવર્ક, ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટલાઈટ વગેરે સેવાઓ આપવા માટે વિશેષ ભાર મુકવામાં આવે છે.

વોર્ડ નં.1માં ઘંટેશ્વર, નાગેશ્વર તથા વોર્ડ નં.3માં માધાપર આધારિત વિસ્તારોમાંત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત અમુક દુરના વિસ્તારોમાંટેન્કર દ્વારા પણ પાણી વિતરણ કરવામાં આવતું હતું. હૈયાત પાણી વિતરણની વ્યવસ્થામાં સુવ્યવસ્થિત આયોજન કરી આ વિસ્તારોને દૈનિક 20 મિનિટ પાણી મળે તેવું આયોજન હાથ ધરાયું છે. 14મીથી તમામ વિસ્તારોનેદૈનિક 20 મિનિટ પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.1 આધારિત ઘંટેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે વર્ધમાન નગર, આસ્થા રેસીડન્સી, રત્નમ, રેસકોર્સ બંગલો, મહાદેવ પાર્ક, હર્ષદીપ પાર્ક અને મારુતિનંદન તથા વોર્ડ નં.3 આધારિત માધાપર ગામના વિસ્તારો જેમ કે, માધાપર ગામતળ, જુનો કોળીવાસ, પટેલવાસ, સિંધોઈનગર, અને વૃંદાવન સોસાયટી વિસ્તારમાં વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું. રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ શહેરના નગરજનોને ક્વોલીટી વોટર મળી રહે તે માટે વિસ્તારોમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે.

જેને લીધે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પરથી ભરવામાં આવતા અંદાજિત રોજના 70 ટેન્કર બંધ થયેલ છે. હાલ આ વિસ્તારોમાં દૈનિક 3 એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે.  વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.1 આધારિત નાગેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે સૈનિક સોસાયટી, અમી હાઈટ્સ, બ્રહમનાથ, પરશુરામ, જૈનમ, અજમેરા, સુંદરમ, ફોરચ્યુન, શાંતિનગર વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું. તમામ વિસ્તારોમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારોમાં દૈનિક 1.5 એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે.  જેના કારણે આ માધાપર તથા ઘંટેશ્વર વિસ્તારના 3500 જેટલા હયાત નળ કનેકશન તથા નવા ઇસ્યુ કરવામાં આવેલ 500 નળ કનેકશન એમ કુલ 4000 નળ કનેકશન ધારકોને ફાયદો થયો છે. અ ઉપરાંત બાકી રહેતા વિસ્તારોમાં પણ આગામી સમયમાં દૈનિક પાણી વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.