Abtak Media Google News

ધૂનકી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે આ ફિલ્મ ૨૬ જુલાઈએ રિલિઝ થશે ‘ધૂનકી’ ફિલ્મના મુખ્ય કલાકારોમાં પ્રતિક ગાંધી (નિકુંજ), દિક્ષા જોષી (શ્રેયા) વિશાલ શાહ (હાર્દિક) કૌસંબી ભટ્ટ (અંકિતા) છે.

આ ફિલ્મનાં ટ્રેલરમાં એવું બતાવાઈ રહ્યું છે કે નિકુંજ અને શ્રેયા બંને એક કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરે છે. પરંતુ નિકુંજને જોબ કરતો કુકીંગમાં વધારે રસ છે. તે કહે છે કે કુકીંગ અને લેગ્વેજ એવી વસ્તુ છે જે માણસને અદભૂત શકિત આપે છે. તે જોબ છોડી કુકીંગ શરૂ કરી ડબ્બાનો બિઝનેસ (ટીફીન સર્વિસ) શરૂ કરે છે. જેનાથી અંકિતા થોડીનારાજ થાય છે. અને જો આ ટીફીન બિઝનેસ ન ચાલે તો ફરી જોબ સ્વીકારી લેતા માટે તે તેની પાસેથી પ્રોમીશ લે છે.

તો બીજી તરફ શ્રેયાને અમદાવાદમાં તેની કરિયરનો કોઈ ગ્રોથ દેખાતો હોતા નથી તે તેની અટકી ગયેલી કરિયર બનાવવા માટે અમદાવાદથી બહાર જવાનો વિચાર કરે છે અને આ બંને શ્રેયા અને નિકુંજ જયારે ભેગા થઈ બિઝનેસ શરૂ કરે છે. શ્રેયા નકુંજ સાથે મળીને ટીફીન સર્વિસ કુકીંગ બિઝનેસ શરૂ કરે છે.ધૂનકીના ડાયરેકટર અનિશ શાહ છે. પ્રોડયુસર કુલદીપ પટેલ, જયશાહ અને અનિશ શાહ, સ્ટોરી રાઈટર અનિશ શાહ અને કુલદિપ પટેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.