Abtak Media Google News

આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા 15 ટકા વિદ્યાર્થીઓ નાના શહેરો માંથી: સ્ટાર્ટઅપનું પ્રમાણ પણ નાના શહેરોમાં વધ્યું

ડિજિટલ ઇન્ડિયા રંગ લાવ્યું છે ત્યારે હવે આઈટી કંપનીઓ નાના શહેરોમાં ધૂમ મચાવવા તલ પાપડ થઈ રહી છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ શહેરોમાં 15 ટકા જેટલા વિદ્યાર્થીઓ આઈ તી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને તેઓ આ શહેરોમાંથી જ મોટા શહેરોમાં આવે છે. તરફ મોટા શહેરોમાં આઇટી કંપનીઓ માટે ઇન્ટ્રાસ્ટ્રક્ચર નો ખર્ચ ખૂબ મોટો ઊભો થતો હોય છે જ્યારે નાના શહેરોમાં આ જ કંપનીઓ ઓછા ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે ઊભું કરી શકે છે.

મમ કારણોને ધ્યાને લઈ હવે ભારતની આઇટી કંપનીઓ સાત મોટા શહેરોના બદલે 26 જેટલા નાના શહેરોમાં પોતાની કંપનીઓ ઉભી કરી રહી છે જેમાં અમદાવાદ નો પણ સમાવેશ થયો છે. ચંદીગઢ, નાગપુર, કાનપુર, લખનઉ, રાચી, ભોપાલ આ શહેરો હવે આઇટી કંપનીઓ માટે ખૂબ આકર્ષક બની રહ્યા છે. રિપોર્ટ અનુસાર 2030માં ભારત પાસે સ્કીલ્ડ  લોકોની ખૂબ મોટી ફોજ હશે ત્યારે આ શહેરોમાં આઈ તી કંપનીઓ ઉભી થાતા રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે.

બીજી તરફ મોટા શહેરોમાં નહીં પરંતુ નાના શહેરોમાં સ્ટાર્ટઅપનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આઈ ટી ક્ષેત્ર સાથે જોડાયેલી ઉદ્ભવતી કંપનીઓ મુખ્યત્વે આ નાના શહેરોમાંથી આવી રહી છે જેના વિકાસમાં 50 ટકાનો વધારો નોંધાયો છે વર્ષ 2022 માં 13 ટકા જેટલા સ્ટાર્ટ અપને જે ફંડ મળ્યું તે નાના શહેરોમાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નાના શહેરોમાં આઇટી કંપનીઓ ઉભી થતા 25 થી 30 ટકા જેટલો ખર્ચ પણ બચી જાય છે.

વઘી રહેલી ટેક્નોલોજી વ્યાપારિક પરિસ્થિતીત, ઇનોવેટિવ વાતાવરણ અને ખર્ચ અને આવકના આધારે એશિયાના 15 શહેરોની યાદી તૈયારમાં આવી છે. જેમાં વ્યાપાર અને ઇનોવેશન પર 40 ટકા જેટલો ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં વધુને વધુ આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ નાના શહેરોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે અને રોજગારીની તકો પણ ઉભી કરશે. તરફ શિક્ષણમાં પણ આઈટી ક્ષેત્ર હાલ સૌથી વધુ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વાતની ગંભીરતાને ધ્યાને વિદ્યાર્થીઓએ કોઈ મોટા શહેરોમાં જવું ન પડે તે માટે કંપનીઓ હવે ટાયર 2 અને 3માં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.