Abtak Media Google News

પીવાના પાણીમાં કચરો, હોસ્પિટલોના ગંદા કપડા, ઢોર-ઢાંખર વિગેરેનાં ગોબરની મિલાવટથી લોકોના આરોગ્યને ખતરો: તંત્રની ઉદાસીનતા સામે રોષ: ગંદકી ન થાય એ માટે સિકયુરીટી રાખવા ઉઠી માંગ

સુરેન્દ્રનગર શહેરમાં લાખોની વસ્તીને પીવા માટે પાણી પુરુ પાડતો ધોળીધજા ડેમ હાલમાં પ્રદુષિત હોવાનું ખાસ ધ્યાન ઉપર આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં પાણીજન્ય રોગચાળો ભારે માત્રામાં વકર્યો છે ત્યારે સુરેન્દ્રનગર સિવિલનાં ડોકટર પોતાના મંતવ્ય મુજબ આ રોગચાળો વકર્યો છે જેના પાછળ જવાબદાર ગણવામાં જો આવે તો એ છે આ પાણી. પાણી હાલમાં શુદ્ધ, ફિલ્ટર અને કલોરીન ફટકડી ફેરવવી વગેરે ફેરવ્યા બાદ પાણી વિતરણ કરવું એ તમામ જવાબદારી વહિવટી તંત્રની છે.

હાલ ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ભારે વકર્યો છે. કોલેરાના કેસો ટાઈફોઈડ, કમળાના કેસોનો વધારો જોવા મળ્યો હોવાનું એક મુલાકાતમાં જણાવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં લાખોની વસ્તીને પાણી પુરુ પાડવા માટેનો જો ડેમ હોય તો ધોળીધજા ડેમ છે જયાંથી સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને પાઈપલાઈન વાટે વઢવાણ તાલુકાના અનેક ગામોને પીવા માટેનું પાણી હાલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આ વહિવટીતંત્ર નગરપાલિકાનાં પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, સુરેન્દ્રનગર ધારાસભ્ય વગેરેની શહેરી જનતાના જન આરોગ્ય માટેની ખાસ જવાબદારી બને છે. આમ છતાં આ પાણી આમને આમ જ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર શહેરમાં લાખોની વસ્તીને જયારે પીવા માટે પાણી પુરુ પાડતો આ ધોળીધજા ડેમ આ ડેમનાં ગંદા પાણી અને તેના વિતરણ કરવા પાછળ જવાબદાર વહિવટીતંત્ર જયારે ગણાવાય છે ત્યારે આ ધોળીધજા ડેમમાં ગંદા પાણી કરતા તત્વો ઢોરઢાખર ધોળીધાટ વગેરે લોકો ડેમના પાણીને બગાડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સિટીમાં સીનીયર સિટીઝન શહેરમાં થતા અન્યાય સામે લડી રહ્યા છે. શહેરનાં સળગતા પ્રશ્ર્નોને લઈને રજુઆતથી લઈને ધરણા સુધીની કામગીરી આ સિનિયર સિટીઝન કરી રહ્યું છે.

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં રહેલા પાણી પ્રદુષિત હોવાનો અને આ પાણી શું પીવાલાયક છે કે કેમ વગેરે ઉપર હાલમાં પ્રશ્ર્નાર્થ સર્જાયો છે ત્યારે સુરેન્દ્રનગરનાં જાગૃત નાગરિકો સિનિયર સિટીજન ગ્રુપનાં કે.એન.રાજદેવ, ઘનશ્યામભાઈ, અશોકભાઈ પારેખ તેમજ જનકલ્યાણ ફાઉન્ડેશનનાં સુમિતભાઈ ઉમરાણીયા, વિરોધ પક્ષના ગિરીરાજસિંહ ઝાલા, કમલેશભાઈ કોટેચા, સાહિલ સોલંકી, મનુભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ સહિતના શહેરીજનો દ્વારા સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઉપર ખાસ કરીને સિકયુરીટી ગાર્ડ રાખવા માટેની માંગ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.