Abtak Media Google News

આગામી દિવસોમાં એસ.ટી. રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ગ્રામજનો

દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો ના કથળતી જતી એસટી સેવા થી લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે વર્ષો જૂનો રૂટ ધારી ભાવનગર બસ એકા એક બંધ તાજેતર માં ગારીયાધાર ડેપો ની દ્વારકા ગારીયાધાર એસ ટી સેવા બંધ કરી દેવાય છે  વહેલી સવારે ગારીયાધાર થી ઉપડતી બસ દ્વારકા થી પરત મોડી રાત્રે આવતી જે બસ એકા એક બંધ કરી દેવાય છે

એસટી સેવા ને આવક ના સ્ત્રોત તરીકે જોવા ની નીતિ સામે નારાજગી જોવા મળી રહી છે  એક બાજુ એસટી નવા નવા સુધારા પ્રવાસી ઓ ને આકર્ષવા ની વાતો કરે છે અને પ્રવાસી ઓ સાથે અતિથિ દેવો ભવ ના સ્લોગન સાથે ચાલતી સેવા ને લોભ નો લૂણો લાગી રહ્યો છે જે તે ડેપો માં ફોન કરી ને એસટી સેવા અંગે પૂછાય તો જવાબ આપે છે  કે ટ્રાફિક નથી મળતો એટલે બસ બંધ કરી દેવાય છે .

બીજીબાજુ દામનગર શહેર ને કરોડો ના ખર્ચે ડેપો બનાવી દેતી પરિવહન કચેરી ની બેધારી નીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે દામનગર શહેરી અને ચાલીસ થી વધુ ગ્રામ્ય ની જનતા માટે એસટી તંત્ર વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસો માં એસ ટી રોકો આંદોલન કરવા ફરજ પડશે તેવો ગણગણાટ સંભળાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.