Abtak Media Google News

સાંજ સુધીમાં બાન લેબ અને કેડીલા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના

બાન લેબની સુપ્રસિઘ્ધ બ્રાન્ડ સેસામાં ટાઈટલનો ‚રૂ.૧૬૦૦ કરોડમાં સોદો થયો હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. કેડીલાએ સેસા બ્રાન્ડની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ બાન લેબ દ્વારા હજુ સતાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ખ્યાતનામ સેસા બ્રાન્ડને કેડીલાએ ‚રૂ.૧૬૦૦ કરોડમાં લીધી હોવાની વાત પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નવી કંપનીમાં પણ બાન લેબનો ઈસ્યુ રહેશે. સેસાના બ્રાન્ડ નેમ સિવાય કંઈ પણ વેચવામાં આવ્યું નથી.

પ્રથમ હપ્તાનું આરટીજીએસ પણ આવી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ આ અંગે બાન લેબના મેનેજમેન્ટે કોઈ પણ પ્રકારની સતાવાર જાહેરાત કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની સેસા બ્રાન્ડ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અન્ય કંપનીઓને હંફાવી રહી છે. ખ્યાતનામ સેસા બ્રાન્ડ હેર ઓઈલ, શેમ્પુ, કેપ્સ્યુઅલ, સીરપ અને સાબુ સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.