Abtak Media Google News

લોકો ધાર્મિક લાગણી, શ્રધ્ધા અને વિશ્ર્વાસથી ભગવાનની પૂજા અર્ચના કરે છે અને તેજનાં પ્રતિક સમાન દિવાબતી પણ કરે છે. ભાગ્યે જ કોઇ ઘર એવું હશે જ્યાં સવાર સાંજ અગરબતી નહિં થાતી હોય.. એવું માનવામાં આવે છે સવાર સાંજ અગરબત્તી કરવાથી ઘરમાં એક સકારાત્મક ઉર્જા પ્રવતર્તે છે અને વાતાવરણ શુધ્ધ અને પવિત્ર થાય છે પરંતુ આટલું કરતાં પહેલાં ઘરનાં પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જરુરી બનશે જ્યારે જાણશો કે અગરબતીનો ધુમાડો સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. તાજેતરમાં જ થયેલાં એક પરિક્ષણનાં અનુસંધાને જાણવા મળ્યું છે.

Advertisement

અગરબત્તીનો ધુમાડો સિગરેટના ધુવાણા કરતા પણ વધુ જોખમી છે આ સંશોધન પ્રમાણે અગરબત્તીના ધુમાડાથી DNAસેલ્સને ભારે નુકશાન થાયછે તેમજ તેમાં જેનોટોક્સિક હોવાથી કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. આ ઉ૫રાંત અગરબત્તીની તીવ્ર સુગંધ સતત અને લાંબા સમય સુધી લેવાથી દમની બીમારી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. જેનાથી ફેફ્સાને ભારે નુકશાન થાય છે. આ દરેક વાત એક અન્ય સંશોધનમાં બહાર આવી છે. જે સિગરેટનો ધુમાડો નુકશાન પહોંચાડે છે તેના કરતા અનેકગણું જોખમ અગરબત્તીના ધુમાડામાં રહેલું છે. વ્યક્તિની ધાર્મિક લાગણી શ્રધ્ધા અને વિશ્ર્વાસને અનેક પ્રતિકો દ્વારા દર્શાવી શકાય છે. પરંતુ જો તે જ સમયે વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોખમ સર્જાતુ હોય તો તે વસ્તુને દૂર કરવી જ યોગ્ય રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.