Abtak Media Google News

રાજકોટ ક્નઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનની ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે મળેલી મીટીંગમાં શહેરના તમામ ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહ્યાં: ડિસ્ટ્રીબ્યુટરોના કંપની સાથેના પ્રશ્ર્નો નિવારવા એસોસીએશન કટીબદ્ધVlcsnap 2019 06 07 11H55M33S164

રાજકોટ ક્નઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુશન એસોશીએશન દ્વારા ક્નઝયુમર  પ્રોડકટસને લઈને ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે રાજકોટના તમામ ડિસ્ટ્રીબ્યુટરોની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય હેતુ ડિસ્ટ્રીબ્યુટરોને  તથા પ્રોબ્લેમ્સનો નિરાકરણ લાવવાનો હતો. તેમજ હવે જે મોલ ક્લ્ચર આવી ગયું છે તેમાં કંપનીઓ ડાયરેકટ રિટેઈલર       સાથે  બિઝનેશ કરે છે ત્યારે ડિસ્ટ્રીબ્યુટરોને સાઈડ કરી દેવામાં આવ્યા છે ત્યારે આવુ ન થાય તે માટેનો હતો. રાજકોટ ક્ધઝયુમર પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુશન, એશોસીએશન દ્વારા મિટીંગ રાખવામાં આવી હતી. તેમાં ડિસ્ટ્રીબ્યુટરના પ્રશ્ર્નોનો નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Advertisement

ડિસ્ટ્રીબ્યુટર પોતાનો ધંધો વધારી શકે  તેવા પ્રયત્નો સંગઠન કરશે: જયેશ તન્ના

Vlcsnap 2019 06 07 11H55M04S245 રાજકોટ ક્નઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુશન એશોસીએશન સેક્રેટરી જયેશ તન્નાએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંસ ૧૯૮૭થી રાજકોટમાં કાર્યરત છે અને એફ.એમ.સી.જી.ના તમામ ડિસ્ટ્રીબ્યુટરની યુનિટી સાથે આ સંસ્થા ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ સંસ્થાની આજની મીટીંગનો મુખ્ય હેતુ ડિસ્ટ્રીબ્યુટરો અમારી સાથે પોતાનો બિઝનેશ કરે છે જેમાં જે કાંઈ તકલીફો થઈ રહી છે તેને કઈ રીતે દૂર કરવી તેની સાથે સાથે હમણા મોર્ડને ટ્રેકના પ્રશ્ન આવે છે. જેમાં મુખ્ય પ્રશ્ર્ન એ છે કે દરેક કંપનીઓ પોતાનો બિઝનેસ જયારે એક હદી વધારે મોટો થાય છે ત્યારે કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટરની ચેનલને સાઈડ લાઈન કરીને ડાયરેકટ પોતાનો બિઝનેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને આ રીતે ડિસ્ટ્રીબ્યુટરોની ચેનલોમાં પોતાની ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફાસ્ટ્રકચર અને સ્ટાફની બેરોજગારીના પ્રશ્ર્નો ઉભા થયા છે તેની સામે સંસએ સંગઠન બનાવીને આ સમસ્યાનો કેવી રીતે સામનો કરવો એની આજની મીટીંગમાં ચર્ચા કરી હતી. જેમાં બધા યુનિટ, બધા મેમ્બરોએ એક સાથે સંસ્થાને પુરો સપોર્ટ કર્યો છે. આગામી દિવસોમાં સંગઠન જે કાંઈ ડિસ્ટ્રીબ્યુટરોના પ્રશ્ર્નો આવશે એને સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કરશે અને ડિસ્ટ્રીબ્યુટર પોતાનો બિઝનેશ વધારી શકે તેવા પ્રયત્ન કરશે. આ મીટીંગમાં રાજકોટના લગભગ ૨૫૦ જેટલા ડિસ્ટ્રીબ્યુટરો જોડાયા હતા.

ડિસ્ટ્રીબ્યુટરનો પ્રોબ્લેમ કંપની સાથે બેસીને હલ કરીએ છીએ: જીતેન્દ્ર અદાણીVlcsnap 2019 06 07 11H54M59S691

રાજકોટ ક્નઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુશન એશોસીએશનના પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ અદાણીએ જણાવ્યું હતું કે, આજની અમારી મિટીંગ રાજકોટમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટરો જે ક્નઝયુમર પ્રોડકટની રીટેઈલ કાઉન્ટર પર ડિલીવરી કરે છે જે બધા અમારા એશોસીએશન મેમ્બર છે. એમની માટેની એન્યુલ મિટીંગ રાખવામાં આવી છે. આ મીટીંગમાં અમારો મુખ્ય હેતુ છે કે, ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓને કોઈ કંપની હેરાન કરતી હોય કે કોઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ અને કંપની સાથે બેસીને હલ કરીએ છીએ. કોઈ કંપનીના પૈસા પણ ડિસ્ટ્રીબ્યુટરોએ ફસાવ્યા હોય તો અમે એમનો પણ હલ લાવી છીએ. મુખ્ય ઉદ્દેશ્ય અમારા એશોસીએશનના સંગઠનનો છે. દર વર્ષે અમે આવી ૨ થી ૩ મીટીંગ રાખતા હોય છે. જેની બધા સાથે બોર્નીંગ વધે અને ડિસ્ટ્રીબ્યુટરના પ્રશ્ર્નો ઉભા થયા હોય એને સર્વાનુમતે ચર્ચા કરી જે કાંઈ નેગોસેશન કંપની સાથે કરવાની હોય એ કરી રીસોલ્વ કરીએ છીએ.

મેમ્બરોને કઈ રીતે મદદ રૂપ બનવું તેના પર ચર્ચા કરાય: ધૈરવ શાહVlcsnap 2019 06 07 11H55M08S869

રાજકોટ ક્ધઝયુમર પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર એશોસીએશનના જોઈન્ટ સેક્રેટરી ધૈરવ શાહે જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં અમે ઘણા મુદ્દાઓને કવર કર્યા છે. જેમાં મુખ્ય જે ગત વર્ષની કામગીરીની માહિતી આપી તેમજ આ નવા વર્ષે કેવા કાર્ય થશે એના પર ફોકસ કરવા મેમ્બરોને અમે કેવી રીતે મદદરૂપ થઈશું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. દરેક ડિસ્ટ્રીબ્યુટરોના કંપની સાથે પ્રશ્ર્નોના નિવારણ લાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. તેમજ અત્યારે મોલ કલ્ચરમાં કંપનીઓ ડાયરેકટ માલ આપી રહી છે એની સામે પણ અમે અત્યારે વર્કઆઉટ કરી રહ્યાં છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.