Abtak Media Google News

જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ ડીપાર્ટમેન્ટ પણ હાજર રહી લોકોને વેકસીન લેવડાવી

જસદણ મુકામે વેકિસનેશનની કામગીરી વધારવા તેમજ દિવસના કામ ધંધો કરવા જતા લોકો માટે રાત્રે ઘરે ઘરે જઇ અને વેકિસનેશન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અનુસંધાને બુધવારે રાત્રીના જસદણ શહેરના ગોકુલ ચોક વિસ્તારમાં રાજકોટ જીલ્લા કલેકટર તેમજ રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને જસદણના પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફીસર તેમજ વેકિસનેશનના ઇન્ચાર્જ પંકજભાઇ ચાવ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ રુપારેલીયા નગરપાલિકા સદસ્ય  બસીરભાઇ પરમાર તેમજ જસદણ આરોગ્યની ટીમ બ્લોક હેલ્થ અધિકારી જસદણ પોલીસ ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા ઘરે ઘરે જાય લોકોને વેકિસન લેવા પ્રેરણા આપી અને કોરોનાની મહામારીમાં આ વિસ્તારના લોકો સુરક્ષિત રહે તે હેતુથી ખુદ જિલ્લાના સમાહર્તા રાજકોટ કલેકટર તેમજ રાજકોટ ડીડીઓ પોતે પણ ઘરે ઘરે ગયા અને લોકોને આ બાબતે ખુબ જ પ્રેમભાવથી સમજાવ્યા અને વેકિસન લેવડાવી હતી. અત્રે નોંધનીય છે.

વેકસીનેશન માટે યુવા અગ્રણી  પંકજભાઇ ચાવ અને સહ ઇન્ચાર્જ તરીકે ડો. કેતનભાઇ સાવલીયાની નિમણુંક કરી ત્યારથી આ બન્ને એ રાત દિવસ મહેનત કરી હજારો લોકોને વેકસિન લેવા પ્રોત્સાહીત કર્યા એટલું જ નહિ પણ તેમણે શહેરમાં સાત માસમાં થયેલા 400 જેટલા કેમ્પમાં ખડેપગે હાજરી ઉપરાંત વ્યકિતગત પણ એમણે ઘ્યાન આપ્યું હતું. અને હજુ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.