Abtak Media Google News

15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 182 બેઠકોમાંથી 156 બેઠકો પર ભાજપના ઉમેદવારીની રેકોર્ડ બે્રક લીડ સાથે જીત થવા પામી છે. ગત 12મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા. પ્રચંડ બહુમતી મળવા છતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંત્રી મંડળ ખૂબ જ નાનુ રાખવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા મંત્રીઓને જિલ્લા પ્રભારીમંત્રીની કામગીરી સોપવામાં આવી છે.

રાજય સરકારના દરેક જીલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે મંત્રી મંડળના મંત્રીઓને જિલ્લાઓના પ્રભારીમંત્રી તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.

૧) ભાનુબેન બાબરીયા

ભાવનગર બોટાદ

૨) કુંવરજી બાવળીયા

પોરબંદર દેવભૂમિ દ્વારકા
૩) રાધવજીભાઇ પટેલ

રાજકોટ જૂનાગઢ

૪) બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા બનાસકાંઠા

૫) ઋષીકેશ પટેલ

અમદાવાદ ખેડા આણંદ

૬) મુળુભાઇ બેરા

જામનગર સુરેન્દ્રનગર

૭) ડો. કુબેરભાઇ ડીંડોર
દાહોદ પંચમહાલ

૮) કનુ દેસાઇ

સુરત નવસારી

૯) હર્ષ રમેશકુમાર સંધવી

વડોદરા ગાંધીનગર

૧૦) જગદીશ વિશ્વકર્મા (પંચાલ)

મહેસાણા પાટણ

૧૧  પરષોત્તમ સોલંકી

અમરેલી, ગીર સોમનાથ

૧૨) બચુભાઇ મગનભાઇ ખાબડ

મહીસાગર-લુણાવાડા અરવલ્લી- મોડાસા

૧૩) મુકેશભાઇ જે. પટેલ
વલસાડ તાપી

૧૪) પ્રફુલ્લભાઇ પાનસેરીયા

મોરબી કચ્છ

૧૫) ભીખુસિંહ ચતુરસિંહ પરમાર

છોટા ઉદેપુર નર્મદા –રાજપીપળા

૧૬)  કુંવરજીભાઇ હળપતી

ભરૂચ, ડાંગ-આહવા

ઉપર પ્રમાણે ફાળવેલ જિલ્લાઓમાં મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લઇ અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઇ તેના નિકાલ સબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.