Abtak Media Google News

સરદાર પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એક સાથે હોય તેવું સૌરાષ્ટ્રનું એક માત્ર સ્થળ બન્યું જિલ્લા પંચાયત

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે ડો. બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓની અનાવરણ વિધી યોજાઈ હતી. સરદાર અને ડો. બાબા સાહેબની પ્રતિમાઓ એક સાથે હોય તેવું સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્થળ જિલ્લા પંચાયત બન્યું છે.

Dsc 1426આજરોજ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનાં પટાંગણમાં બંધારણનાં ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા અને સોમાભાઈ પીઠાભાઈ મકવાણાના હસ્તે પ્રતિમાઓની અનાવરણ વિધી કરવામાં આવી હતી. આતકે પરસોતમભાઈ લુણાગરીયા, પ્રવિણભાઈ ચૌહાણ, મેઘજીભાઈ સાકરીયા, પંકજભાઈ નસીત, સવજીભાઈ પરમાર, બચુભાઈ સોરાણી નાથાભાઈ મકવાણા અને કાળુભાઈ તલાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં કયાય પણ ડો. બાબાસાહેબ અને સરદાર પટેલની પ્રતિમાઓ એક સાથે ન હતી. ત્યારે આ બંને મહાનુભાવોની પ્રતિમા એક સાથે હોય તેવું એક માત્ર સ્થળ રાજકોટ જિલ્લા પંચાયત બન્યું છે.

પ્રતિમાની વિશેષતા

– એક પ્રતિમાનો વજન ૩૨૦ કિ.ગ્રા છે

– દોઢ માસ જેટલા ટુંકા સમયગાળામાં બંને પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

– બંને પ્રતિમાઓ રૂ.૯ લાખના ખર્ચે તૈયાર થઈ છે.

– પ્રતિમાઓ પંચધાતુની બનેલી છે.

– અમદાવાદનાં કારીગરો દ્વારા બનાવવામાં આવી છે પ્રતિમા

– પ્રતિમાઓની ઉંચાઈ ૬ ફૂટ છે.

અનાવરણ વિધિમાં પણ જુથવાદ દેખાયો

આજે ડો. બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ વખતે જિલ્લા પંચાયતનો જુથવાદ ઉડીને આખે વળગે તેવો હતો. અનાવરણ વિધિમાં માત્ર ૪ થી ૫ સભ્યોની જ હાજરી રહી હતી. સમિતિની રચના દરમિયાન કોંગ્રેસ પક્ષની વિરૂધ્ધ જઈને મતદાન કરનાર બાગી જૂથના એક પણ સભ્ય અનાવરણ વિધિમાં આવ્યા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.