Abtak Media Google News

મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે.  જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાષ્ટ્રીયકૃત દેનાબેંકની શાખાઓમાં અનેક સરકારી કર્મચારી અને પેંશનરો જોડાયેલા છે પરંતુ ખાતેદારોની કમનસબી છે કે પરાબજાર અને ગેંડા સર્કલ નજીક આવેલી દેનાબેન્કની બંને શાખાઓના એટીએમ નોટબંધી બાદથી બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ અને રેલવેના કર્મચારીઓના ખાતા દેના બેંકમાં હોય એટીએમ બંધ હોવાથી તેમને મુશ્કેલી પડે છે,વધુમાં એટીએમ બંધ હોવાથી ખાતાધારકોને ફરજિયાત પણે ચેક અથવા વિડ્રોલફોર્મથી નાણાં ઉપાડવા પડે છે અને તેમાં પણ ભારે ગિરદી ને કારણે દેનાબેન્કના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.