Abtak Media Google News

પરીવાર દીઠ ૧૦૦ વારના પ્લોટ અથવા બબ્બે કવાર્ટર આપવા સહિતની અલગ-અલગ ૮ માંગણીઓ સાથેનું આવેદનપત્ર અપાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે નદીકાંઠે વસવાટ કરતા લોકોના ઘર તોડી પાડવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન આજી રિવરફ્રન્ટ માટે ડિમોલીશન ન કરવાની માંગણી સાથે યુવા ભીમ સેનાની આગેવાનીમાં આજે એક મોટુ ટોળુ કોર્પોરેશન કચેરી ખાતે ધસી આવ્યું હતું અને ડિમોલીશન ન કરવાની માંગણી કરી હતી. જો ડિમોલીશન કરવામાં આવે તો અસરગ્રસ્તોને પરીવારદીઠ ૧૦૦ વારના પ્લોટ અથવા બબ્બે કવાર્ટર આપવા સહિતની આઠ માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

00

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ડિમોલીશન થાય તો આજ વિસ્તારમાં અસરગ્રસ્તોનો એક જ બિલ્ડીંગમાં સમાવેશ થાય તેવું કરવું જોઈએ.રિવરફ્રન્ટની આજુબાજુના નજીકના વિસ્તારોમાં આવાસ અથવા જમીન ફાળવવી જોઈએ. હાલ ચોમાસું નજીક છે ડિમોલીશન ન કરવા તથા જે લોકો સર્વેમાં યાદીમાંથી બાકી રહી ગયા છે.

000 તેઓનો ફરી સર્વે કરવા, તાત્કાલિક ધોરણે આવાસ બનાવવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં શાળા-મંદિર, મસ્જીદ સહિતની ધાર્મિક સંસ્થાઓ છે તે યથાવત જગ્યાએ રાખવા માટેની માંગણી કરતું આવેદનપત્ર મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.ડી.સોલંકી, નરેશ સાગઠીયા, મીનાબેન સરવૈયા અને પરેશભાઈ સાગઠીયા દ્વારા આપવામાં આવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.