Abtak Media Google News

આજે માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી: સોમવારે ક્ષમાયાચનાનું પર્વ સંવત્સરી ઉજવાશે

આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃદ્ધિ થતાં વર્ધમાન’ નામ અપાયું હતું. તેવા અહિંસાના અવતાર અને જૈનધર્મમાં ૨૪મા તીર્થંકર પદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીર સ્વામીના નામથી કોણ અજાણ હોઈ શકે!

પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત (સાચી સમજણ)ને પ્રાપ્ત કરી ભવકટીની શરૂઆત કરતાં ૨૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો? આપણા ભવભ્રમણનો અંત ક્યારે? વિચારજો. પ્રભુ મહાવીરના ચાર સંદેશને જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બનવાનું ભૂલશો નહિ.

Do-Not-Forget-To-Try-To-Adopt-The-Four-Messages-Of-Lord-Mahavir
do-not-forget-to-try-to-adopt-the-four-messages-of-lord-mahavir

પ્રભુનો પહેલો સંદેશ છે કે – મા-બાપના દિલને કદી દુભવશો નહિ. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોંચે તે માટે જ્ઞાન વડે જાણીને હલન-ચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી, પણ વિચારજો મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનનું અસ્તિત્વ છે!’ – પ્રભનો બીજો સંદેશ છે કે – તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો. સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારને, સાધમિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો.’ પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે એક વર્ષમાં ૩ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કરે. લોભવૃત્તિ અને પરિગ્રહની આસક્તિને છોડવા માટે દાન અતિ જરૂરી છે. જ પ્રભુનો બીજો સંદેશ છે કે – શક્તિનું પ્રદર્શન અ કરશો નહિ. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે.  માટે પૈસો કે પાવર બતાવવો નહિ. શક્તિનું પ્રદર્શન કરનારા – રાવણ અને કૌરવો રાખમાં રોળાઈગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથે જ જવું પડ્યું!’

Do-Not-Forget-To-Try-To-Adopt-The-Four-Messages-Of-Lord-Mahavir
do-not-forget-to-try-to-adopt-the-four-messages-of-lord-mahavir

પ્રભુનો ચોથો સંદેશ છે કે- નિરાશ કદી બનશો નહિ. શુભે યથાશક્તિ પ્રયત્નીયમ્’ – વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.’ આવો આપણે સહુ માનવભવને ને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે ચાલવા પા-પા પગલી ભરીએ. પ્રભુના ત્રણ સિદ્ધાંતમાં (૧) આચારે અહિંસા (૨) વિચારે અનેકાંત અને (૩) વ્યવહારે અપરિગ્રહની ભાવનાને સદ્ધર બનાવીએ. પ્રભુનો ધર્મ ગુણપ્રધાન છે. વ્યક્તિ પ્રધાન નથી. તેથી જ કહેવાય છે કે – જૈન ધર્મ જે પાળે તેનો ધર્મ.

જીની મરના બડા નહીં હૈ, કુછ કર જાના જીવન હોતા;

સૌરભ યશ લા જિસકા, ધન્ય ધન્ય વહ જીવન બનતા.

આજે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચનનાં પ્રસંગે જિનાલયોમાં વિશિષ્ટ શણગાર પણ કરાયા છે. શહેરનાં જાગનાથ દેરાસર ખાતે પૂજા-અર્ચના આંગી કરવામાં આવી છે. વિવિધ ઉપાશ્રયોમાં ગુરુ ભગવંતો કલ્પસુત્રનાં વાંચન દરમિયાન ભગવાન મહાવીર સ્વામીનાં જન્મનું વાંચન કરશે. આ દરમિયાન ઉપાશ્રયો ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી ના નાદ સાથે ગુંજી ઉઠશે. આ સાથે માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી પણ કરવામાં આવી. સોમવારે સવંત્સરીનું ક્ષમાયાચના પર્વ ઉજવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.