Abtak Media Google News

પહેલાના જમાનામાં વાઈ ફાઈમાં પણ hd ફિલ્મ ડાઉનલોડ કરવી હોય તો સો અને કેટલી વખત વિચારવું પડતું હતું.તે જમાનો ગયો. એક જમાનો હતો જ્યારે વાઈ-ફાઈમાં પણ HD ફિલ્મ ડાઉનલોર્ડ કરવી હોય તો સૌ વખત વિચારવું પડતું હતું. તે જમાનો તો ગયો પરંતુ આજે પણ HD ફિલ્મ ડાઉનલોર્ડ કરવામાં વધારે સમય લાગે છે. પરંતુ તમે તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો કે, હવે એવી ટેકનોલોજી શોધી લેવામાં આવી છે કે, જેનાથી એક સેકન્ડમાં 3 ફિલ્મ ડાઉનલોર્ડ કરી શકાશે.

એક રિપોર્ટ અનુસાર એડહોવેન યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર ટોન કૂનનનું કહેવું છે કે, અમે વાયરલેસ રીતે ઈન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવા માટે પ્રકાશની કિરણોનો ઉપયોગ કરી રહ્યાં છીએ, આ કિરણો ઉચ્ચ ક્ષમતા ચેનલની જેમ કામ કરશે. આ ઓપ્ટિકલ ફાઈબરની જેમ હશે પરંતુ વગર ફાયબરની હશે. અમે આ સમય સુધી 112 ગિગાબાઈટ પ્રતિ સેકન્ડની સ્પીડ પ્રાપ્ત કરી લીધી છે.

આ સ્પીડ એટલી છે , જેમાં દરેક સેકન્ડે 3 ફુલ એચડી મુવીને ડાઉનલોર્ડ કરી શકાય છે. લાઈટ એન્ટીના અલગ-અલગ એંગલ્સ પર નજરે ના પડનાર વેવલેન્થ્સને રેડિએટ કરે છે. જો એક યુઝરનો સ્માર્ટફોન અથવા ટેબલેટ એક એન્ટીનાની સાઈટલાઈનથી દૂર હોય છે તો બીજા સાથે જોડાય જાય છે. આ ઈન્ફ્રારેડ વેવલેન્થ્સ યુઝરની આંખો સુધી પહોંચતી નથી, એટલે કે, ઉપયોગ કરનારની આંખો આનાથી સુરક્ષિત છે. આ સિસ્ટમની મેન્ટનેન્સ અને પાવર યૂઝની ચિંતા પણ કરવી પડશે નહી. દરેક યુઝર્સને તેનો અલગ એન્ટીના મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.