Abtak Media Google News

એમ.એચ.ધોણીયા, પી.આર.ભટ્ટ, જી.જે.સુતરીયા અને ભરત વાંઝાના રાજીનામાથી કર્મચારીઓમાં ચર્ચાનો દોર

સતત રાજકીય દબાણ રહેતું હોવાના કારણે મહાપાલિકામાં કામ કરતા કર્મચારીઓ કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા ચાર ઈજનેરોએ બિમારી અને અંગત કારણોસબબ રાજીનામા ધરી દેતા કર્મચારી આલમમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.

Advertisement

કોર્પોરેશનના ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર એમ.એચ.ધોણીયાએ અંગતકારણોસર રાજીનામું આપી દીધું હતું જોકે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા તેઓનું રાજીનામું નામંજુર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રેસકોર્સ સંકુલની કામગીરી સંભાળતા ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર પી.આર.ભટ્ટે મણકાની બિમારીની તકલીફના કારણે રાજીનામું ધરી દીધું છે. જયારે ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર જી.જે.સુતરીયા તથા એડીશ્નલ આસીસ્ટન્ટ એન્જીનીયર ભરત વાંઝાએ અંગતકારણોસર મહાપાલિકામાં રાજીનામા ધરી દીધા છે જોકે હજુ સુધી તેઓના રાજીનામા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વોર્ડ નં.૬માં ખાલી પડેલી વોર્ડ ઓફિસરની જગ્યા પર આજે પરેશભાઈ ચાવડાની નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ૧૯૮ એમ્પ્રેટીસને આજે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.