Abtak Media Google News

પ્રકૃતિક વાતાવરણ એ દરેક લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે. તેમાં પણ અત્યાર ના સમય ના પ્રદુષિત વાતાવરણ થી કંટાળી લોકો શાંતિ પ્રાપ્ત કરવા પ્રકૃતિક વાતાવરણમાં જવા ઈચ્છે છે. તો આવા જ વાતાવરણ માં આવેલા ભૂતનાથ મહાદેવ ના મંદિર વિષે જાણીએ.

ભૂતનાથ મહાદેવ નું મંદિર રાજકોટ પાસે આવેલા હલેન્ડા ગામ થી ૪ કિ.મી. ના અંતરે આવેલું છે. આ મંદિર ૫૦ વર્ષ જૂનું છે અને આ મંદિર ની સ્થાપના શ્રી નારાયણ નાથ બાપુ એ કરેલી છે.જુનાગઢ ભવનાથ તળેટી થી આવેલા શ્રી નારાયણ નાથ બાપુ એ મહાદેવ ની સ્થાપના કર્યા બાદ વર્ષો સુધી સેવા પૂજા કરી તથા તેમની સમાધિ પણ ત્યાજ કરવામાં આવી છે.

શ્રી નારાયણ નાથ બાપુ ની સમાધિ બાદ તેના શિષ્ય શ્રી નવનાથજી બાપુ એ આ મંદિર ની સળસંભાળ લીધી.

ભૂતનાથ મહાદેવ ના મંદિર માં અસંખ્ય બિલ્લીપત્ર ના વૃક્ષો આવેલા છે. જેમાં પંચમુખી, સાતમુખી, નવમુખી તથા આગયારમુખી બિલ્લીપત્ર નો સમાવેશ થાય છે. ભૂતનાથ મહાદેવ મંદિર અસંખ્ય બિલ્લીપત્રો ના વૃક્ષ તથા લીલોતરી થી છવાયેલું હોવાથી તે લોકો માટે પિકનિક પોઈન્ટ બની રહયું છે.

ભૂતનાથ મહાદેવ ના મંદિરે દર માસ ની પુનમ નો પણ મહિમા છે. જ્યારે નારાયણ નાથ બાપુએ મંદિર ની સ્થાપના કરી તે સમયથી તેઓ દર માસ ની પુનમે ભજન અને ભોજન નો કાર્યક્રમ ગોઠવતા. આ પરંપરા અત્યાર સુધી ચાલી આવે છે અને હજી પણ દર માસ ની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પળે છે. અને હજી પણ દર માસ ની પૂનમે આવેલા ભાવિકો માટે ત્યાં ભજન અને ભોજન નો કાર્યક્રમ રખ્યામાં આવે છે.

આ કાર્યક્રમ ના સંચાલન માં પણ વિશિષ્ટતા જોવા મળે છે. આ કાર્યક્રમ નું સંચાલન હલેન્ડા, ડુંગરપુર, વાવડી, ઉમરાળી, બળધુઈ તથા કનસરા સહિત ના ગ્રામ્ય જનો દ્વારા સ્વયં શિષ્ટ અને લાગણી થી કરવામાં આવે છે.

આ મંદિર ની એક વિશિષ્ટતા એ પણ છે કે અહી આખો શ્રાવણ માસ અન્ન ક્ષેત્ર ચાલુ રહે છે. તથા આ મંદિરે મોરપક્ષી નું પ્રમાણ ખુબજ વધારે છે. અંહી લગભગ ૩૦૦ થી ૪૦૦ જેટલા મોર પક્ષી જોવા મેળેછે. અને આ પક્ષી માટે બે સમય ચણ પૂરું પાડવામાં આવે છે. અંહી પોપટ પણ ઘણી સંખ્યા માં જોવા મળેછે. તથા અંહી ની પરંપરા મુજબ દરરોજ કબૂતર માટે ૫ થી ૧૦ મણ ચણ નાખવામાં આવે છે.

Do-You-Know-The-Importance-Of-The-Temple-Of-Bhutanath-Mahadev-In-Halenda?
do-you-know-the-importance-of-the-temple-of-bhutanath-mahadev-in-halenda?

આ મંદિર ની બાજુ માં એક ઓમકારેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં પંચમુખી બિલ્લીપત્ર ના લગભગ ૧૦૦ થી ૧૫૦ વૃક્ષ આવેલા છે.

આ મંદિર ની બાજુમાં ગેબીનાથ ની ગુફા આવેલી છે જે મહાભારત ના પાંડવો વખત ની હોવાનું શાસ્ત્રો માં પ્રમાણ છે. કહેવામાં આવે છે કે વનવાસ સમયે પાંડવો આ ગુફા માં થોડો સમય પસાર કર્યો હતો.

તો આ શ્રાવણમાસ માં તમારા પરિવાર તથા તમારા મિત્રો સાથે ભૂતનાથ મહાદેવ ના મંદિર ની મુલાકાત અચૂક લેજો. આ આર્ટીકલ ગમે તો like અને share કરો તથા તમારો અભિપ્રા comment માં આપો તથા ભૂતનાથ મહાદેવનો અદભૂત નજારો જોવા નીચેનો વિડિયો જુઓ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.