Abtak Media Google News

આપણે બધાને સવારે પડે કે સાંજ ચા તો જોઈએ કોઈપણ પ્રસંગ હોય ખુશીનો હોય કે ગમનો હોય ચા પીવાનો આગ્રહ તો કરે જ આજે ઈન્ટરનેશનલ ટી ડે નિમિતે આજે આપની સાથે ચા વિશેની થોડીક જાણકારી આપવી છે. જેવી કે ચા કયાંથી આવી, કયારે આવી, કોણ લાવ્યુ આ બાબતની થોડીક જાણકારી આપવી છે.

ભારતમાં વિશાળ ચાનુ સામ્રરાજય બનાવવાનો શ્રેય બ્રીટીશરોને જાય છે. ૧૯૪૮માં ગ્રેટ બ્રીટનથી ભારતની સ્વતંત્રતા વચ્ચે ચાનુ મોટા પ્રમાણમાં વાવેતર કરી તેનુ સેવન કર્યુ હતું. ૧૭૭૪ની આસ-પાસ વોરેન હેસ્ટિંગ ચાઈનાના બીજની પસંદગી ભુતાનના ત્તાલીન બ્રિટીશ દુત જયોર્જ બોલે વાવેતર માટે મોકલેલ હતી. ૧૭૭૬માં સર સજોસેફ બેંકો, મહાન અંગ્રેજી વનસ્પતિશાસ્ત્રીને ભલામણ હતી કે ભારતમાં ચાની ખેતી હાથ ધરવામાં આવે. ૧૭૮૦માં રોબર્ટકિયેડ ચાઈનાથી આવીને જણાવ્યુ કે ભારતમાં ખેતી માટે પ્રયોગ કર્યા અને થોડા દાયકા પછી રોબર્ટબ્રુસે અ૫ર બ્રહ્મપુત્રા ખીણમાં જંગલી દ્વારા ઉગાડતા ચાના છોડો શોધી કાઢયા. મે ૧૮ર૩માં આસામથી પ્રથમ ભારતીય ચાને જાહેર વેચવા માટે ઈન્ગલેન્ડ મોકલવામાં આવી વ્યાંગાતમક રીતે મુળ છોડ ઉગ્યો જયારે ચીની રોપાઓ તીવ્ર આસામમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહયા અને આખરે તે મુળ ચાના છોડમાંથી રોપાઓ સાથે અનુગામી વાવેતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

દેશી આસામના પાનમાથી બનાવેલી ચાને પ્રથમ ૧૮૩૮માં માલંડ મોકલવામાં આવેલી હતી અને તે લંડનની હરાજીમાં વેચાઈ હતી આનાથી કલકતાના બંગાળ ટી એશોસીએશન અને લંડન પ્રથમ સંયુકત સ્ટોક ટી કંપની અને આસામ કંપનીનો રચનાનો માર્ગ મોકળો થયો હતો. ચાની ખેતી કરવા અન્ય કંપનીઓની રચના કરવામાં આવી હતી જયોર્જ વિલ્યમસન અને જોરહાટ ટી કંપની સામેલ છે. આસામની બ્રમપુત્ર ખીણમાં સફળ ઉદ્યોગ સ્થાપ્યા પછી હીમાલયી પર્વતમાળામાં ભારતમાં ચા ઉગાડવામાં આવી. ૧૮૬૩ સુધીમાં કુમાઉ, દેહરાદૂન, કાંગરાવેલી, કુલ્લુમાં ૭૮ વાવેતરની સ્થાપના થઈ હતી.

પછી ઈસ્ટ ઈન્ડીયા કંપનીમાં ૧૮૩૫માં સ્થાળાંતર કર્યા પછી ૧૮૪૦ના દાયકામાં પ્રારંભિક પરીક્ષણો ૧૮૫૦ના દાયકામાં દાર્જીલીંગ જીલ્લામાં વેપારીઓએ દ્વારા વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. ૧૮૭૪, ૧૧૩ બગીચામાં ૧૮,૮૮૮ એકરમાં ચાને આવરી લેવામાં આવેલ હતી અને ઉત્પાદન ૯.૯ મિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગયું હતુ ઉધોગને શ્રમ,કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો અને સંદેશા વ્યવહાર, બજારોને વિસ્તૃત કરવાની જરૂરીયાત અને ચાના પેકેજીંગની જરૂરીયાતનો સામનો કરવામાં માટે ૧૮૮૧માં ઈન્ડીયન ટી એશોસીએશનની રચના કરવામાં આવી હતી. યુનાઈટેડ પ્લાન એશોસીએશન સાઉર્થન ફસધર્ન ઈન્ડિયા, (યુ.પી.એસ.આઈ.) ની રચના કરવામાં આવી હતી. ભારતે ૧૮૩.૩ટન ચાની નીકાસ કરી હતી ૧૮૭૦ સુધીમાં તે આંકડો વધીને ૬૭૦૦ ટનનો થયો. ભારતે ૧૮૮૫માં ૩૫,ર૦૦ ટન થયો હતો અને ભારતમાં ૧૩ હજાર બગીચાઓ સાથે વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને તેના ઉત્પાદનમાં ર૦ મિલિયન થી વધુ લોકો કાર્યરત છે.

ચાનો ઇતિહાસ

હજારો વર્ષ પહેલાં ચાની શોધ થઇ હતી. ચાની શોધ દક્ષિણ-પશ્ચિમ ચાઈનામાં થઇ હતી. શરુઆતના સમયમાં ચાનો ઉપયોગ યુન્નનાન દ્વારા દવા તરીકે કરવામાં આવ્યો હતો. ચા પીવાની શરુઆત ત્રીજી સાદીથી થઈ હતી. 16મી સદીમાં ચા એક વેસ્ટર્ન ડ્રીંક તરીકે જાણીતી થઇ હતી. 17મી સદીમાં બ્રિટનમાં ચા એક પીણાં તરીકે ખુબજ પ્રખ્યાત થઈ હતી. જ્યારે ચાઈનામાં ચાની મોનોપોલી વધવાં લાગી તે સમયે બ્રિટિશ શાશણે ભારતમાં ચાનું ઉત્પાદન શરુ કર્યું.

ચાના છોડનું સાચું નામ કેમેલીયા સીનેનેસિસ છે. ચાના ઉત્પાદનની સારામાં સારી જમીન ચાઈના, તિબેટ, ઉત્તર બર્મા અને દક્ષિણ દક્ષિણ-પૂર્વ ભારતમાં છે. આસામ અને ચાઈના ચ્હાના ઉત્પાદન માટે બરાબરના ભાગીદાર છે. યુન્નનાન ચાના ઉત્પાદનનું મુખ્ય સ્થાન છે. ફેંગકવીંગ દેશમાં ચાનો 3200 વર્ષ જૂનો છોડ છે. શેંગ ડનાસ્ટી નામના રોગ દરમિયાન ચાના પત્તાંનો ઉપયોગ માનવો દ્વારા દવા તરીકે કરવામાં આવ્યો હતો. ચાના પાંદડાંને ગરમ પાણીમાં ઉકાળી તે પાણીનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવ્યો હતો. ટી એક ચાઈનીઝ શબ્દ છે જેની શોધ એસ્ટ્રો-એસીએટીક ભાષા પરથી કરવામાં આવ્યો હતો.

Whatsapp Image 2021 05 21 At 16.57.54

એક ચાઈનીઝ વ્યક્તિ એમ્પરર શેન નંગ રોજ ગરમ પાણી પીતા હતા. એક વખત પાણી ગરમ કરતી વખતે બાજુમાં રહેલી વનસ્પતિના ત્રણ-ચાર પાંદડાં તે ગરમ પાણીમાં પડયાં અને પાણીનો રંગ બદલાવ લાગ્યો. તેઓએ તે પાણી પીધું તે સમયે તેમને ખુબજ તાજગી અનુભવાઈ.

ભારતમાં ચાનો ઇતિહાસ

હાલના સમયમાં ભારત ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. ભારતમાં ચાના કુલ ઉત્પાદનના 70% વપરાશ ભારતમાં જ થાય છે. આસામ અને દાર્જીલિંગની ચા આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. ભારતમાં આસામ અને દાર્જીલિંગમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન થાય છે. હાલના સમયમાં ભારતની ઘણી ટી ઇન્ડસ્ટ્રીએ ચ્હાના ઉત્પાદન માટેની વિદેશી તકનીક અપનાવી છે.

ભારતમાં ઈ.સ. 1662માં મેન્ડેલ્સો દ્વારા ચાનો ઉપયોગ દવા તરીકે કર્યો હતો. સુરતમાં સૌપ્રથમ વખત ખાંડ વગરની લીંબુ અને મસાલા વળી ચા બનાવામાં આવી હતી. ઈ.સ.1820ની શરુઆતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આસામમાં ખૂબ જ મોટું ચાનું ઉત્પાદન શરું થયું. ઈ.સ.1840માં આસામના ચબુઆ ગામમાં સૌ પ્રથમ ચાનો ગાર્ડન સ્થાપ્યો અને ચાના ઉત્પાદનને વ્યાપારી ધોરણે મૂક્યું. ઈ.સ.1850માં આસામમાં ચાની ખેતીને વધુ વેગ આપવા વધુ ચ્હાની ખેતીલાયક જમીન ખરીદી. હાલના સમયમાં આસામ ચાના ઉત્પાદનમાં ભારતમાં મુખ્ય સ્થાન ધરાવે છે.

Screenshot 5 17

ચાઈનીઝ ચાનું છોડ આજે ઇન્ડિયન ચા કરતા જુદું પડે છે જેનો પૂરો શ્રેય રોબોર્ટ ફોરચ્યુનને જાય છે, કે જેઓએ 2.5 વર્ષ સુધી ચાઈનામાં રોયલ હોર્ટી ક્લચર સોસાયટી માટે કામ કર્યું. જયારે તેઓ ચાઈનામાં કામ કરતાં હતાં ત્યારે તેઓ પાછા ફરતી વખતે તેમની સાથે ચાના થોડા છોડ, ચ્હાના બીજ અને ચાની ખેતીના અનુભવી કર્મચારીઓને ભારત લઈને હતા અને દાર્જીલિંગમાં ચાનું ઉત્પાદન શરુ કર્યું હતું જેના કારણે આજે 20000થી પણ વધુ છોડનું ઉત્પાદન દાર્જીલિંગમાં થાય છે. સૌ પ્રથમ દાર્જીલિંગમાં ચાની ખેતી સ્ટેપ પદ્ધતિથી થઇ હતી.

છેલ્લી સદીથી ભારતમાં ચાનું ઉત્પાદન મોખરે છે.પણ અત્યારના સમયે જમીનની જગ્યાની સરળતાને કારણે ચાઈના ભારતથી આગળ વધી ગયું છે. ભારત દ્વારા ઘણીબધી વિદેશી ફેક્ટરીનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું જેમાં Tetley અને Typhooનો સમાવેશ થાય છે.

ભારતમાં ચાનું માર્કેટીંગ

ઈ.સ.1903માં ભારત દેશમાં સૌ પ્રથમ વખત બ્રિટિશ સરકારે ચ્હાના માર્કેટીંગ માટે પ્રોપાગાંડા યુનિટની સ્થાપના કરી હતી. જેને ટી શેષ કમીટી તરીકે ઓળખવામાં આવી અને તેના દ્વારા લોકોમાં ચાનો વાપરાશ વધારવા માર્કેટિંગ કરવામાં આવ્યું. ઈ.સ.1937માં સરકારે તેનું નામ બદલીને ઇન્ડિયન ટી માર્કેટ એસોસિએશન બોર્ડ રાખ્યું.

ભારતમાં ચાના પ્રકાર

1) White Tea 2) Green Tea 3) Oolong Tea4) Black Tea_5) Herbal Tea 6) Rooibos Tea 7) Mate Tea10) Blooming Tea

ભારતમાં ચાનું ઉત્પાદન

વિશ્વ સ્તરે ચાઇના વ્હાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

ક્રમ દેશ

ઉત્પાદન/વર્ષ

(મેટ્રિક ટનમાં) 1) ચાઈના

2) ભારત

3) કેન્યા

4) શ્રીલંકા

5) તુર્કી

2400000

1200000

305000

300000

175000

ભારતમાં ચાની પ્રખ્યાત બ્રાન્ડ

1) ટાટા ટી ,
2) તાજ મહેલ ટી,,
3) રેડ લેબલ ટી,
4) વાઘ બકરી,
5) તેટલી ટી
6) ટાઝા ટી

ભારતમાં આવેલા ચાના ગાર્ડન

ભારતમાં આસામ, વેસ્ટ બંગાળ, તામીલનાડુ, કેરાલા, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, સિક્કિમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, મણીપુર, મિઝોરમ, મેઘાલય, બિહાર, ઓરિસ્સામાં ચાના ગાર્ડન આવેલ છે.

આસામમાં ચાના કુલ 300 ગાર્ડન આવેલ છે. ત્રિપુરામાં વ્હાના કુલ 58 ગાર્ડન આવેલ છે અને વેસ્ટ બંગાળમાં ચાના કુલ 450 ગાર્ડન આવેલ છે. ભારતમાં ચાના પેકેટનો ઇતિહાસ

ઈ.સ.1903માં પ્રથમ વખત ચાના પેકેટ બનાવામાં આવ્યા હતાં. સૌપ્રથમ ચાની બેગ કાપડમાંથી હાથથી સીવીને બનાવામાં આવી હતી. ઈ.સ.1908માં થોમસ થુલીવાન દ્વારા પ્રથમ વખત ચાના પેકેટ માર્કેટમાં વેચવા માટે મુકવામાં આવ્યા. ઈ.સ.1929માં ભારતમાં ઍડોલ્ફ રૉમબોલ્ડ દ્વારા ચાના પેકેટ બનવાનું સૌપ્રથમ મશીન બનાવામાં આવ્યું અને ઈ.સ.1930માં વિલિયમ હર્મેનસોન દ્વારા પેપર માંથી ચાનું પેકેટ બનાવામાં આવ્યું. ચાનો વપરાશ સૌથી વધારે ચાનો વપરાશ દેશ તુર્કી છે. ત્યારબાદ આયર્લેન્ડ, યુ.કે., અને ઈરાનનો સમાવેશ થાય છે. વિશ્વ દ્વારા દરવર્ષે કુલ 3000000 ટન ચાનો વપરાશ થાય છે. ભારતમાં ચાનો વપરાશ દરવર્ષે 1116 મિલિયન કિલો છે. ભારતમાં રોજ વ્યક્તિદીઠ 750ગ્રામ ચાનો વપરાશ થાય છે.

ચાની આયાત અને નિકાસ

ચાની સૌથી વધુ નિકાસ કરતો ચાઈના છે ત્યારબાદ ભારત અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ચાની સૌથી વધુ આયાત કરતો પાકિસ્તાન છે ત્યારબાદ યુ.એસ.એ, રશિયા, યુ.કે., ઇજિપ્તનો સમાવેશ થાય છે.

ભારતમાં ચાની નિલામી
ચ્હાની નિલામી એ રજીસ્ટર બ્રોકર હાઉસ દ્વારા થાય છે.

1) પાર્કોન,
2) જે. થોમસ,
3) કોંટેમ્પોરરી બ્રોકર,
4) એસોસિએટ બ્રોકર્સ,

ભારતમાં ચાની નિલામીનાં સ્થળ

1) કોલકાત્તા,
2) સીલીગુરી,
3) ગુઆહાટી,
4) જલ્પાઈગુરી,
5) કોઈમ્બતૂર,
6) કૂનૂર
7) કોચીન

ભારતમાં ચાનું ઉત્પાદન કરતી ફેક્ટરી

1) ગુડ્રિંક,
2) મેક્લો રસલ્સ,
3) એમ.કે.શાહ એક્સપોર્ટસ,
4) ગ્રોબ ટી,
5) લક્ષ્મી ગ્રુપ

ચાની બ્રાન્ડ

1) દાર્જીલિંગ ટી ,
2) રંગલી રંગલીઓટ,
3) ડબલડાઈમન્ડ,
4) સી.ટી.સી ટી
5) શક્તિ,
6) નંબર 1,
7) સરગમ ટી

ગુજરાત ટી ટેડર્સ એશોસીએશન ની સ્થાપના૧૯૭૬માં કરવામાં આવી હતી તે સમયે પ્રદેશ કક્ષાનું ભારતનું ચાનુ પહેલું એશોશીએશન હતું અને આજે પણ ખુબ સરસરીતે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.