Abtak Media Google News

જ્યારે પણ આપણે વિદેશમાં કોઇ ગાડીને ચલાવતા જોઇ છે ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે છે. કે ભારતમાં ગાડીઓ ડાબી બાજુ અને વિદેશમાં ખાસ અમેરિકામાં ગાડીઓ કેમ જમણી બાજુ ચાલે છે!આના સિવાય ભારતની ગાડીઓમાં સ્ટેયરીંગ પણ ડાબી બાજુ શુ કામ હોય છે.

Advertisement

આજે આપણે જાણીશું આના પાછળ શું રાઝ છે.

 ભારતમાં કેમ ડાબી બાજુ ચાલે છે ગાડીઓ?

ભારતમાં ડાબી બાજુ ચાલવાનુ કારણ ઇંગ્લેન્ડ છે ઇંગ્લેન્ડે ભારતમાં ઘણા વર્ષો રાજ કર્યુ છે. અને ભારતમાં ઇંગ્લેન્ડના ઘણા કાનુની નિયમોનું પાલન કરવામાં આવતુ હતું. ઇંગ્લેન્ડમાં શરુ થી જ ગાડીઓ રસ્તાની ડાબી બાજુ જ ચાલે છે. ૧૭૫૬માં ઇંગ્લેન્ડમાં આને કાનુની નિયમ બનાવી દેવમાં આવ્યો અને કાનુની નિયમનું પાલન બધા બ્રિટિશ શાસિત દેશોમાં થવા લાગ્યુ. ભારત પણ ઇંગ્લેન્ડનો ગુલામ રહી ચુક્યો છે અને આ કારણે ભારતમાં પણ આ કાનુની નિયમ લાગુ પડ્યો અને ગાડીઓ ડાબી બાજુ ચાલવા લાગી.

અમેરિકામાં જમણી બાજુ કેમ ચાલે છે. ગાડીઓ?

માનવામાં આવે છે કે ૧૮મી સદીમાં અમેરિકામાં ટીમ સ્ટર્સની શરુઆત થઇ હતી. અને ઘોડાની મદદથી ખેંચવામાં આવતુ હતું. આ વાગનમાં ડ્રાઇવરને બેસવા માટે જગ્યા નોતી હોઇતી એટલે તે સૌથી જમણા ઘોડા પર બેસી ડાબા હાથ ચાબુકનો ઉપયોગ કરતા હતો. પણ આના લીધે ડ્રાઇવર પાછળ આવતા વાગન પર રાખી શકતો ન હતો. એટલે પછી અમેરિકામાં રસ્તાની જમણી બાજુ ગાડી ચલાવવાને કાનુની નિયમ બનાવામાં આવ્યો. ૧૮મી સદીના અંત સુધી સાત કાનૂને આખા અમેરિકામાં લાગુ કરી દેવામાં આવ્યુ અને આ નિયમ અનુસાર ગાડીઓ ચલાવા લાગ્યા..આ હતો ડાબી બાજુ અને જમણી બાજુ ગાડીઓ ચલાવવાનો રાઝ. હાલના સમયમાં વિશ્ર્વભરમાં ૧૬૩ દેશોમાં જમણી બાજુ ગાડી ચલાવવાનો નિયમ છે અને ૭૬ દેશ એવા છે. જ્યા ડાબી બાજુ ગાડીઓ ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.