Abtak Media Google News

તબીબો લડી લેવાના મૂડમાં

આવતીકાલે હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવશે

અબતક-રાજકોટ

Advertisement

સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી ગઈકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 1પ0 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી હતી.જેમાં તબીબો દ્વારા હડતાળના કાર્યક્રમોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કરશે. જેમાં કલેક્ટર અને તબીબી અધિક્ષકને આવેદન પત્ર આપશે અને રામધૂન પર કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થઇ ગાઈ વિરોધ પ્રદશન કરવાના છે. તબીબોની માંગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે.

તબીબોનો હડતાળના ચાર દિવસના કાર્યકમો

– બુધવારેએ બપોરે 12 વાગે પીડિયુ મેડિકલ કોલેજ પોર્ચ થી કેમ્પસ રેલી કરી મેડિકલ સુપરિટેનડેન્ટને આવેદન આપશે.

– ગુરુવારે બપોરે 12 વાગે કોવિડ બિલ્ડીંગ ખાતે રામધૂન

– શુક્રવારે 12 વાગે કોલેજ લેક્ચર હોલ ખાતે તબીબોની જીબીએમ

– શનિવારે 300 સરકારી તબીબો ઓપીડી બિલ્ડીંગથી કેટી ચિલ્ડ્રન ,જામ ટાવર ચોક, રૂડા બિલ્ડીંગ થી કલેક્ટર ઓફીસની મહા રેલી કાઢી કલેક્ટરને આવેદન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.