Abtak Media Google News

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇના કાનનું કદ મોટું હોય તો તે અન્યની સરખામણીમાં વધુ સારુ, ઝીણાં અને તીવ્રં અવાજો સાંભળી શકે છે ? તો એમનો જણાવી દો કે આપણી પ્રજાતિઓમાં કાનનાં આકારથી કોઇ જાતનો ફરક નથી પડતો. એટલું જ નહિં, પણ કાનનો  આકાર તેમની સાંભળવાની ક્ષમતા નક્કી કરતું નથી.

જો આપણે ચામાચિડીયાં અને ચિનચીલયાની જ સરખામણી કરીએ તો એ બંને પાસે મોટાં અને આગળ પડતા કાન હોય છે પરંતુ એમની સાંભળવાની ફીકવન્સી રેંજ ખૂબ અલગ છે. જેમ કે જ્યાં એકબાજુ ચામાચિડીયું ૨૦૦૦થી ૧૧,૦૦૦ હર્ટઝ સુધી સાંભળી શકવાની ક્ષમતા ધરાવે છે. ત્યાં ચિન્ચીલું માત્ર ૯૦થી ૨૨,૮૦૦ હર્ટઝ સુધી જ સાંભળી શકે છે.

વાસ્તવમાં મોટા પ્રાણીઓમાં કાનનો આકાર અને કદ અવાજને ઓળખવાં કરતાં તેમને શાંત રાખવામાં વધુ મદદ કરતા હોય છે. તમે જ વિચારો આફ્રિકાના હાથિઓનાં કાન એશિયાઇ હાથિની સરખામણીમાં કેટલાં મોટા કદનાં હોય છે. આ મોટા કાન તેમના શરીરમાંથી ગરમીને બીજા તરફ ધકેલવામાં મદદ કરે છેજે ગરમ જગ્યાઓમાં ખૂબ જ મહત્વનું લક્ષણ છે.

આપણાં કાનની બહારના ભાગના મુખ્ય બે ઉદ્ેશ હોય છે : ઇયર કેનલનું રક્ષણ કરવું અને તેમાં અવાજ પહોંચાડવું. આ બંને કાર્યમાંથી એકપણ કાર્ય મોટા કાનમાં વધુ સારું થાય એ માટે વિકસિત નથી થયું. અહીં આપણાં કાનનો આકાર વધુ મહત્વપૂર્ણ છે આપણા સાંભળવાની ક્ષમતા તેના આકાર કદથી નથી જોડાયેલીએ માટે કોઇ હજુ પૂરાવાની જરુર હોય તો ધ્યાન આપજો : આપણી ઉંમર વધવાની સાથે કાન મોટા થાય છે, પરંતુ આપણી સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.