Abtak Media Google News

‘ભરદો ઝોલી ઓ મેરૈ દાતા’, મેં ન જાઉ તેરે દરસે ખાલી

રાજકીય પક્ષોને ઈલેકટોરલ બોન્ડ, કુપનના વેચાણ, રાહત ફંડ, મોરચા અને બેઠકો માટે મળે છે સ્વૈચ્છિક દાન

રાજકીય પક્ષોને લોકો તરફથી મળતા દાનમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ‘સેવાના ભેખધારીયો’ રાજકીય પક્ષોની ઝોળીમાં મત (દાતા)ઓએ રૂા.૧૧૨૩૪ કરોડનું દાન આપ્યું છે. જેમાં ભાજપને છેલ્લા એક જ વર્ષમાં રૂા.૧૬૧૨ કરોડનું દાન આપ્યું છે.

સ્વૈચ્છિક સંગઠન એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિર્ફોમસનાં જણાવ્યા મુજબ રાજકીય પક્ષોને ૨૦૦૪-૫ થી ૨૦૧૮-૧૯ દરમિયાન અજાણ્યા (મત) દાતાઓએ રૂા.૧૧૨૩૪ કરોડનું દાન આપ્યુંં છે. દેશના સાત મોટા રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઈ માર્કસવાદી, એનસીપી, બહુજન સમાજ પાર્ટી, સીપીઆઈએ ચૂંટણી પંચ સમક્ષ મળેલા દાનથી વિગતો જાહેર કરાઈ છે તેના આ આધારે આ તારણ બહાર પાડયું છે.

3.Banna For Site

ઈલેકટ્રોરલ બોન્ડ, કુપનના વેચાણ રાહત ફંડ, બેંકો, મોરચા માટે મળતું સ્વૈચ્છિક દાન વગેરે અજાણ્યા સોર્સથી મળતું દાન ગણાય છે. પક્ષોને રૂા.૨૦ હજારથી ઓછુ અજાણ્યા સ્ત્રોતથી મળ્યું દાન આવકવેરા રિટર્નમાં દર્શાવવાની જરૂર પડતી નથી.

બીએસસી કુપનના વેચાણ ઈલે.બોન્ડ અજાણ્યા સ્ત્રોતથી રૂા.૨૦ હજારથી વધુનુ દાન મળ્યું નથી. એડીઆરના જણાવ્યા મુજબ દેશના રાજકીય પક્ષોને ૨૦૦૪-૦૫થી ૨૦૧૮-૧૯ સુધીમાં રૂા.૧૧૨૩૪ કરોડનું દાન મળ્યું છે. જો કે રાજકીય પક્ષોને કયાં કયાં અજાણ્યા લોકોએ અલગ અલગ રૂપે દાન કર્યું છે તે જાહેર કરાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.