કોરોનાથી ડરો નહિ, માનસિકતા બદલો એટલે જીવન ટનાટન

કોરોનાથી ડરવાને બદલે સાવચેતી રાખવી હિતાવહ કપરા કાળમાં મનોવિજ્ઞાન ભવનનાં લોકોને સોનેરી સુચનો

કોરોનાના કારણે હાલ દરેક ક્ષેત્રે માઠી અસરો થવા પામી છે. ખાસ કરીને લોકોએ ઘરે બેસી રહેવું પડયું હતુ જેથી માનસીકતા પર પણ ખાસી એવી અસરો થઈ છે. ઉપરાંત કોરોનાનો ભય અનેક લોકોમાં બેસી ગયો છે. અમુક લોકોના માનસપટલ પર ભારે અસર થવાને કારણે માનસીકતા પણ બદલાઈ છે. જે તે વ્યકિત પરિવાર સાથે હળીમળીને રહેતા તેવોમાં પણ એક ભયનો માહોલ સર્જાયો છે કે કદાચ મને કોરોના હશે અને મારા પરિવારના સભ્યોને પણ થશે તો? ઉફરાંત જે તે વ્યકિત ઘરના વડિલોને પણ જયારે ઘરમાં બેસી રહેવા કહે છે ત્યારે આ બાબત ઝઘડાનું સ્વ‚પ ધારણ કરી રહી છે. હાલમાં બદલતી માનસીકતાને લઈ અબતક દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૌ.યુનીનાં મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપક ડો. યોગેશ જોગશન સાથે ખાસ વાતચિત કરી કેવા કેવા પ્રશ્ર્નો તેમની સામે આવ્યા છે. તે અંગેની માહિતી લેવામાં આવી હતી. સાથોસાથ શહેરમાં લોકો સાથે પણ વાતચીત કરી કોરોનાને કારણે માનસીકતા પર કેવી અસરો થઈ છે. તે અંગે વિશેષ માહિતીઓ મેળવવામાં આવી છે.

કોરોનાના ભય નહિ માનસિકતા બદલો: ડો.યોગેશ જોગશન

સૌ.યુની. મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપક ડો. યોગેશ જોગશને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેનાં કારણે લોકોની માનસીકતા પર અસર થઈ છે. હાલમાં હોસ્પિટલમાં આગની ઘટનાને બનેલી જેથી એક એવો કિસ્સો સામે આવ્યો કે વ્યકિત બીમાર થતા તેને હોસ્પિટલ જવા માટે પરિવારજનોએ કહ્યું પરંતુ તે વ્યકિતને મગજમાં એક જ વાત કે હોસ્પિટલ નથી જવું ત્યાં તો આગ લાગી જાય છે. ઉપરાંત સપનાઓ પણ આગના જ આવે છે.

મનોવિજ્ઞાન ભવનમાં આવેલી વિવિધ સમસ્યાઓ

૧.સાહેબ, હોસ્પીટલમાં આગ લાગી અને ઘણા લોકો મૃત્યુ પામ્યા ત્યારથી મારા ભાઈને આગના સ્વપ્ન આવે છે. તેને શરદી, ઉધરસ છે પણ હોસ્પીટલ જતો નથી. હોસ્પીટલનું નામ લઈએ તો ત્યાં મરવા જવું ? એવો પ્રશ્ન કરે છે અને સતત ભય અનુભવે છે.

ઉકેલ : કોઈપણ ઘટના બને ત્યારે તેનો આઘાત મનમાં પેસી જતો હોય છે આ મનમાં ઊંડે ઉતરેલા આઘાતને દૂર કરવા તેમને નવા વાતાવરણની જરૂર હોય છે. અતિ ભય કે સંઘર્ષને કારણે વ્યક્તિમાં એક પ્રકારનો ભય વિકસે છે જેને મનોવિજ્ઞાનમાં ફોબીયા (ઙવજ્ઞબશફ) કહેવામા આવે છે અકારણ ભય જેને કહેવામા આવે છે જેના મૂળ અઘટિત બાબતોને કારણે હોય છે. આકારણ ભયને દૂર કરવા માટે જ્યાથી તે ભય સર્જાયો હોય તે મૂળ બાબતને રીમુવ કરવાથી અથવા એ વખતના અતાર્કિક કારણ ને દૂર ભય જતો રહે છે. નવી પરિસ્થિતી સર્જાતા આ જૂની બાબતો સમયાંતરે ભૂલાઈ જાય છે.

૨.સાહેબ, અંગત વાત છે એટલે રૂબરૂ આવ્યો છુ. ટેલીફોનમાં રેકોર્ડિંગનો ડર હતો. મારા લગ્નને ૫ દિવસ થયા છે. પરંતુ હજુ સુધી પત્ની સાથે સંબંધ બાંધી શક્યો નથી. લગ્નમાં ઘણા બધા આવ્યા હતા ત્યારે એમને મળતો ત્યારે કોરોના થવાનો ભય લાગતો હતો. શું મને કોરોના હશે? એને કારણે જાતિય રીતે નબળા થવાય ખરૂ? મારી આ સમસ્યાનું સમાધાન આપીને મુશ્કેલીમાથી દૂર કરો.

ઉકેલ : તમે ખોટો ભય અને ખોટી માનસિકતા વિકસાવી છે. પહેલા તો કોરોનાના કારણે જાતિય નબળાઈ આવે છે તેવા સંશોધનો હજુ જોવા મળ્યા નથી. બીજું કે તમને કોરોના થયો છે કે નહીં તે તમે તપાસ કરાવો પછીથી ખ્યાલ આવે. જાતિયાતાનું મુખ્ય બટન મન પાસે હોય છે મનથી જો કોઈ આવેગિક મુશ્કેલીઓ અનુભવતા હોઈએ તો જ આવું બની શકે. મનોવિજ્ઞાનમાં આ બાબતને મનોનપુંશકતા તથા મંદકામુકતા તરીકે ઓળખવામાં આવે છે. મનોનપુંશકતામાં પુરૂષ કેટલાક આવેગિક કારણોથી જાતીય ક્રિયા કરવા તથા તેનાથી આનંદ મેળવવામાં અસમર્થ રહે છે. આવી સમસ્યા ગંભીર થવાથી પુરૂષ કોઈપણ અવસ્થામાં જાતિય કાર્ય કરવામાં તૈયાર થઈ શકતો નથી. આ પ્રકારની મનોનપુંશકતાના ઘણા કારણ જવાબદાર હોય છે. આવેગિક તણાવ તેમાનું મુખ્ય કારણ છે એક વિક પહેલા એક વ્યક્તિ અહી સલાહ લેવા આવેલ તેમની સમસ્યા એ હતી કે તેમને તેની સાળીનું સ્વપ્ન આવ્યું કે તેની સાથે તે શારિરીક સંબંધ બાંધી રહ્યા છે. તે દિવસથી તેઓ તેમની પત્ની સાથે સબંધ બાંધી શકતા નથી કેમ કે સાળી વિશે આવું વિચારવું એ પાપ છે તેઓ એવું દ્રઢપણે માનતા હતા અને તે દ્રઢતાએ મનમાં આવેગિક તણાવ ઊભો કરેલ અને તેઓ જાતીય રીતે પોતાને નબળા માનવા લાગેલ. પોતાની સાળી સાથે સંભોગ કર્યો ખૂબ જ અઘટીત કાર્ય થયું છે. ઊંઘ ઊડવાથી તેનામાં આવેગિક તણાવ સ્થિતિ બની ગયેલ જે ધીરે-ધીરે મજબૂત થયેલ. સ્વપ્નનો પ્રભાવ તેના શરીર પર એટલો થયો કે તેનામાં નપુંશકતા વિકસિત થઈ ગઈ. તેને સ્વપ્નના સ્વરૂપ વિશે વિગતવાર વાત કરીને નપુંશકતા અને સ્વપ્ન તેમજ આવેગિક ગડમથલ વિશે સમજાવ્યા ત્યારબાદ તેમની જાતિય અસક્ષમતા દૂર થઈ હતી. તમારા મનમાં કોરોનાને કારણે જાતીય રીતે આવેગિક ગડમથલ અનુભવતા હોવાથી બની રહ્યું છે.

૩.મારી બહેનને ત્રણવાર કસુવાવડ થઈ છે. ઘણા ડોક્ટરોને બતાવ્યુ. ભૂવા પાસે દોરા ધાગા પણ કરાવ્યા. તે એવું જ માને છે કે હું અભાગણી છું, ક્યારેય માં નહીં બની શકું. સતત તેની ચિંતાને કારણે મારા મમ્મીને ડાયાબિટીસ વધી જાય છે, પપ્પાને હાર્ટની બીમારી છે. છાપામાં વાચેલું કે સમસ્યાઓ હોય તો તમે સલાહ આપો છો… શું મારી બહેનને કોઈ માનસિક સમસ્યા હશે એટલે આવું બનતું હોય છે.

ઉકેલ : સ્વત: ગર્ભપાતનું કારણ શારીરિક હોય છે તેમ માનસિક પણ હોય છે. જો તમે ડોક્ટરી બધી જ સારવાર લઈ લીધી હોય અને કોઈ ફર્ક ન પડતો હોય તો તેનું કારણ માનસિક હોય શકે છે. જેને મનોવિજ્ઞાનમાં મનોદૈહિક વિકૃતિ કહેવામા આવે છે. મનોવિજ્ઞાનના અભ્યાસમાં એવું જોવા મળે છે કે સ્વત: ગર્ભપાતનું કારણ આવેગિક તણાવ પણ હોય છે. જ્યારે પરિવારના સભ્યોને વધુ પડતી અપેક્ષાઓ પુરૂષ બાળકની હોય ત્યારે અતિચિંતાને કારણે સ્ત્રીને સ્વત:ગર્ભપાત થતો હોય છે. ઘર પરિવાર દ્વારા અસંતોષ જનક તથા ચિંતા ઉતપન્ન કરનાર મેણાં ટોણાથી તેનામાં બિનજરૂરી ચિંતા ઉત્પન્ન થાય છે અને આવેગિક સ્તર વધુ ડિસ્ટર્બ થતું હોય છે સાથે સાથે જે સ્ત્રી હું ખરાબ, અભાગણી, હું માં બનવાને લાયક નથી એવા વિચારો કરતી હોય અને આવેગિક રીતે પોતાને નિયંત્રણમાં રાખી શકતી ન હોય તેવી સ્ત્રીમાં સ્વત: ગર્ભપાત થતો હોય છે. મનની શાંતી અનુભવે તેવું પરિવારના સભ્યો જો વર્તન કરે અને તેની હું ખરાબની ભાવના પ્રેમ પૂર્વક દૂર કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

૪.મારા હમણાં જ લગ્ન છે. મને શરદી અને શ્વાસની તકલીફ છેલ્લા બે ત્રણ દિવસથી શરૂ થઈ છે. લગ્નની રસમ અને તે સબંધિત કામ હોય એટલે શરદી તેમ જ શ્વાસની તકલીફ રહે છે. ટેસ્ટ ત્રણવાર કરાવ્યા પણ કોરોના નથી. ડોક્ટર કહે છે કે માનસિક કારણે થતું હોય. શું શરદી અને શ્વાસમાં માનસિક કારણો હોય ખરા?

ઉકેલ : મનોવિજ્ઞાનના અભ્યાસો જણાવે છે કે સામાન્ય શરદી કે શ્વસન સબંધિત બાબતોમાં આવેગિક તત્વોની મુખ્ય ભૂમિકા હોય છે. કેટલાક કેસમાં સામાન્ય શરદી, હતાશા, ચીડિયાપણું, ધ્યાન પોતાની તરફ આપવાની જરૂરિયાત, દુ:ખદ પરિસ્થિતીઓથી દૂર રહેવાની જરૂરિયાત વગેરેના ફળ સ્વરૂપની પ્રતિક્રિયા હોય છે. જ્યારે વ્યક્તિ તણાવપૂર્ણ પરિસ્થિતીમાં હોય છે તો તેનામાં સામાન્ય શરદી અને શ્વસન સબંધિત બાબત અનેક પ્રકારના માનસિક ઉદેશ્યો પૂર્ણ કરે છે. આરામ કરવા તથા અયોગ્ય બાબતોથી દૂર રહેવાની પ્રતિક્રિયા પણ હોય છે. વ્યક્તિ જ્યારે માનસિક ગડમથલને વ્યક્ત નથી કરતી ત્યારે આવી સ્થિતી આવતી હોય છે.

૫.મારા લગ્નને એક વિક થયું છે. હું એક વિચિત્ર સમસ્યાથી પીડીત છુ. મારી પત્ની નાના બાળકની જેમ પથારીમાં પેશાબ કરી જાય છે અને તેના આવા વર્તનથી રડ્યા કરે છે હું કોઈને કહી પણ શકતો નથી. તેને કહ્યું કે ડોક્ટર પાસે જઈએ પણ તે રડ્યા કરે છે અને માનતી નથી. લગ્નના શરૂઆતના દિવસો તો આનંદના હોય છે પણ મારે તો ઉપાધી છે. જે દિવસે જાતીય સંબંધ બાંધીએ ત્યારે જ એને આવું થાય છે.

ઉકેલ : પેશાબ સબંધિત ક્રિયાઓનો સબંધ વ્યક્તિની આવેગિક અવસ્થાઓથી હોય છે. મનોવિજ્ઞાનના અભ્યાસોમાં જોવા મળ્યું છે કે પેશાબ કરવાની વારંવારિતાનો સબંધ ચિંતા, આક્રમકતા તથા માનસિક સંઘર્ષોથી વધારે હોય છે. તેવી જ રીતે પેશાબને ઘણીવાર સુધી રોકી રાખવાની પ્રવૃતિનો સબંધ આવેગિક દમન તથા અજ્ઞાત ઇચ્છાઓથી હોય છે. જ્યારે વ્યક્તિમાં દોષભાવની ભાવના હોય અથવા કોઈ બાબત પ્રત્યે રૂચિ ન હોય અને તે બાબત પરાણે કરવાની થતી હોય ત્યારે આવી બાબત બનતી હોય છે. તમે તમારી પત્ની સાથે પહેલા વાતચીત દ્વારા અનુકૂલન સાધો પછીથી જાતીય સબંધ જો બાંધો તો આવી સમસ્યા થઈ શકે નહી. જાતીય સબંધ બાંધતા પહેલા બંને પાત્રોએ માનસિક રીતે તૈયાર થવું ખૂબ જ જરૂરી છે જો એક પાત્રમાં માનસિક તૈયારી ન હોય તો દાંપત્ય જીવનમાં મુશ્કેલી સર્જાય છે. માટે જાતીય સબંધ માટે રાહ જોવી, ઉતાવળ કરવાથી સમસ્યાઓ વધશે.

૬.સાહેબ મારે કોરોના પોઝીટીવ આવ્યો હતો. મને સારૂ થઈ ગયું છે પણ હું ઘરની બહાર નીકળું એટલે મને ભય લાગી રહ્યો છે. ક્યાક ફરીથી તો કોરોના નહી થાય ને અને બીજું કે લોકો મને વિચિત્ર રીતે જુવે છે જાણે કે મે મોટો અપરાધ કરી નાખ્યો હોય. મારી બાજુમાં પણ કોઈ આવતું નથી. શું કોઈ પાપ કર્યું છે. આના કરતાં તો મરી જાવું એમ થાય છે.

૭.       સાહેબ મને યોગ્ય સલાહ આપસો ? લગ્નની સીઝન શરૂ થઇ છે અને અમારે ઘરમાથી કોઈ એક વ્યક્તિએ તો લગ્નમાં જવું પડે કારણ કે અમારા નજીકના સગા થાય છે. પરંતુ અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે અને અમને લગ્નમાં જવામાં બહુ ડર લાગે છે. જો ત્યાં કોઈને કોરોના હશે તો, હું કોઈપણ વસ્તુને અડતો પણ નથી તો આ લગ્નમાં મારે કેવી રીતે જાવું અને જો લગ્નમાં ન જઈએ તો અમારી સાથે સંબંધ તોડી નાખે કારણ કે ૫૦ મહેમાનોના લીસ્ટમાં અમારું નામ છે. શું કરવું સાહેબ જીવના જોખમે થોડું જવાય અને જો કોરોના થઇ ગયો તો અમારૂ કોણ? અને ન જઈએ તો સંબંધ તોડી નાખે. અમારે શું કરવું? સાહેબ તમે આ બધાને સમજાવોને.