Abtak Media Google News

Table of Contents

રાહુલ ગાંધીએ કયાંક એવો મત દર્શાવ્યો હતો કે, આપણા ભારતમાં અત્યારે બે ભારત છે એક ગરીબોનું છે, અને બીજું શ્રીમંતોનું છે. એ બંને ઉપર ઘણે અંશે શ્રીમંતોની હકૂમત છે, સરકાર શ્રીમંતોનાં ધનપતિઓનાં પક્ષે છે, ગરીબોની અતિ કફોડી હાલત છે એમનું વિધાન એ વખતે પણ ગંભીર હતુ અને અત્યારે પણ એટલું જ ગંભીર છે!

શહેરો અને ગ્રામ્ય પ્રદેશો વચ્ચે જબરી વિભિન્નતા પ્રવર્તે છે અલગતા ખૂલ્લી થયા વગર રહેતી નથી વિવિધતામાં એકતાની વાતો ઘણે ભાગે ભ્રામક તથા છેતરામણી હોવાનું દેખાઈ આવે છે !

લંડનથી ભારત આવવા નીકળેલા એક ભારતીયે લંડનમાં તેમના સ્વજનો-મિત્રોને એમ કહેલું કે હું એક મહિના માટે દેશમાં જાઉં છું. પરંતુ એક અઠવાડિયામાં લંડન, પાછા ફરીને અત્યંત અફસોસ સાથે કહ્યું હતુ કે દેશમાં કયાંય આપણો દેશ જોવા ન મળ્યો ગુજરાત છે, બીજા પ્રદેશો છે પણ ભારત-હિન્દુસ્તાન કયાંય નથી!

અસંખ્ય લોકો પાસે ધન છે, પણ ધનના ઉપયોગ અંગે કોઈ પાસે સ્પષ્ટ દ્રષ્ટિ નથી..!

હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ છે, એ વાત હવે કોઈથી અજાણી નથી…

Advertisement

એમ પણ કહેવાયું છે કે હિન્દુસ્તાન ગામડાઓનો બનેલો છે.

હિન્દુસ્તાનની સંસ્કૃતિનાં મૂળ ગ્રામ્ય પ્રદેશોમાં જ નિહીત હોવાનું જગજાહરે છે.

આપણા દેશની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય, એની પ્રાચીનતા, ઈતિહાસ, એની મંદિર સંસ્કૃતિ, પહેરવેશ, વસ્ત્રો, લોક વાયકાઓ, પશુપાલન, નદીનાળાંઓ, તલાવડીઓ, જાજરૂ-પ્રથા અને બીજાં સાધન-સુવિધાઓ, ગૌપાલન, લજજા-મરજાદા અને ખોરાક, ભણતર, સંતાનોનાં ઉછેર પ્રાકૃતિક સમૃધ્ધિ, સડકો, પરિવહનનાં સાધનો, જીવનશૈલી વગેરે મોટા ભાગનાં રીતરિવાજ આપણા દેશના શહેરો અને ગામડાઓને એકબીજાથી અલગ પાડે છે.

ગંદકી, અસ્વચ્છતા, ગારો-કિચ્ચડ અને ગંદી ટેવો-આદતો અંગે તો વાત જ ન પૂછો !

એક સામાજિક કાર્યકરે આ બાબતો અંગે ટીકા ટિપ્પણી કરતા દર્શાવ્યું હતુ કે, ગામડા ગામોમાં લોકો ગંદકી અને સ્વચ્છતા-અસ્વચ્છતા ભાગ્યે જ કાંઈ જાણે છે કે તે બાબતમાં ગંભીર પણે કાંઈ વિચારે છે !

અસ્વચ્છતાથી કોને હાનિ પહોચી શકે જીવતા જાગતા માણસને કે ભગવાનની મૂર્તિને ? મંદિરની આસપાસની ગંદકી ભકતોની સ્વરચિત નિપજ હોય છે મંદિરના સંડાસો આપણને મળતા ઢગલાથી ઉભરાતા રેલવેના સંડાસોની યાદ અપાવે છે. બાથરૂમમાં લીલ બાઝી હોય. અંદરથી પેશાબની તિવ્ર દુર્ગંધ આવતી હોય મંદિરના પગથીયા આગળ વધેલા નાળિયેરો ફેંકયા હોય… એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક…? પવિત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદકી હોવી જાઈએ એથી વધુ નહીં.

મારૂ ચાલે તો દરેક મંદિરોની બહાર પાટીયા મરાવી દઉ. ઈશ્વર માત્ર મંદિરમાં જ નહિ બહાર પણ વધે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘટ કરતા નિરવતા વધુ પસંદ છે. એથી શાંતિ અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભકિત ગણાવતા ભકતોને હાર્દિક અપીલ છે. સંતો અને ધર્મપંડિતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મિકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મિક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે. તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે.

દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રંહ રાખતા ધર્મગૂરૂ એ વાતને નજર અંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દિવસમાં કેટલા કાળા કર્મો કરે છે. શ્રધ્ધા કે ભકિત અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની? મા દીકરાને ખૂબ વહાલ કરે પણ તેનું ગળતુ નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રધ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝૂડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે, ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડોચીતરી શકાય. આપણે એવા દિવસની પ્રતિક્ષા કરીએ જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ ઉપનિષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કૂટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દિવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થૂકે છે.. કયાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે કયાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાક થૂકમાં આખુ રામાયણ ધોવાઈ જાય છે. (મોરારિબાપુની કથા વખતે પાલની મુતરડીઓની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં બહાર ગમે ત્યાં ઉભા રહી પેશાબ કરતા ભકતોને નજરે જોયા છે.)

આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પૂર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરૂરી છે. મળશ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલો બંધ કચરો ખૂણે ખાંચરે પડયો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતા પહેલા ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભકતોને પૂજા પાઠ વડે ધાર્મિક સ્થો ગંદા કરવાનો અધિકાર નહોવો જોઈએ પવિત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થિતિ સામે પહેલો વાંધો આસ્તિકોને જ હોવો જોઈએ પવિત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થિતિ સામે પહેલો વાંધો આસ્તિકોને જ હોવો જોઈએ આપણા દેવો નસીબદાર છે. માણસ એનું ઘર સાફસૂથરૂ રાખે છે. પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી (અહી નરી આંખે દેખાતી ભૌતિક ગંદકીની જ વાત આવે છે. માણસના મનના ગોડાઉનની પાર વિનાની વૈચારિક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.)

મધર ટેરેસાએ ખોટુ નથી કહ્યું, ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહી મળે. એ તો મૌનનો મિત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવિત્ર રહેવું જોઈએ કે ઈશ્ર્વર આપણામાં રહી શકે!

ગામડાં ગામોમાં ગોમડી રીતરિવાજના પ્રતિબિંબ સમો ચોરો હોય છે. આવા ચોરામાં રોજે રોજ બેઠકો થાય અને જાણકારીઓની આપલે થાય.

ગૂરૂપૂર્ણિમાના દિવસે દાન વિષે થયેલી ચર્ચાનો સારાંશ દર્શાવતો હતો કે, ધનને સંગ્રહ કરી રાખવાની લાલસા તુષ્ણાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ધર્મ,અધર્મ, નીતિ અનીતિ વગેરેનો ખ્યાલ કર્યા વિના કરાય છષ. અને તેવા જ કાર્યોમાં ખર્ચાય છે. ધન સંગ્રહની સાથે સાથે તેમનામાં સદવૃત્તિઓનો વિકાસ ન થયો હોયતો સમજી લેવું જમા કરેલુ ધન બેકાર છે. વ્યર્થ છે. એવા ધનને સાધન સમજવાને બદલે પણે સાધ્ય સમજી બેઠા છીએ.

ધનનો ગુણ છે. ઉદારતા વધારવી હૃદયને વિશાળ બનાવવું સતતત ભેળુ થયા કરે તે ધન કહેવાય જેના હૃદયમાં સદવૃત્તિઓનો નિવાસ છે તે જ સાચો ધનવાન છે. તમે સ્વાથી રહેનાર સંપતિ ઈચ્છતા હો તો ધર્માત્મા બનો. ધનનો ગમે તેમ ઉપયોગ કરવાથી ખરાબી વધે છે. ગરીબી વધે છે. સારાંશ એ જ કે ધન વિષ સમા થઈ જાય છે. પરંતુ એજ ધનનો ઉપયોગ નિશ્ર્ચિત કરી દેવામાં આવે. તેનો નિયમપૂર્વક વ્યવહાર કરવામ આવે, તો બંધ બાંધેલા નદીની જેમ સુખદાયક બની શકે છે.

તણખલા જેટલો ઉપકાર કરવા મળે તો કરી લેવો કારણ કે તેના ફળ તાડ જેવડા મોટા હોય છે.

કિડીનું ભેગુ કરેલુ કણ, મધમાખીનું ભેળુ કરેલું મધ, લોભીએ ભેગુ કરેલું ધન આટલી ચીજો જડમૂલથી નાશ થઈ જાય છે. પૈસો કમાવામાં બુધ્ધિની જરૂર પડે છે પણ તેનો સદુપયોગ કરવામાં તો સંસ્કારોની જરૂર પડે છે.

પાણી આપનાર વાદળો ઉપર છે. પાણીનો સંગ્રહ કરનાર સમુદ્ર નીચે છે. દાતાનું સ્થાનસમાજમાં ઉંચુ છે. જયારે સંગ્રહ ખોરનું સ્થાન નીચું છે.

દાન કરવાથી ગૌરવમાં વધારો થાય છે પણ ધન સંચય કરવાથી નહિ તન સ્નાન કરવાથી શુધ્ધ થાય છે. મન ભજન કરવાથી શુધ્ધ થાય છે. ધન દાન કરવાથી શુધ્ધ થાય છે.

ફકત શ્ર્વાસ લેવાથી જીવન ચાલતુ નથી પણ તેને ઉચ્છવાસરૂપે બહાર કાઢવો પડે છે. તેમ સંપતિ પ્રાપ્ત થઈ જાય એટલું પૂરતુ નથી પણ તેને દાન રૂપે વહેવડાવવી પડે. ધન મેળવવું મુશ્કેલ છે. તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે. તેને યોગ્ય રીતે વાપરવું સૌથી વધારે મુશ્કેલ છે પૈસો ખાતર જેવો છે. વપરાય તો તે ઉપયોગી થાય ને રાખી મૂકે તો ગંધાઈ જાય વાળ રસપ્રમાણ કરવા જરૂરી છે. તેમ સંપતિ પણ દાન આપીને સપ્રમાણ કરવી જરૂરી છે. પૈસો કમાવા માટે પાપ હોંશથી કર્યા. પાપ ધોવા માટે દાન પણ હોંશથી કરવું જોઈએ આત્મ કલ્યાણ ઈચ્છુકોએ હંમેશા ધનની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને તેનો સદુપયોગ કરવો જોઈએ.

બિન જરૂરી ચીજ વસ્તુઓની પાછળ ખર્ચ કરવાથી કાર્ય કુશળતા વધવાને બદલે નુકશાન થતુ હોય છે. મનુષ્ય આળસુ ને વિલાસી બની જાય છે. કામ કરવાનું મન થતુ નથી. પૈસા વધુ ખર્ચાય છે. લાભ નહિવત થાય છે. માણસ રજોગુણના ભામે ચડી જાય પછી આલિશાન મકાન, રેશમી અથવા ઝરીના ઉંચી જાતના ભભકાદાર વસ્ત્રો, મિષ્ટાન, મેવા, મીઠાઈઓ, ભેળપૂરી, દારૂ ચા, વિવિધ જાતનાં અથાણા માસ, ફેશનેબલ વસ્તુઓ મોટર, તમાકુ, પાનમસાલા, ધરેણા, જન્મોત્સવ અને લગ્નોત્સવમાં થતો અમાપ ખર્ચ, દિવસમાં બેવાર બદલવામાં આવતા કપડાઓ, સાડીઓ અને વધારે પડતી સજાવટ, નોકર-ચાકર મનોરંજન માટેનો કિંમતી સામાન, ઉંચી જાતની પેન, ઘડીયાળો, મોટી હોટલોમાં ભોજન, સિનેમા, સિગારેટ, પાન વૈશ્યાગમન, નાચગાન, વ્યભિચાર, શુંગારીક સાહિત્ય કિમંતી ફિલ્મી સાહિત્ય, ફિલ્મી ફોટાઓ, શકિત બહારનું દાન, વાસના, મુસાફરી ઉંચી જાતના રેડિયો, ફેશનેબલ વસ્ત્રો, ક્રિમ, પાઉડર, વગેરે ઉપરાકેત વસ્તુઓ જીવનટકાવવા માટે અથવા કાર્યકુશળતા વિક્સાવવા જરૂરી નથી; પરંતુ પૈસા વધી જવાથી માણસ બિન જરૂરી ખર્ચ કરે છે. આ બધી વસ્તુઓ પર સૌથી વદારે ટેક્ષ પણ લાગે છે. મોંઘી પણ હોય છે. આ બધી વસ્તુઓને કૃત્રિમ જરૂરીયાતોથી પોષણ મળે છે. આનાથી સાવધાન બનો.

આપણે જોઈએ છીએ કે લોકો લગ્ન વહેવાર, ઉત્સવો, મેળાવડા, પ્રેતભોજન વગેરે પ્રસંગોએ લોકોની સામે મોટાઈનું પ્રદર્શન કરવા માટે આંધળુ ખર્ચ કરતા હોય છે. ઘરમાં ન હોય તોય દેવું કરીને પણ પ્રસંગ ધામધૂમથી કરે છે. પોતાનો વટ રહી જવો જોઈએ. આ ન કરે તો પોતાની આબરૂ ધૂળમાં મળી જતી હોય તેવું લાગે છે. બધુ વિવેકથી શોભે, દેખાદેખીથી ચડી જઈએ પછી વહેચાઈ રહેવું પડે છે. દેવું કરવું પડે છે. અનીતિઆચરવી પડે છે. ધનના વાસ્તવિક સ્વરૂપને સમજી લીધુ હોય અને તેનો દૂરૂપયોગ કરવાથી બચી જવું જોઈએ.

આ બધુ આપણા દેશના ગામડાએ અને ગ્રામ્ય પ્રદેશોની વર્તમાન તાસીરનો અને શહેરી રીતભાત, ભણતર ગણતર, સામાજીક ધાર્મિક તથા વ્યાવસાયિક અલગતા તથા વિભિન્નતાનો ચિતાર આપે છે. બન્ને વચ્ચે શ્રીમંતાઈ ગરીબાઈની જબરી ખાઈ છે.

ઈશ્વરે જ સર્જેલા મનુષ્યોનો દરજજો સમાન હોવો જોઈએ અને શિક્ષણ-કેળવણી, વેપાર ધંધા વ્યવસાયની તકો પણ સમાન હોવી જોઈએ, એ ગ્રામ્ય પ્રદેશોને અને ગ્રામ્ય નરનારીઓને પ્રાપ્ય નથી. શહેરોમાં શ્રીમંતોને સાંપડતી સ્વતંત્રતા તથા વિશિષ્ટ આદાન પ્રદાનથી તેઓ વંચિત રહ્યા છે. આઝાદી પછીયે હમણા સુધી તેમને આઝાદીના સાચા ફળનો સ્વાદ ચાખવા જેટલો પણ મળી શકયો નથી.

ધરમકરમમાં બધે જ આવી હાલત છે.

શ્રીમંત ગ્રામ્યજનો સિવાય એક બહુ મોટો વર્ગ હજુ જેમની તેમ હાલતમાં જીવે છે.

આ બધુ કયાં સુધી ચાલશે?

દલિત પ્રજાને શ્રી આંબેડકર મસીહાના સ્વરૂપે મળ્યા, એમ ગ્રામ્ય પ્રદેશ અને ગ્રામ્ય પ્રજાને પણ એવા કોઈ મસિહા સાંપડશે જ !

અને ગ્રામ્ય પ્રદેશોમાં નવા સ્વતંત્રના ઢોલ ધ્રબૂકશે.

ચીનમાં માઓત્સે તુંગ અને તેમના સાથીઓએ જાહેરસભા, રેલી, ટ્રકોમાં નાટકોનાં કાર્યક્રમો વગેરે દ્વારા ગ્રામ્યજનો અને ગરીબો-નીચલા મધ્યમ વર્ગના લોકોએ સ્વતંત્ર સંગ્રામ ખેલ્યો હતો. અને સમાનતાના હકકો મેળવ્યા હતા.

ગરીબાઈ જેવી મનુષ્યના બેરહમ મશ્કરી કોઈ કરતું નથી. અને સામે ક્રાંતિની મશાલો ભભૂકશે એવાં ચિહનો નજરે પડે છે. શ્રીમંતાઈ અને ગરીબાઈ વચ્ચેની લડાઈ વર્ગવિગ્રહનું સ્વઆરૂપ પણ લઈ શકે, એ રખષ આપણા સત્તા ધીશો એ આપણો સમાજ ભૂલે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.