Abtak Media Google News
  • નવી કોર્ટ સંકુલમાં પ્રથમ યોજાયેલી લોક અદાલતના બહોળો પ્રતિસાદ: 60 ટકા કેસનો નિકાલ
  • અકસ્માતના કેસમાં કરોડોનું વળતર મંજુર: વીજ બીલ અને ચેક રિટર્નને કેસમાં સમાધાન

રાજકોટ શહેરના જામનગર રોડ પર નિર્માણધિન કોર્ટ સંકુલનું તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયાધીશના હસ્તે ખુલ્લી મુકાયેલી કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ   લોક અદાલતને ડીસ્ટીક  જજ  વાચ્છાણીના  અને તમામ કોર્ટના પ્યુનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી  ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે અધિક સેસન્સ જજ જે.ડી.સુથાર પટેલ ,શર્મા, જાદવ અને ભટ્ટ સહિતના  ન્યાયધીશ  ઉપસ્થિત રહ્યા હતા. આજની મેગા લોક અદાલતને બ પોર સુધીમાં 60 ટકા ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. વધુ વિગત 2024ની આ વર્ષની પ્રથમ નેશનલ લોક-અદાલત છે. જે નાલસા તથા  ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ  સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી ત્રીવેદી અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ  તા. 09/03/2024ને શનિવારના રોજ રાજકોટ જીલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું  છે.

Advertisement
No One Wins And No One Loses By Settlement Of Case: Sessions Judge Rt. The Cassava
No one wins and no one loses by settlement of case: Sessions Judge Rt. The cassava

સદર લોકઅદાલતમાં દાખલ થયેલા અને  અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ,  નેગોશીએબલ એકટની કલમ-138 ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના ,બેન્ક લેણા , મોટર અકસ્માત વળતર ,લગ્નવિષયક , મજુર અદાલતના  જમીન સંપાદન ને લગતા કેસો , ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો  રેવન્યુ કેસીસ ,દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) અને અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવનાર છે.

No One Wins And No One Loses By Settlement Of Case: Sessions Judge Rt. The Cassava
No one wins and no one loses by settlement of case: Sessions Judge Rt. The cassava

લોક અદાલત પહેલાં લોક અદાલતની તૈયારીના ભાગરુપે રાજકોટ બાર એસોશીએશનના સાથ અને સહકારથી જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્ન કરવામાં આવી રહેલ છે જેના ભાગરુપે તા.09/03/2024 ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ 25,000 થી વધુ કેસ હાથ પર લેવામાં આવ્યા  છે. જેમાં બપોર સુધીમાં 60% કેસોનું નિકાલ કરી અકસ્માતના કેસમાં લાખોનું વળતર મંજૂર કરવામાં આવ્યું તેમજ ચેક રિટર્ન અને પીજીવીસીએલના કેસો માં સમાધાન કરવામાં આવ્યું છે.

અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરિસ્થિતી ઉદભવે છે. તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે. વૈમનસ્યથી મુકત થવાય છે.  પક્ષકારોની સમજણ અને સમજુતીથી કેસનો નિકાલ થવાથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આજની યોજાયેલી મેગા લોક અદાલતમાં બેંક ,પીજીવીસીએલ અને વીમા કંપની ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, ટ્રેઝરર આર.ડી. ઝાલા સહિતના સીનીયર જુનીયર વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.