Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના કુલપતિ ડો.નીલામ્બરી દવેના અઘ્યક્ષ સ્થાને રાષ્ટ્ર નિર્માણના પ્રેરણારૂપ ડો.બાબાસાહેબ આબેંડકર રાષ્ટ્રીય સંગોષ્ઠિ યોજાઈ:
  • બીજરૂપ વ્યકતવ્ય પ્રો. નાથાલાલ યુ. ગોહિલ ઉપરાંત અન્ય ચાર વકતાઓ વિવિધ સત્રોમાં વ્યાખ્યાન આપ્યું: બહોળી સંખ્યામાં શોધછાત્રો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આંકડાશાસ્ત્ર ભવનના ઓડિટોરિયમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.નીલાંબરી દવેના અઘ્યક્ષ સ્થાને રાષ્ટ્ર નિર્માણના પ્રેરણારૂપ ડો.બાબાસાહેબ આબેંડકર રાષ્ટ્રીય સંગોષ્ઠિ યોજાઈ જેમાં બીજરૂપ વ્યકતવ્ય પ્રો. નાથાલાલ યુ. ગોહિલ ઉપરાંત અન્ય ચાર વકતાઓ વિવિધ સત્રોમાં વ્યાખ્યાન આપ્યું હતું.

Dr. Padma Shri Hemant Chauhan Conferred With 'Bhimratna' Award By Ambedkar Chair-Centre
Dr. Padma Shri Hemant Chauhan conferred with ‘Bhimratna’ Award by Ambedkar Chair-Centre

બહોળી સંખ્યામાં શોધછાત્રો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સંગોષ્ઠીની સાથે સાથે ડો. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા પ્રથમ ’ભીમરત્ન’ એવોર્ડ  2023-24નો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો.(ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડો.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર 06 ડિસેમ્બર-2016થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર કાર્યરત છે. આ ચેર-સેન્ટરમાં નીચે પ્રમાણેના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા કાર્યો કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં એક શૈક્ષણિક જગ્યાઓ સાથેનું માળખાગત સુવિધા યુક્ત સેન્ટર ઊભું થાય, સમાજના બુદ્ધિજીવીઓ અને વિદ્યાર્થીઓમાં બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીના વિચારોનું અધ્યયન, સમજણ અને ક્રિયાન્વયન થાય,

Dr. Padma Shri Hemant Chauhan Conferred With 'Bhimratna' Award By Ambedkar Chair-Centre
Dr. Padma Shri Hemant Chauhan conferred with ‘Bhimratna’ Award by Ambedkar Chair-Centre

આ સેન્ટરમાં આર્થિક, રાજનૈતિક, ધાર્મિક, તાત્ત્વિક, બંધારણીય અભ્યાસ, સામાજિક અને સાહિત્યિક કાર્ય, માનવીય અધિકારો વગેરે વિષયો પર વિચાર વિમર્શ અને સંશોધન કરવામાં આવે, સમાજમાં શિક્ષણનો વિકાસ અને પ્રમાણ વધે તથા શૈક્ષિણક પ્રશ્નોનું નિરાકરણ થાય, બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીનાં જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન વિશે સંશોધન થાય, સમાજના અનુ.જાતિ, જનજાતિ, લઘુમતિ, પછાતવર્ગો અને સમાજના નબળા વર્ગોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિ જીવનના પ્રશ્નો અંગેનું સંશોધન અને વિચારણા થાય. લાંબા અને ટૂંકાગાળાના સંશોધન કાર્ય અને અભ્યાસક્રમો, પી.જી./એલ.એલ.એમ/પીએચ.ડીના વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન, સેમિનાર/વર્કશોપ, બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકર સ્મૃતિ વ્યાખ્યાન માળા, સમાયિક /પુસ્તકો/પત્રિકા/ વગેરેનું પ્રકાશન, જાગૃતિ અને પ્રશિક્ષણ કાર્યક્રમો, સેમિનાર, કોન્ફરન્સમાં સહભાગિતા. પુસ્તક, સામાયિક સંબંધિત સાહિત્યની ખરીદી, સંગોષ્ઠિ/ચર્ચા સત્ર, આંતર ચેર સમન્વય કાર્યક્રમ વગેરે પ્રવૃત્તિઓ થાય.

Dr. Padma Shri Hemant Chauhan Conferred With 'Bhimratna' Award By Ambedkar Chair-Centre
Dr. Padma Shri Hemant Chauhan conferred with ‘Bhimratna’ Award by Ambedkar Chair-Centre

સંગોષ્ઠિ સાથેના અન્ય કાર્યો

  1. ડો.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો.આંબેડકરજીના જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન પર લઘુશોધ/મહાશોધ નિબંધ લખનાર કુલ 06 સંશોધકોને PG  Ph.D., શોધછાત્રોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ- 2023-24નો અર્પણ કરાયો
  2. ડો.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા: 2023-24માં વિજેતા 15 વિદ્યાર્થીઓનું ભીમપ્રજ્ઞા એવોર્ડ’ સ્મૃતિ ચિહ્નથી સન્માન કરવામાં આવ્યું.
  3. ડો. આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસને અનુલક્ષિને આયોજિત ત્રિસ્તરીય રાજ્યકક્ષાની નિબંધ લેખન સ્પર્ધા: 2023-24માં વિજેતા 15 વિદ્યાર્થીઓનું ‘ભીમપ્રજ્ઞા એવોર્ડ’ સ્મૃતિ ચિહ્નથી સન્માન કરાયું.
  4. ડો. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના વર્ષ : 2023- 24માં આંબેડકરજીના જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન પર લેખકો દ્વારા પુસ્તકોનું લેખન કરનાર 03 લેખકોનું સન્માન કરવામાં આવ્યું.

ચેર-સેન્ટર દ્વારા થયેલી કામગીરી

(1) ચેર-સેન્ટરની પોતાની લાઈબ્રેરીમાં 3789 પુસ્તકો અને 191 લાઈબ્રેરીની સભ્ય સંખ્યા ધરાવે છે.

(2) આ છઠ્ઠો રાષ્ટ્રીય સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 146 ઓનાલાઈન/ઓફલાઈન વ્યાખ્યાનો થયા છે.

(3) ધો-6 થી પીએચ.ડી. સુધીની પ્રતિવર્ષ યોજાતી રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધામાં આ વર્ષે સાતમી (07) સ્પર્ધા હતી. (4) રાજયકક્ષાની ત્રિસ્તરીય 05 વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ ગઈ.

(5) ડો. આંબેડકરજી પરના કુલ 08 સંશોધન પ્રોજેકટ અઘ્યાપકો દ્વારા થયા છે. (રૂા. 50-50 હજારના)

(6) ડો. આંબેડકરજી પર કુલ: 29 પીજી /એમફિલ / પીએચ.ડી.ના લઘુશોધ નિબંધ અને મહાશોધનિબંધ શોધ કાર્ય થયેલ છે.

(7) ડો. આંબેડકરજી અને મહાપુરુષોના જીવન પર કુલ : 21 પુસ્તકો ચેર-સેન્ટરના આર્થિક અનુદાનથી પ્રકાશિત થયા છે.

(8) ચેર- સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો. આંબેડકરજી પરના બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો છેલ્લા બે વર્ષથી

શરૂ કરવામાં આવ્યા છે. (1) ડો. આંબેડકરજીનું જીવન અને દર્શન, (2) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો. જેમાં વર્ષ 2023-24માં ચાર કોલેજોમાં આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમોમાં કુલ : 301 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.