Abtak Media Google News

આઠ મહાપાલિકામાં ટીપી સ્કીમમાં ઝીરો પેન્ડન્સીનો રાજય સરકારનો લક્ષ્યાંક: 475 ટીપી વર્ષાંતે પબ્લિક ડોમેઈનમાં મૂકાશે

રાજયભરમાં આઠ મહાનગરપાલીકાઓમાં ટીપી સ્કીમ  બન્યાબાદ    ફાઈનલ  થવામાં  વર્ષોે નિકળી  જતા હાવેાના કારણે વિકાસ ખોરંભે  ચડે છે. પેન્ડીંગ   ટીપી સ્કીમોનાં કારણે દબાણ સહિતના  પ્રશ્ર્નો ઉભા થાય છે. ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ  પટેલે ટીપી   સ્કીમોમાં ઝિરો  પેન્ડન્સીના લક્ષ્યાંક સાથે  તમામ મહાપાલિકાના  કમિશનર સાથે એક બેઠખ યોજી હતી.

ચાલુ  વર્ષના અંત સુધીનાં  બાકી રહેતી  475 ટીપી પબ્લિક  ડોમેઈનમાં મૂકી દેવાની  નેમ વ્યકત  કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. તેઓએ  રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ડ્રાફટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે.

ડ્રાફટ ટી.પી થી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે તેનું નિવારણ ત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા   ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું  આ સમીક્ષા બેઠકમાં બધા જ 8 મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ   મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. તદઅનુસાર, રાજ્યના આ મહાનગરોમાં કુલ 87પ ટીપી સ્કીમ બનાવાયેલી છે અને તેમાંથી 400 થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવી છે.

આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી 47પ પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે.શહેરી વિકાસ અગ્ર સસિવ શ્રી મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે તેમાં અત્યાર સુધી 1.પ0 લાખ અરજી મંજૂર થઇ છે.   અમદાવાદ મહાનગરમાં તા. 1 જાન્યુઆરી-ર0ર3 થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેની સફળતાના મુલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં તે અમલી કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોની ટાઉન પ્લાનીંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ સહિત ઊઠજ, આવાસ યોજના, જાહેર સુવિધાના કામો પણ સમયમર્યાદામાં પૂરા કરવા તાકિદ કરી હતી.

મારૂ છે અને મારે જ  કરવાનું છે તેવી કર્મયોગનો ભાવ કેળવો: સી.એમ. 

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે   જિલ્લા વિકાસ અધિકારીઓની   કોન્ફરન્સને ગાંધીનગરમાં સંબોધન કરતાં ગ્રામીણ ક્ષેત્ર સહિત પંચાયતી રાજ વ્યવસ્થાના ત્રણેય સ્તરે નાનામાં નાના માનવીને ગુણવત્તાયુકત સેવા સુવિધા આપીને સરકારની છબિ વધુ ઊજાગર કરવાનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પંચાયતોમાં નાગરિકોને અપાતી પપ જેટલી સેવાઓમાં સરકારે વધુ 3ર1 જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાનું શરૂ કર્યુ છે.

તેમણે ઉમેર્યુ કે, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત તમે સૌ નાનામાં નાની સમસ્યા અને તેના સમાધાન માટે પૂરતી જાણકારી ધરાવતા જ હો છો ત્યારે મારૂં છે અને મારે કરવાનું છેના કર્મયોગ ભાવથી લોકસમસ્યા નિવારવી જોઇએ.

એટલું જ નહિ, અરજદાર કે રજૂઆત કર્તાને ઓછામાં ઓછું પેપર વર્ક કરવું પડે, તેની સાથે સૌહાદપૂર્ણ વર્તન વ્યવહારથી તેને સંતોષ થાય તેવી પ્રો-એક્ટિવનેસ પણ જિલ્લાના પંચાયતી વડા અને ટિમ પાસે અપેક્ષિત છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વિકાસ કામો માટે નાણાંની ઊણપ કે ખોટ રહે નહિ તેવું સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન સરકારે કરેલું છે.

આ નાણાં-ગ્રાન્ટનો પૂરેપૂરો સદુપયોગ લોકહિત વિકાસ કામો માટે થાય તે જોવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસીત ભારતની નેમ સાકાર કરવામાં વિકસીત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા પણ અપિલ કરી હતી.

મુખ્યમંત્રી એ પંચાયત વિભાગે પ્રજાહિતના કામોની જે ગતિ ઉપાડી છે અને યોજનાઓ પૂર્ણતા તરફ લઇ ગયા છે તે માટે પણ સૌને બિરદાવ્યા હતા. તેમણે જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ, જળસંચયથી જળ સુરક્ષાના કામો તેમજ બેઝિક નીડના કામો અંગે બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું.

મુખ્ય સચિવ પંકજકુમારે સ્ટ્રેટેજિક થીંકીંગથી મોટાં લક્ષ્યાંકો સાથે વિકાસ કામોનું આયોજન, વિકાસના કોઇ પણ કામમાં રાષ્ટ્રની યુનિટી અને ઇન્ટીગ્રીટી ધ્યાને લેવા તાકિદ કરી હતી.

પંચાયત વ્યવસ્થાનું નેટવર્ક વિકાસ કામો અને જનહિત કાર્યોનું જન આંદોલન બને તે માટે ટિમનું નેતૃત્વ જિલ્લા વિકાસ અધિકારીઓ કરે તેવો અનુરોધ મુખ્ય સચિવશ્રીએ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.