Abtak Media Google News

જેમ જેમ મંગળ વિશે માહિતી આવવાનું શરૂ થયું છે, તેમ તેમ લોકોની રુચિ વધતી જાય છે. વૈજ્ઞાનિકો આ લાલ ગ્રહ પર જીવનની શક્યતાઓ શોધી રહ્યાં છે. દરમિયાન, મલ્ટિનેશનલ આર્કિટેક્ચર ફર્મ એબિબુ સ્ટુડિયોએ મંગળ પર એક શહેર બનાવવાની યોજના સાર્વજનિક કરી છે.

Advertisement

મંગલ ગ્રહના ટેંપ મેંસા વિસ્તારમાં વસવાટ માટેના પાંચ શહેરોમાંથી એક હશે. નુવા નામનું શહેર લાલ ગ્રહની રાજધાની હશે. ત્યાં ઉભેલી ચટ્ટાનોની બાજુમાં ઉભું(horizontal)નહીં પણ આડુ(Vertical)વસાવવામાં આવશે, જેથી વાતાવરણના દબાણ અને રેડિયેશનને બિનઅસરકારક કરી શકાય. જો એવી રીતેના કરવામાં આવ્યુ તો રેડિયેશનથી લોકોનો જીવ પણ ગુમાવી શકે છે. આ શહેરમાં દોઢ લાખ લોકોની રેહવાની વ્યવસ્થા હશે.

ત્યાં ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે

મંગળની સપાટી પર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, એબિબુની તેમનો ઉપયોગ કરીને સ્ટીલ બનાવવાની યોજના કરી છે. આટલું જ નહીં, ગ્રહ પરની સમગ્ર રચનાના વિકાસમાં ગ્રહ પર ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ થશે. પૃથ્વીની જેમ, અહીં પણ ઘરો, ઓફિસ અને લીલા વિસ્તારો હશે. મંગળ પર સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા એબિબુના સ્થાપક અલ્ફ્રેડો મ્યુઓઝ કહે છે, “અમે ઘણાં કમ્પ્યુટર-આધારિત વિશ્લેષણ કર્યા છે અને વૈજ્ઞાનિકો સાથે આગળ શું સમસ્યાઓ ઉભી થાય છે. તે સમજવા માટે કામ કરી રહ્યા છીએ.કેમ કે, આ પ્રોજેક્ટ પર કામ વર્ષ 2054 માં શરૂ થશે અને વર્ષ 2100 પહેલા ત્યાં વસ્તી વસવાટની સંભાવના નથી.

પર્વતોને કાપી મકાનો બનાવામાં આવશે

નુવા ચીનની પૌરાણિક દેવી છે, જેને માનવોની રક્ષક માનવામાં આવે છે. આ શહેર તેના નામે સ્થાયી થશે. મોટાભાગના બાંધકામો ઉભી પર્વતોની અંદર કરવામાં આવશે, પરંતુ કેટલીક ઇમારતો નાના પર્વતોને કાપીને બનાવવામાં આવશે.

પાર્ક બનાવવામાં આવશે

યોજનામાં ગ્રીન ડોમ વિકસાવવાની દરખાસ્ત છે. શહેરમાં રહેતા લોકો તેનો પાર્ક તરીકે ઉપયોગ કરશે અને ત્યાં શાકભાજી વગેરે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે.

ખાવા માટે ખેતી કરવી પડશે, મનોરંજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે

લોકોને ખાવા માટે મંગળ પર પણ ખેતી કરવી પડશે. એવો અંદાજ છે કે કૃષિ દ્વારા,અડધી વસ્તીને પૂરું પડે એટલું અનાજનું ઉત્પાદન કરી શકશે. આ સિવાય, માઇક્રો-શેવાળનો ઉપયોગ ખોરાકના ઘટકો તરીકે પણ કરવામાં આવશે. પૃથ્વીની જેમ, લોકોના મનોરંજન માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આમાં રમતથી માંડીને કલા અને હસ્તકલા સુધીની દરેક બાબતો શામેલ છે.

2.17 કરોડ રૂપિયા એક વ્યક્તિનું ભાડુ હશે

લોકોને પૃથ્વીથી મંગળ તરફ ખસેડવું એક જટિલ કાર્ય હશે, પરંતુ તે અશક્ય નહીં હોય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકોને પૃથ્વીથી મંગળ પર લઈ જવા માટે દર 26 મહિના પછી શટલ સેવા ચલાવવામાં આવશે. જોકે, તેનું ભાડુ સામાન્ય લોકોને પરવડે એવું નહીં હોય. વ્યક્તિ દીઠ તેનું ભાડું ત્રણ લાખ ડોલર એટલે કે આશરે 2.17 કરોડ રૂપિયા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.