Abtak Media Google News

ડ્રોનની માફક દેખાતુ મીની હેલિકોપ્ટર મંગળ ગ્રહ પરના ખડક, માટીના નમુનાઓ એકત્ર કરશે

ગત વર્ષે નાસાએ માર્સ રોવરની સાથે ઈન્જીન્યુટી હેલીકોપ્ટર મંગળ પર રવાના કર્યું હતુ

મંગળ પર પ્રથમ વખત હેલિકોપ્ટરનું ‘મંગલ’ લેન્ડિગ ઈતિહાસ રચશે

‘નીલા’ ગ્રહ તરીકે જાણીતા પૃથ્વી સિવાયના સૌરમંડળના અન્ય ગ્રહો પર જીવન શકય છે કે કેમ?? તે ઉપર ખગોળશાસ્ત્રીઓનાં સંશોધનો ઉત્સાહભેર અવિરતપણે ચાલુ છે. જેના ભાગરૂપે ૧૦ દિવસમાં પ્રથમ વખત ત્રણ દેશોનાં અવકાશયાનો ‘લાલગ્રહ’ પર ત્રાટકવાનાં હતા જેમાંથી હવે, અમેરિકી સ્પેશ એજન્સી નાસાનું અવકાશયાન બાકી છે. જે આવતીકાલે મંગળપર લેન્ડીંગ કરશે.નાસાનું માર્સ રોવર કે જેની સાથે એક ડ્રોનની જેમ દેખાતું હેલીકોપ્ટર મોકલાયું છે. અને મીની હેલીકોપ્ટર નામ આપવામાં આવ્યું છે. પરંતુ આવતીકાલે ‘લાલગ્રહ’ પર નાસાનું હેલિકોપ્ટર ‘મંગલ’ કરી શકશે કે કેમ?? તે ઉપર વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહની સાથે ભય પણ છે.દુનિયાના ખગોળીય ઈતિહાસમાં પ્રથમ વખત મંગળ ગ્રહ પર કોઈ હેલિકોપ્ટર ઉતરાણ કરવા જઈ રહ્યું છે. ગત વર્ષેનાસાએ પોતાના રોવરની સાથે એક નાનુ એન્જીન્યુરી હેલિકોપ્ટર મંગળ ગ્રહ માટે મોકલ્યું હતુ જેનું અવતરણ આવતીકાલે થવાનું છે પરંતુ મંગળગ્રહની ભુગોળીય સ્થિતિને અનુરૂપ અહી ઉતરાણ કરવું ખુબ મુશ્કેલ છે. આ હેલીકોપ્ટરની સામે ઘણા પડકારો છે. સૌથી મોટો પડકાર દુર્લભ વાતાવરણ છે જે પૃથ્વીના ઘનત્વનામાત્ર ૧ ટકા જ છેષ.નાસાના આ મીની હેલીકોપ્ટરનું વજન ૧.૮ કિલોગ્રામ છે. તેના પાંખીયાઓ પાંચ ગણા વધુ ઝડપથી ફરીશકે છે. ઉતરાણ માટે તેને ચાર પાયા છે. ઈન્જીન્યુટીમાં બે કેમેરા, કોમ્પ્યુટર અને નેવિગેશન સેન્સર લગાવાયા છે.બેટરીને ચાર્જ કરવા તેમાં સૌર સેલ પણ મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ ઉર્જાનો ઉપયોગ રાત્રે તેને ગરમ રાખવા માટે થશે કારણ કે અહી મંગળગ્રહ પર માઈનસ ૭૦ ડીગ્રી સેલ્સીયસ સુધી તાપમાનનો પારો નીચે ગગડી જાય છે. આ વાતાવરણની વચ્ચે ‘લાલગ્રહ’ પર ઉતરી ત્યાંના ખડક, માટીના નમુના એકત્ર કરવા કોઈ પડકારથી કમ નથી જો આવતીકાલે નાસાના આ હેલીકોપ્ટરનું ઉતરાણ સફળ રીતે થઈ ગયું તો નાસાના નામ વધુ એક ઈતિહાસ રચાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.