Abtak Media Google News

ગેઈમ ઝોન, સાયન્સ ઝોન, કીડસ ઝોન સહિતના પ્રોજેકટોથી વિદ્યાર્થીઓનું કૌશલ્ય ખિલ્યું

શહેરની અક્ષરજ્ઞાન મંદિર શાળા ખાતે તા.૨જી ફેબ્રુઆરીના રોજ ડ્રીમ ફનફેર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુંં હતુ આ ફનફેરમાં શાળાના એલ.કે.જી.થી ધોરણ નવના વિદ્યાથર્ીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધ ગેઈમ ઝોન, સાયન્સ ઝોન, કીડસ ઝોનનું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ.આ ઈવેન્ટનો જોવા બહોળી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને બાળકોએ તૈયાર કરેલ કૃતીની પ્રશંસા કરી હતી.Vlcsnap 2019 02 05 08H40M40S118

અબતક સાથેની વાતચીત દરમિયાન ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિના બગડાએ જણાવ્યું હતુ કે હું અક્ષરજ્ઞાન મંદિરમાં અભ્યાસ ક‚ છું અમારી સ્કુલમાં ડ્રિમફન ફેર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાયન્સ મોડલ, કિડસ ઝોન, ગેઈન ઝોન છે જેમાં અમને અમારા શિક્ષકો દ્વારા અમને ખૂબજ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ ફનફેરથી અમને ઘણું બધુ શિખવા મળે છે.

બાળકોનું સ્કીલ ડેવલોપમેન્ટ જ ફનફેરનો હેતુ: પરેશભાઈ મહેતા

Vlcsnap 2019 02 05 08H39M42S53

અબતક સાથેની વાતચીત દરમિયાન અક્ષરજ્ઞાન મંદિરના ટ્રસ્ટી પરેશભાઈ મહેતાએ જણાવ્યું હતુકે, અમે તા.૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ડ્રીમ ફન ફેર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પઝલ્સ, સાયન્સ, સોશિયલ પોલિટીકલ જેવા વિવિધ પ્રકારનાં પ્રયોગો રાખવામાં આવેલા છે. અમારી સ્કુલના એલ.કે.જી.થી ધોરણ ૯ના બધા જ બાળકોએ ભાગ લીધો છે. આ ફનફેર કરવાનો મુખ્ય ઉદેશ બાળકોમાં રહેલી આંતરીક શકિત, સ્કીલનો ખ્યાલ આવેલ અને તેમને વિવિધ વિષયનું જ્ઞાન મળે તે માટેનો છે. અમારા બાળકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ફનફેરને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો: સિમાબેન વ્યાસ

Vlcsnap 2019 02 05 08H39M33S221

અબતક સાથેની વાતચીત દરમિયાન અક્ષરજ્ઞાન મંદિરના પ્રિન્સીપાલ સિમાબેન વ્યાસએ જણાવ્યું કે અમારી સ્કુલમાં ડ્રિમફન ફેર ૨૦૧૯નું આયોજન થયું છે. જેમાં અમારી શાળાના એલ.કે.જી.થી ધો.૯ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં વિવિધ સાયન્સ સોશિયલ સાયન્સ, કોમ્પ્યુટર ઝોન, ગરવી ગુજરાતનો નકશો, કિડસ ઝોન, ગેઈમ ઝોન વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અમારા ફનફેરને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.