Abtak Media Google News

બજેટમાં એર્ફોડેબલ હાઉસીંગને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજ્જો આપ્યા બાદ હવે ઘરના ઘરની મહત્વાકાંક્ષી યોજના માટે સરકારનું મહત્વનું પગલું

દેશમાં લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે મોદી સરકાર અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર કામ કરી રહી છે. દેશમાં મકાનો સસ્તા કરવા પણ સરકારે પ્રોત્સાહનો આપ્યા છે. રીયલ એસ્ટેટ ડેવલોપર્સને વિશ્ર્વાસમાં લીધા છે. હવે સરકાર એર્ફોડેબલ હાઉસીંગમાં સર્વિસ ટેકસ અને સ્ટેમ્પ ડયૂટી માફ કરવાની તૈયારી પણ બતાવી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુએ રાજય સરકારોને એર્ફોડેબલ હાઉસને સ્ટેમ્પ ડયુટીમાંથી મુક્તિ આપવા જણાવ્યું છે. સ્ટેમ્પ ડયુટી રાજય સરકારના હસ્તક હોવાથી રાજય સરકાર જ સ્ટેમ્પ ડયૂટી વધારવા-ઘટાડવા અંગેના પગલા લઈ શકે છે. સરકારે જીએસટીમાં ફેરફાર દ્વારા સર્વિસ ટેકસ ઘટાડવાનો નિર્દેશ પર આપ્યો હોવાનું જાણવા મળે છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટી કરમાંથી કેટલીક છુટછાટ આપવાની તૈયારી પણ સરકારની છે. હાલ પ્રોપર્ટી સેલીંગ પ્રાઈઝ ઉપર ૫.૩૫ ટકા જેટલો સર્વિસ ટેકસ હોય છે. સરકાર એર્ફોડેબલ હાઉસીંગ પરી સર્વિસ ટેકસ હટાવવા માંગે છે. આ મામલે નાણા મંત્રાલય સો ચર્ચા ચાલી રહી છે. સર્વિસ ટેકસ અને સ્ટેમ્પ ડયુટી નાબુદ વાથી મકાનો સસ્તા થશે. એર્ફોડેબલ હાઉસ માટે સરકાર રીઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ રાહતો આપશે. મોદી સરકારે લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા અગાઉ પણ અનેક પ્રોત્સાહનો આપવાની તૈયારી બતાવી હતી. સરકારે એર્ફોડેબલ હાઉસીંગને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજ્જો પણ આપી દીધો છે. ત્યારબાદ હવે બન્ને પ્રકારના કર હટાવવાથી મકાનોના ભાવમાં લોકોને રાહત થશે. હાલ કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે આ મામલે વાટાઘાટો ચાલી રહી છે. જો બન્ને પક્ષે સહકાર સંધાશે તો ટ્રાન્જેકશન વેલ્યુ પરની ૪ થી ૮ ટકા સ્ટેમ્પ ડયુટી નાબુદ થઈ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.