Abtak Media Google News

 સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા નૂ પાલ ગ્રામ પંચાયત નૂ આમૌદ્રા ગામ જ્યા લોકો પીવાના માટે પાણી તેમજ બીજા લાભો મા વલખાં મારતી ગરીબ પ્રજા.

ગુજરાત જે પ્રમાણે હાલમાં વિકાસની વાતોમાં અને કામોમાં અગ્રેસર છે પણ જેમ ગામ થી શહેર વિકાસ થાય છે પણ કંઈક અલગ સાબરકાંઠાનું વિજયનગર તાલુકાનું પાલ ગ્રામ પંચાયત નું ગામ આમોદરા ગામ જ્યા જોતા લાગે કે કુદરત અહીં ખોબલે ખોબલે કુદરતી સૌંદર્ય આપ્યું છે જયાં રાજસ્થાન સરહદ પાસે આ વિજયનગર તાલુકાનું ગામ આમોદરા જ્યા નદીના પટ પર આવેલું જ્યા ગુજરાત ના સીએમ આ જગ્યા પર વિરાજલી વન નું લોકાર્પણ અને અનેક યોજનાઓ સમર્પિત કરી તેજ જગ્યાની અડધો કિલોમીટર જ્યા પાકો રોડ ડેવલોપમેન્ટ માટે પબ્લિક માટે મુકેલ છે પણ જ્યા નજીક ગામ જ્યા ગામના લોકો માટે વ્યવસ્થાના નામે મીંડું.

આમોદરા ગામ જ્યા રોડની વ્યવસ્થા ના નામે કોઈ પણ કામ કે  યોજના દેખાઈ નથી જે આદિવાસી ગરીબ વિસ્તાર જે લોકો પહાડી પર રહે છે તે લોકો માટે આ શ્રાપિત હોય તેવું સાબિત થતુ દેખાઈ રહ્યું છે અહીં લોકોને અવરજવર માટે જે રોડની વ્યવસ્થા જ્યા ઇમરજન્સી માટે કે બીજી સગવડ માટે અહીં કઈ નથી  દેખાતું.
સૌથી મોટી સમસ્યા જ્યા પાણી જે જે જીવન જરૂરિયાત છે કે જે જીવન નિર્વાહ કરવા માટે એક જરૂરી સ્તોત્ર છે પણ આ ગામ લોમો માટે એ અહીં કોઈ પણ વ્યવસ્થા બથી માત્ર કાગરો પર દેખાય છે જે અહીં લોકોને પીવા માટે કે વાપરવા માટે પાણી ની સમશ્યા અત્યાર સુધી કોઈ આ ઉકેલ કરવામાં નથી આવ્યો અહીં પાણી ના નળ જે પ્રમાણે યોજના મા મુકેલ છે પણ વ્યવસ્થા ના નામે પાણી નહીં પણ ખાલી બંધ તૂટેલા નળ ની લાઈન છે અને જ્યા પાણી ના સ્તોત્ર તો અહીં ઉપર છે પણ વ્યવસ્થા ઘર ઘર સુધી પહુચળવાની વ્યવસ્થા માત્ર કાગળો પર છે સુ આ લોકો ડુંગર ની તળેટી પર રહેવું કે ગરીબ હોવું ગુનો છે અત્યાર સુધી આ લોકોને ગ્રામ યોજનાનો લાભ નથી મળતો આ લોકો ને જીવન નિર્વાહન કરવા માટે પાણી જે ખેતી માટે નદી જે એક સ્તોત્ર છે પણ તે માત્ર 6 કે 7 મહિના નો ઉપયોગ કરવો પડે છે પછી માત્ર આજુબાજુના જેની પાસે કુવા મા થી ભાડેથી લઈ જમીન ને ઉપયોગી પાણી ખેતી નિર્વાહન કરવું પડે છે. અહીં ખેતી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કઈ પણ જોવા નથી મળતી.
આ ગ્રામજનો નો સૌથી મોટી સમસ્યા પીવા માટે અને વાપરવા માટે તેમજ પાલતુ જાનવરો કે જે જીવન ઉપયોગી જેવા કે ગાય, ભેંસ, બકરા અને ગોડો આ બધા માટે પાણી ની વ્યવસ્થા અગી જોવા મળતી નથી અહીં માત્ર પેઢી થી ચલી આવતી જે રાજસ્થાન સરહદ પર આ લોકોની સમસ્યા હજી કોઈના કાને પડી નથી પીવા માટે જે પાણી નળ છે પણ પાણી વર્ષોથી આવતું નથી અને જ્યા કૂવામાં પાણી છે જયાં 1 કે 2 કિલોમીટર સુધી બેડા લઈને લાવવું પડે છે અને ઘર પરિવાર અને ઢોર ઢાખર ને વ્યવસ્થા તો ખરીજ પણ જો ગરમા બીમારી આવે તો સુ હાલત કોણ કરશે પાણી ની વ્યવસ્થા? જો પ્રસંગ મા અહીં ટેન્કર ની પણ આવી શકે તેવી કોઈ યોજનાઓ નથી.
શુ આ છે સરકારની યોજનાઓ?
અહીં ટેક્સ તો ભરાય છે પણ પંચાયત અને નેતા વાયદાઓ આપ્યા પછી પોતાની મસ્તી મદમસ્ત આ પ્રજાનું સાંભરશે કોણ?
જાનવર મરી જાય તો જવાબદારી કોની? હજી તો ગરમી ની શરૂઆત છે તો આગળ શું હાલ?
જે પ્રમાણે રોડ વ્યવસ્થા છે તો ચોમાસા મા સુ હાલ?
ગુજરાત ની રોડ વ્યવસ્થા ની આવી હાલત?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.