Abtak Media Google News

જવાહરલાલ નેહરુ બંદર પર પહોંચેલા ક્ધટેનરમાંથી 20 ટનથી વધુ લિકરિસ-કોટેડ હેરોઈન મળી આવ્યું : તપાસનો ધમધમાટ

ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલ ઝુંબેશમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે.  મુંબઈના જવાહરલાલ નેહરુ બંદર પર પહોંચેલા ક્ધટેનરમાંથી 20 ટનથી વધુ લિકરિસ-કોટેડ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.  મુંબઈમાં આ અત્યાર સુધીની સૌથી મોટી હેરોઈન જપ્તી હોવાનું કહેવાય છે.  તેની કિંમત અંદાજે 1700 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.  આ મામલામાં મુંબઈ અને એનસીબીની ઘણી ટીમો તપાસમાં લાગેલી છે.  આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં, પોલીસ દ્વારા હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ક્ધટેનર એક જહાજમાં લોડ કરવામાં આવ્યું હતું, જે તાજેતરમાં બંદર પર પહોંચ્યું હતું.  તપાસ દરમિયાન ક્ધટેનરમાંથી 22 ટન હેરોઈન મળી આવ્યું હતું.  આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1725 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

આ બંદર ઉપરથી અગાઉ અનેક વખત ઝડપાયું છે ડ્રગ્સ

ગત જુલાઈ મહિનામાં નહાવા શેવા બંદરે જ એક ક્ધટેનરમાંથી લગભગ 73 કિલો હેરોઈનનો જંગી ક્ધસાઈનમેન્ટ ઝડપાયો હતો.  જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 365 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.  પંજાબ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ રિકવરી કરવામાં આવી હતી.  તે જ સમયે, જુલાઈ 2021 માં આ પોર્ટ પરથી 300 કિલો હેરોઈન ઝડપાયું હતું.  આ રિકવરી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવી હતી.  આ ઉપરાંત અહીંથી ઘણી વખત ડ્રગ્સ પણ મળી આવ્યું છે.  અહીં મોટાભાગનું હેરોઈન અફઘાનિસ્તાનથી મોકલવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.