Abtak Media Google News

જીએસટીનો કાયદો લાગુ થાય તો નોટબંધી જેવી અસર થવાની ભીતિ

૧લી જુલાઈી એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા માટે પુરેપુરી દોડધામ કરવામાં આવી રહી છે અને મારીમચોડીને આ કાયદો લાગુ કરી દેવા માટે દોડધામ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. જો સરકાર આવી રીતે ઉતાવળે કાયદો લાગુ કરવા માટે પ્રયાસો કરશે તો દેશમાં જીએસટીના કારણે નોટબંધી જેવી અસર થવાની સંભાવના છે. કારણ કે જીએસટીમાં હજુ સુધી ઘણી ખામીઓ અને પ્રશ્ર્નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં લોકો પણ જીએસટી બાબતે તૈયાર ની. ત્યારે જો ફરજીયાતપણે જીએસટી લાગુ શે તો તેની બજાર ઉપર માઠી અસર થશે. જીએસટી લાગુ થવા પહેલા વેપારીઓ સ્ટોકને ઓછો કરવા દોડધામ કરી રહ્યાં હોવાથી  દવાઓની પણ અછત સર્જાવાની ભીતિ છે. કારણ કે, જીએસટી લાગુ થવાથી  દવાઓ બાબતે પણ નવા નિયમોની અમલવારી થશે. તેના કારણે નુકશાન સહન કરવું પડે તેવી શકયતા હોવાથી અગાઉ જ સ્ટોક ખાલી કરવા કવાયત હા ધરી છે.

આવતીકાલી મોટાભાગના કેમીસ્ટો ઈન્વેન્ટરીમાં ઓછામાં ઓછો જથ્થો જાળવવા માટેના પ્રયાસો કરશે. આ ઉપરાંત ૨૦મી જૂન બાદ આ પધ્ધતિના કારણે દવાઓની અછત સર્જાશે અને જીએસટી લાગુ યા બાદ જ કેમીસ્ટો ઈન્વેન્ટરીને ફરીથી સામાન્ય કરવા માટે નિર્ણય લેશે તેમ કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ જીએસટીના કાયદાઓમાં પણ હજુ ઘણી મુંજવણો અને ખામીઓ છે જેની અસર કાયદાની અમલવારી બાદ જોવા મળશે. ઈ-વે બીલ બાબતે પણ છેલ્લા લાંબા સમયી પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે પરંતુ આ પ્રશ્ર્નો બાબતે શું પગલા ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.

કાઉન્સીલની બેઠકો બાદ પણ ઘણી ખામીઓ જોવા મળી રહી છે. જો કે, એક વખત જીએસટી લાગુ યા બાદ વધુ પ્રશ્ર્નો બહાર આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જીએસટીના સ્લેબી લઈને જીએસની વેબસાઈટ વગેરે બાબતે પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. ત્યારે જીએસટી લાગુ યા બાદ વધુ મુશ્કેલીઓ સર્જાય તેવી શકયતા દેખાઈ રહી છે. જીએસટીનો કાયદો યોગ્ય અને સારો છે તે સ્પષ્ટ વાત છે પણ મારી મચોડીને જીએસટીની અમલવારી કરવામાં આવે તો તેની શરૂઆતમાં માઠી અસર પણ અનુભવવી પડે તેમ છે. આ પરિસ્થિતિ નિવારવા માટે પ્રથમ સરકારે સંપૂર્ણ વર્ગીકરણ કરવું જોઈએ. લોકોના સુચનો પણ જાણવા જોઈએ. ત્યારબાદ જ કાયદાની અમલવારીની દિશામાં આગળ વધી શકાય.

જીએસટીના દર બાબતે પણ વિવિધ વેપારી એસોસિએશનમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તેમજ જીએસટી લાગુ થાય તે પહેલા ઇન્વેન્ટરી અને વેરાની બાબતે વેપારીઓમાં દોડધામ મચી છે. હજુ પણ જીએસટીના માળખા બાબતે લોકોમાં યોગ્ય માહિતી ન હોવાથી જીએસટી લાગુ થયા બાદ પ્રશ્ર્નો સર્જાય શકે છે અને આવા પ્રશ્ર્નોના પરિણામે કોઇપણ ભોગે વેપારીઓને જ મુશ્કેલી સહન કરવાનો વારો આવશે ત્યારે જીએસટી અંગે પ્રથમ જીણામાં જીણી બાબતોની અસરો ધ્યાને લઇ ત્યારબાદ જ અમલવારીની દિશામાં આગળ વધવું જોઇએ.

  જીએસટીના વિરોધમાં કાલે સૌરાષ્ટ્ર બંધ

કાપડ ઉપર જીએસટીના દરને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલ ઈન્ડિયા કાપડ એસો. તરફી કાપડના નાના-મોટા વેપારીઓને બંધમાં જોડાવવા અને જીએસટીના દરનો વિરોધમાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલી સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. કાપડ ઉપર જીએસટી અંગે વિરોધમાં અમદાવાદ મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જેતપુરમાં પણ મીટીંગ યોજીને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં જેતપુર કલો મર્ચન્ટ એસો., સાડી એસો., રેડીમેઈન્ટ-ગાર્મેન્ટ એસો., તા અન્ય સંગઠનો પણ જીએસટીનો વિરોધ કરવા માટે એક શે. તમામ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે, કાપડ પર કોઈ ટેકસ હતો નહીં તેવી જ રીતે જીએસટી પણ ૦ ટકા જ હોવો જોઈએ. ત્યારે આ બાબતે રજૂઆત વધુ ઉગ્ર બને તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે, જીએસટી બાબતે લોકોમાં હજુ ઘણા અસંતોષ છે. અને જીએસટી લાગુ યા બાદ આ અસંતોષ બહાર આવે તેવી ભીતિ છે ત્યારે સૌરાષ્ટ્રમાં કાપડ ઉપર જીએસટીનો ધીમે ધીમે વિરોધ ઉઠી રહ્યો છે. આવતીકાલી સૌરાષ્ટ્રમાં બંધનું પણ પાલન કરવામાં આવશે ત્યારે સરકાર આ બાબતે શું નિર્ણયો કરે છે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.