ભારે વરસાદની આગાહી પગલે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા તંત્રની સુચના

ઉત્તર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના બંદરો પર એલર્ટ: જાફરાબાદમાં આર્મીએ કરી મુલાકાત

ગત દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈ એન.ડી.આર.એફની ટીમ અને આર્મીની ટીમ સક્રિય છે. વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.21 જુલાઈ, 2022 સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવતા તમામ બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના પગલે આજરોજ વરસાદની સ્થિતને લઈ અમરેલીના જાફરાબાદ ખાતે આર્મીની ટીમે મુલાકાત પણ કરી હતી. હવામાન વિભાગની સૂચના મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવતા તમામ બંદરો પર એલર્ટ સાથે માછીમારોને દરિયો ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની માછીમારોને દરિયો ખેડવાની સૂચના  ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોની વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય છે.