Abtak Media Google News

પુરૂષોને અવારનવાર ખજૂરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તમે આવુ દૂધ પીતા પણ હશો પરંતુ તેના ફાયદાથી તમે ચોક્કસ અજાણ હશો. આ ડ્રિન્કને કંઈ અમસ્તુ પાવરડ્રિંક નથી કહેવાતુ. તો જાણો ખજૂરવાળુ દૂધ પીવાથી કેટલા બધા ફાયદા થાય છે.

બ્લડ સરક્યુલેશન=આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં આયર્ન અને મિનરલ્સ હોય છે જેને કારણે બ્લડ સરક્યુલેશન સારુ રહે છે

તાકાત વધારે=આ દૂધના નિયમિત સેવનથી પુરુષોની તાકાત વધે છે અને સાથેસાથે તેમના સ્ટેમિનામાં પણ વધારો થાય છે.

ચહેરા પર ચમક=તમે નહિં જાણતા હોવ પણ નિયમિત ખજૂરનુ દૂધ પીવાથી તમારા ચહેરાની ત્વચા પણ નીખરી જાય છે. આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ હોય છે.

ભરપૂર એનર્જી=તેમાં શુગર અને પ્રોટીન સારી માત્રામાં હોવાને કારણે આ દૂધ પીવાથી આખો દિવસ તમારા શરીરમાં ભરપૂર એનર્જી રહે છે.

કેવી રીતે બનાવવુ?=આ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા ખજૂરના બી કાઢીને ખજૂરને પીસી લો. મધ્યમ તાપ પર દૂધ ગરમ કરવા મૂકો. પહેલો ઊભરો આવે એટલે જ ખજૂર અને ઘી નાંખી બરાબર મિક્સ કરો અને પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારુ પૌષ્ટિક ખજૂરવાળુ દૂધ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.