Abtak Media Google News

 

Advertisement

સ્ત્રી અને પુરુષ બંને સમાન છે કે,નહીં આ મુદ્દા પર આપણે ઘણી બધી ડિબેટ અથવા તો ચર્ચાઓ સાંભળી હશે. દરેક દેશમાં આ મુદ્દા પર ચર્ચા થતી જ હશે. દેશમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓને પુરુષ સમોવડી માનવમાં આવતી નથી. પરંતુ નેપાળમાં વિમેન્સ ડેના દિવસે એક એવી ઘટના બની જેને જોઈને કહી શકાય કે મહિલાઓ પુરુષની સમકક્ષ જ છે. આપણે સૌએ આયુષમાન ખુરાનાનું દમ લગા કે હઇશા ફિલ્મ જોઈ જ હશે તેમાં આયુષમાન પોતાની પત્નીને ઉપાડીને રેસમાં ભાગે છે. આવી જ કઈક ઘટના નેપાળમાં બની છે.

Screenshot 2 14

નેપાળમાં વિમેન્સ-ડેના દિવસે મહિલાઓ માટે એક રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્નીઓએ પોતાના પતિને પીઠ દોડવાનું હતું. આ અનોખી રેસમાં નેપાળની મહિલાઓ તેમના પતિની પીઠ પર દોડતી જોવા મળી હતી.

Screenshot 3 8

શાળામાં સમાનતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે રેસ યોજવામાં આવી હતી. આ 100-મીટર મેરેથોનમાં વિવિધ ઉંમરના 16 યુગલોએ ભાગ લીધો હતો. એક મહિલાએ કહ્યું કે,”હું અહીં ખૂબ સાહસ અને નિષ્ઠા સાથે આવી છું.” હું જીતી ન શક્યો હોવા છતાં, મને આનંદ છે કે હું રેસનો તેનો એક ભાગ હતી. આ મારા માટે અને દરેક મહિલાઓ માટે અગ્રતા અને આદરની બાબત છે.’

આ રેસ નેપાળની રાજધાની કાઠમંડુથી 150 કિમી દૂર યોજાઇ હતી. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેણે તેમાં ભાગ લીધો હતો. તેમને પ્રમાણપત્ર પણ અપાયા હતા. તેમની ભાગીદારીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. દુર્ગા બહાદુર થાપા આ રેસના આયોજક હતા, તેમણે કહ્યું કે આ અનોખી રમતનો હેતુએ બતાવવાનો છે કે મહિલાઓ પુરુષોની બરાબર છે.

Screenshot 4 4

આ રમતમાં મહિલાઓને પુરુષો કરતા તેમની શારીરિક શક્તિ પ્રદર્શિત કરવાની તક મળી. તે કહે છે, “પહેલા મહિલાઓ વિશે એક જ વિચાર એ હતો કે,તેઓએ તેમના પતિના ઘરે જવું અને ઘરના કામકાજ કરવું. પણ હવે યુગ બદલાઈ રહ્યો છે. મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ કોઈ પણ બાબતમાં પુરુષની પાછળ નથી. આ ઇવેન્ટ દ્વારા અન્ય લોકોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, મહિલાઓ પણ સક્ષમ છે અને કોઈ પણ રીતે પુરુષો કરતાં કમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.