Abtak Media Google News
  • ભાડાના ગોડાઉનમાંથી 8160 બોટલ દારૂ, ત્રણ વાહનો અને મોબાઇલ મળી રૂા.34.50 લાખનો મુદ્ામાલ કબ્જે
  • દારૂ મંગાવનાર ભાવનગરના બે બુટલેગર ફરાર: રાજસ્થાની બે સહિત ત્રણ શખ્સોની ધરપકડ

લોધીકા તાલુકાના પાટડી ગામે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગોડાઉનમાં વિદેશીદારૂના કટીંગ વેળાએ એલ.સી.બી.એ દરોડો પાડી રૂા.24.48 લાખની કિંમતનો 8160 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની બે સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી ત્રણ વાહનો, દારૂ અને વાહનો મળી રૂા.34.50 લાખનો મુદ્ામાલ કબ્જે કરી નાશી છૂટેલા ભાવનગરના બે બુટલેગરની શોધખોળ હાથધરી છે.

Advertisement

Screenshot 1 13

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામી દેવા રેન્જ આઇ.જી. સંદીપસિંઘ અને એસ.પી. જયપાલસિંહ રાઠૌડએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથધર્યું હતું. ભાવનગરનો ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂન કાલવા અને પરેશ હિંમત પટેલ નામના બન્ને બુટલેગરો શાપર-વેરાવળ નજીક પાટડી ગામે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભાડે ગોડાઉન રાખી વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રૂ.24.48 લાખની કિંમતનો 8160 બોટલ વિદેશીદારૂ સાથે ભાવનગરનો પ્રશાંત કિશોર પંડ્યા, રાજસ્થાનનો મુકેશ વિઠ્ઠલ વડેરા અને એલમ નારણ વડેરાની ધરપકડ કરી દારૂ, ત્રણ વાહન અને બે મોબાઇલ મળી રૂા.34.50 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂના દરોડા દરમિયાન ભાવનગરના બુટલેગર ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂન કાલવા અને પરેશ હિંમત પટેલ સહિત બંને શખ્સો નાશી છૂટતા તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.