Abtak Media Google News

મદદગારોની પણ ધરપકડ કરાઇ: પોલીસ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની તજવીજ

દ્વારકાના રુપેણ બંદરે દોઢ વર્ષથી કોઇપણ દસ્તાવેજી આધાર પુરાવા વગર વસવાટ કરતી બર્માની મહિલાની જીલ્લા એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરી આરોપી મહીલાને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગ કરવામાં આવનાર છે. એસ.ઓ.જી. પી.આઇ. ઝાલા પીએસઆઇ ગોહીલ તથા પો.હેડ કોન્સ. દેવશીભાઇ જાડેજા, મહાવીરસિંહ ગોહીલ તથા સ્ટાફ ચુંટણી બંદોબસ્તમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી મુજબ રુપેણ બંદરમાં અલગ ભાષા બોલતી શંકાસ્પદ મહિલા હોવાનું અને માલુમ પડતા મહીલા પોલીસ કર્મી મીનાબા ચુડાસમાની મદદથી રૂપેણ બંદરના શાંતિનગરમાં રહેતી મહીલા રુકીયા નુરમિયાં અબ્દુલશરીફ સૈયદકાદરી હોવાનું જણાવેલ. જે મહીલાની વધુ ઉંડાણપુર્વક પુછપરછ કરતા મહીલા આરોપી નં. સાથે બર્માથી ફોન પર વાતચીત કરતા આરોપી, અમેહદુલ્લા ઉર્ફે સુરતી સ.ઓફ અબ્દુલ્લા રોજીઉલ્લા સૈયદકાદરી, રહે. રુપેણબંદર મુળ સરહાનપુર (યુ.પી.) આશીયાના વા.ઓ. અહેમદુલ્લા ઉર્ફે સુરતી રોજીઉલ્લા સૈયદકાદરી, રહે. રુપેણ બંદર મુળ- કવપલીન, જી. મુન્ડોન, બર્મા તથા અબ્દુલ રશીદ ઉર્ફે રશીદ સ.ઓનુરમિંયા અબ્દુલશરીફ સૈયદ કાદરી, રહે. રુપેણ બંદરવાળા એ આ મહીલાને ભારત આવવા પ્રેરણા, ઉશ્કેરણી કરેલ તથા આવવા માટે ખર્ચના રૂપિયા તથા રહેવાની વ્યવસ્થા કરી હોવાનું માલુમ પડતા અન્ય આરોપીઓની પણ ધરપડક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.