Abtak Media Google News

ગુજરાત સરકાર ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર પ્રાયોજીત ગ્રાન્ટ રૂ.૩.૨૫ કરોડના ખર્ચે ઓખા નગરપાલિકા સંચાલિત નવનિર્મીત શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષ સને સાંસદ પુનમબેન માડમના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું.

ઓખા નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત હાઈસ્કૂલની જગ્યાએ નવનિર્મિત નવી હાઈસ્કૂલની અદ્યતન સુવિધા સોની બીલ્ડીંગ બનાવવામાં આવી હતી જે રોજ સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી. જેમાં બાળકો તા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અહીં બાળકોએ વિવિધ કાર્યક્રમો આપી મહેમાનોના દિલ જીતી લીધા હતા. ઓખા મંડળના ક્રાન્તીવીરનું શોર્ટ ગીત “ના છડીયા હીયાર પર બાળકોની તલવારબાજીએ મોટા રોકડ પુરસ્કાર જીત્યા હતા. આ તકે સ્ટેજ પરી આ હાઈસ્કૂલના શિક્ષકોને સન્માનીત કરી નવા સંકુલની ચાવી એનાયત કરવામાં આવી હતી અને સંકુલ ભવનનું લોકાર્પણ રીબીન કાપી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ અને પાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણી બેચીસ પર બેસી વિર્દ્યાી બન્યા હતા અને ધારાસભ્ય પબુભા માણેક મુચ્છાળા માસ્તર બની વિર્દ્યાીઓને ભણાવ્યા હતા અને પોતાની વિર્દ્યાીકાળની યાદો તાજા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.