Abtak Media Google News

માઇનોર લક્ષણો ધરાવતા 17 કોવિડના કેસો નોંધાયા : જિલ્લામાં રોગચાળાને નાથવા સઘન કામગીરી

રાજકોટ જિલ્લામાં લોકોની આરોગ્ય સુવિધામાં કોઈ કચાસ ના રહે એ માટે રાજકોટ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભાંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલામાં લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજાગ અને કાર્યશીલ બન્યું છે.તેમણે અબતક સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 28 મોબાઈલ ટિમો દ્વારા અને 56 જેટલાં ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર રોગ સામેની ઝુંબેશ હાથ ધરાઈ છે.

આ ટિમ દ્વારા રાજકોટ જિલ્લામાં 8 હજાર જેટલા બાળકોનો સર્વે કરાયો છે આમાં 51 જેટલાં શંકાસ્પદ કેસો સામે આવ્યાં છે. આ સામે આવેલા 51 કેસોની સારવાર માટે આવા બાળકોને મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં રીફર કરાવવાની કામગીરી હાલ ચાલુ છે. છેલા બે દિવસમાં માઇનોર લક્ષણો ધરાવતા 17 કોવિડના કેસો પણ ધ્યાને આવેલ છે. લોકો કોવિડ પ્રત્યે હજુ સજાગ નથી એથી આવા કેસો વધતા જાય છે. જિલ્લામાં 200 થી 250 જેટલી જગ્યાએ પ્રિકોશન બુસ્ટર ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટિમો દ્વારા આરોગ્ય કર્મચારીઓ ગામડામાં ઘરે ઘરે જઈને કલોરીન ટેબ્લેટોનું વિતરણ કરાવી રહયાં છે. પરિણામે લોકોને આ વરસાદી વાતાવરણમાં રોગનો ભોગ બનતાં અટકાવી શકાશે. જોકે, જિલ્લામાં શરદી, ઉધરસ અને સામાન્ય તાવના કેસો થોડા વધ્યા છે. પરંતુ જીલાના આરોગ્ય કેન્દ્રની ટિમ સતર્ક બની છે.

Main 928Px

જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા 5 વર્ષથી નાના બાળકોને આશાબહેનો દ્વારા ઑઆરએસ પેકેટ અને ઝીંક ટેબ્લેટનું વિતરણ પણ શરૂ કરાયું છે. વરસાદના કારણે જ્યાં પાણી ભરાઈ છે તેવા વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ ના થાય એ માટે સોર્સ રીડક્ષન તથા એન્ટી લારવા જંતુ નાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયતો અને નગર પંચાયતો મારફતે જયાં જયાં ગંદકી કચરો થયેલ હોય તેવી જગ્યાઓ પર ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ પાણી વિતરણ વ્યવસ્થામાં પણ સક્રિય રીતે રસ લઇ જરૂરી માર્ગદર્શન આપી કાર્ય કરી રહેલા છે.આગામી સમયમાં આવનારા તમામ તહેવારોમાં આરોગ્ય તંત્ર સજાગ બની કાર્ય કરશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ગ્રામ્યો વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે રોગચાળો વકરે નહીં તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે અને આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે ફરીને આરોગ્ય વિષયક માર્ગદર્શન અને સેવાઓ આપી રહ્યા છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવા રોગોમાં પણ જરૂરી દવાઓ આપી રહ્યા છે. આને કારણે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રોગચાળો વધવાની શક્યતા નહિવત છે. આમ છતાં સિઝનલ રોગચાળો નાથવા માટે આગોતરૂં આયોજન વિચારાયું છે અને આ મુજબ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કાર્ય થઇ રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 7 હજારથી વધુ લોકોએ મેળવ્યો પ્રિકોશન ડોઝ સૌથી વધુ જેતપુર  તાલુકામાં 1,385 લોકોને બુસ્ટર ડોઝ

કોરોના મહામારી સામે સ્વદેશી વેક્સીન ખુબ જ કારગત નિવડી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશમાં વેક્સિનેશન 100 કરોડથી પણ વધુ નિ:શુલ્ક ડોઝ અપાઈ ચુક્યા છે.આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત 75 દિવસ માટે 18 વર્ષથી ઉપરના લોકોને નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ આપવાનું નિર્ધારિત કરાયાના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં કુલ 7,698 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી લોધીકામાં 370, પડધરીમાં 232, જામ કંડોરણામાં 274, કોટડા સાંગાણીમાં 507, વિંછીયા 367, ગોંડલમાં 1196, રાજકોટ તાલુકામાં 852, જસદણમાં 888, જેતપુરમાં  1,385, ધોરાજીમાં 748 તેમજ ઉપલેટા તાલુકામાં 879 લોકોને ડોઝ આપી કોરોના સામે સુરક્ષિતા પુરી પાડવામાં આવી હોવાનું જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ શાહની યાદીમાં જણાવાયું છે .

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.