Abtak Media Google News

હરીફાઈ વધે અને કોર્પોરેશનની આવકમાં પણ વધારો થાય તે માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શરૂ કરાઈ વિચારણા

કોર્પોરેશનની ટીપી બ્રાંચ દ્વારા તાજેતરમાં જમીન વેચાણ માટે જાહેર હરાજીની વર્ષો જુની પરંપરાના બદલે ઈ-ઓકશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારે સફળતા મળી છે. આગામી દિવસોમાં હોર્ડિંગ બોર્ડના કોન્ટ્રાકટ આપવા માટે ઈ-ઓકશન કરવામાં આવશે તેવા સંકેતો મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશનર આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જમીન વેચાણ માટે જે ઈ-ઓકશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં સફળતા પ્રાપ્ત થવા પામી છે. કોર્પોરેશનની આવક પણ વધારો થયો છે. હવે આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર હોર્ડિંગ બોર્ડના કોન્ટ્રાકટ આપવા માટે જે ઓફર મંગાવવામાં આવી છે તેમાં પણ ઈ-ઓકશન કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. જેનાથી તંદુરસ્ત હરીફાઈ વધશે અને કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોર્ડિંગ્સના કોન્ટ્રાકટ આપવા માટે ઈ-ટેન્ડર જ કરવામાં આવે છે જેમાં દેશભરની એજન્સીઓ ભાગ લઈ શકતી હોય છે પરંતુ એડ એજન્સીઓ વચ્ચે સિન્ડીકેટ થઈ જવાના કારણે ધાર્યા ભાવ મળતા નથી અને મહાપાલિકાને આર્થિક નુકસાની વેઠવી પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.