Abtak Media Google News

Table of Contents

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા સામાજીક અંતર રાખવુ અતિ જરૂરી હોય કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

આ લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગનાં લોકોને જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

ઉપરાંત લોકડાઉનમાં સજજડ બંધ હોવાના કારણે લોકોને અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓની અગવડતા વેઠવી પડી રહી છે. જેથી અબતક મીડીયાની ટીમે રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડોમાં ગ્રાઉન્ડ ઝીરો રીપોટીંગ કરીને લોકોને પડતી મુશ્કેલીનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં મોટાભાગના વોર્ડવાસીઓએ લોકડાઉનથી રોજગારી બંધ થઈ જવાને કારણે આર્થિક મુશ્કેલી પડી રહ્યાનું જણાવ્યું હતુ પરંતુ ભોજન, પાણી, સફાઈ આરોગ્ય, વગેર જેવી પાયાની કોઈપણ સુવિધાઓનો અભાવ ન હોવાનું ઉમેર્યું હતુ.

તંત્ર સાથે સંકલન કરીને વોર્ડવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ: અંજનાબેન મોરઝરીયા

Vlcsnap 2020 04 22 10H51M05S844

રાજકોટના વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં શાંતિ ભર્યુ વાતાવરણ છે. કોરોનાને લઇ લોકો જાગૃત છે. અને ઘરમાં જ રહે છે. કોર્પોરેટર તરીકેની જવાબદારી હોવાથી જયારે પણ વિસ્તારવાસીઓની રજુઆત આવે ત્યારે તંત્ર સાથે સંકલન કરી, સૂચનાઓ આપી રજુઆતનો હલ કરવામાં આવે છે. જરૂરરીયાત મંદ લોકોની જરુરીયાત પુરી કરવામાં આવે છે. વડાપ્રધાને જે રીતે કહ્યું છે કે, જાન હૈ તો જહાન હૈ તેને અનુસરી કપરી પરિસ્થિતિમાં પણ ગૃહિણીઓ ઘર ચલાવી રહી છે. શાકભાજી પુરતી માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ શાકભાજી ન હોય તો કઠોર બનાવીને ગૃહિણીઓ ઘરના સભ્યોને જમાડી દે છે. વોર્ડમાં પાણી વગેરે પ્રાથમીક સુવિધા સુચારુ રીતે ઉપલબ્ધ છે. વોર્ડ નં.૧ ના સ્થાનીક મધુબેન બુમતારીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ઘર કામ અને સિલાઇ કામથી સમય પસાર કરીએ છીએ. વોર્ડમાં પાણી વગેરેની કોઇ સમસ્યા નથી. શાકભાજી અને કરીયાણું સહેલાઇથી ઉપલબ્ધ છે. તેમ છતાં કોઇ જરુરીયાત પડે તો કોર્પોરેટરને ફોન કરીએ તો જરુરીયાત પુરી થાય છે. કોર્પોરેટર મદદે આવે છે. વોર્ડ નં.૧ ના સ્થાનીક શારદાબેનએ અબતકને જણાવ્યું હતું કે વોર્ડમાં તમામ પ્રાથમીક સુવિધા મળી રહે છે. સરકારી નોકરીનું પેન્શન આવતું હોવાથી કોઇ સમસ્યા નથી. કોર્પોરેટરે જરુરીયાત અંગે પૂછયું હતું અને રાશન લઇ જવા કહ્યું હતું. પરંતુ અમારુ જરુરીયાત ન હોવાથી લધીુ નહોતું અન્ય કોઇ સમસ્યા હોય તો કોર્પોરેટર લોકો માટે તેની ફરજ પુરી રીતે બજાવે છે.

વોર્ડમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે છે: દર્શિતાબેન શાહ

Vlcsnap 2020 04 22 10H52M54S963

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.ર ના કોર્પોરેટર દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે આપણા દેશમાં વડાપ્રધાન મોદીજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબારી હેઠળ જે લોકડાઉન કરવામાં આવ્યું છે જે સુચનાઓ આપવામાં આવી તેનો અમલ પૂર્ણ તક કરવામાં આવે છે. અમારા વોર્ડના તમામ લોકોની જીવન જીરુરીયાતની ચીજવસ્તુઓ શાકભાજી, કરીયાણાની તમામ વસ્તુઓ મળી રહે છે નિયમિત સાફ સફાઇ પણ કરવામાં આવી રહી છે. હું વોર્ડમાં સમયાંતરે જઇ લોકોને કોઇ મુશ્કેલી કે તકલીફ નથી તે અંગે જાણકારી મેળવી તેમની જરુરત મુજબની સહાયતા કરું છું. લોકો લોકડાઉનનો ખુબ જ સારી રીતે પાલન કરી રહ્યાં છે.

અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીએ સ્થાનીકોએ અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.ર ના સ્થાનીકોએ જણાવ્યું કે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે બધા ઘરમાં હોય અને જીવન જરુરીયાતની તમામ વસ્તુઓ અમારા વિસ્તારમાં મળી રહે છે. તેથી બહાર જવાની જરુરત નથી પડતી પાણીની વ્યવસ્થા સાફ સફાઇ દરરોજ કરવામાં આવી રહી છે અને બધા લોકડાઉનનો ચુસ્ત પણે પાલન કરી રહ્યા છે અને અમારા કોર્પોરેટર પણ વિસ્તારની સમયાંતરે મુલાકાત લે છે અને જરુરી સુચનો અને વ્યવસ્થા પણ કરી આપે છે.

લોકડાઉનમાં નાનો અને મઘ્યમ વર્ગ પીસાય રહ્યો છે: ગાયત્રીબા વાઘેલા

Vlcsnap 2020 04 22 10H50M57S024

પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ અને રાજકોટના વોર્ડ નં.૩ ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાનો ભય છે. ગરીબ વર્ગને સહાય મળી રહી છે. પરંતુ મઘ્યમ વર્ગ પીસાય રહ્યો છે. લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. મારા વિસ્તારમાં મોટાભાગે સ્લમ વસાહતો છે જેથી અમે દરરોજ એ સ્થળોની મુલકાત લઇએ છીએ ભોજન અને રાશન કીટ ઉપલબ્ધ કરાવીએ છીએ. એનજીઓના સહયોગથી ૧૦૦૦ થી વધુ કીટનું વિતરણ કર્યુ છે. હાથ લાંબો ન કરી શકતા મઘ્યમ વર્ગના પરિવારો સુધી ફોટા પડાવ્યા વગર કાર્યકર્તા મારફત રાશન કીટો મોકલાવી છે. આયુર્વેદીક હોિ૫સ્ટલના સહયોગથી રોગ પ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળાના ર૦૦૦ થી વધુ પેકેટનું વિસ્તારવાસીઓમાં વિતરણ કર્યુ છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં લોકોને જે રીતે મદદ કરી શકાય તેમ મદદ કરીએ છીએ. વોર્ડ નં.૩ ના સ્થાનીક ગૃહિણી અરુણાબાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉનમાં લત્તાવાસીઓનો એક સંપ સાથે સારો સહયોગ છે. પરંતુ વિસ્તારમાં પાણીની ખુબ જ સમસ્યા છે. ઓછું પાણી આવતું હોવાથી ટાંકા ભરાતા નથી અને બહારથી પાણી ભરવું પડે છે. વિસ્તારમાં કોર્પોરેટર સારી ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉનને લઇ વિસ્તારમાં રહેતા ધંધાદારીઓને ભારે મુશ્કેલી છે.

સ્વમાની પરિવારો માટે ટીફીન સેવા ચલાવીએ છીએ: અશ્ર્વિનભાઇ મોલીયા

Vlcsnap 2020 04 22 11H00M11S148

વોર્ડ નં.૪ કોર્પોરેટર અને ડેપ્યુટિ મેયર અશ્ર્વિનભાઇ મોલીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના વોર્ડના લોકો રોજનું કરીને રોજનું જીવન નિર્વાહ કરે છે અને સ્વમાનભેર જીવનારા છે ડે જેટલો કોઇ પાસે હાથ લંબાવી શકતા થી. ઉપરાંત બહારના લોકો કે જેઓ રાજકોટમાં વ્યવસાય અર્થે આવ્યા છે. તેવો માટે બે ટાઇમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વોર્ડની સ્થિતીને ધ્યાને લઇ લોકો માટેની તમામ વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવી છે. વોર્ડ નં.૪ રહેવાલી ભાવનાબેન અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમારો પરિવાર જીવન નિર્વાહ માટે માટલા, તાવડી, ઘડા વેચવાનું કામ કરીએ છીએ. છોકરીઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરવા જાય છે. હાલ લોકડાઉનના કારણે અમારા તમામ વ્યવાસાય બંધ થયા છે. તો જમવામાં આમારા ફાંફા પડે છે. ત્યારે અમારા વોર્ડ ના કોર્પોરેટર દ્વારા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. અમારા વોર્ડમાં પાણી આવે છે. પરંતુ પાઇપ તુટેલી હોવાથી થોડું ઓછું આવે છે. આ લોકડાઉનને કારણે અમને લોકોને ખુબ પ્રશ્ર્નો નડે છે. ખાસ તો આર્થીક રીતે અમે લોકો પડી ભાગ્યાં છીએ. વોર્ડ નં.૪ના રેહવાલી પ્રદિપભાઇ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે.. હું અહીં એકલો રહું છે. હો મજુરી કામ કરૂં છું અમને લોકડાઉનના કારણપે અમારા કામધંધા બંધ થઇ ગયા છે. માટે મારા વતન જવું છે પરંતુ ત્યા જવા માટે કોઇ વ્યવસ્થા નથી. ભાજપ વોર્ડ નં.૪ના પ્રમુખ મનિષાબેનએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમે બધા કાર્યકરીએ એક મહિનાથી અહીં સેવા આપવા માટે આવીએ છીએ. દરેક કાર્યક્રમ પોતાના વિસ્તારનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

દરરોજ બે હજાર લોકો માટે ભોજન તૈયાર કરાવીએ છીએ: અરવિંદભાઇ રૈયાણી

Vlcsnap 2020 04 22 11H19M45S113

વોર્ડ નં.૫નાં કોર્પોરેટર અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે, લોકડાઉનમાં હાલ સમગ્ર દેશ થંભી જવા પામ્યો છે ત્યારે હાલમાં વોર્ડના લોકોને  જરૂરીયાત હોવાથી લોકો માટે બંન્ને ટાઇમ જમવાની વ્યવસ્થ્ કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨૦૦૦ લોકોને દરરોજ જમાડવામાં આવે છે. ખાસતો હાલમાં સ્વામાની લોકોએ જીવન વિતાવવુ અધરૂ બન્યુ છે. તેવો હાથ લંબાવી શકતા નથી. તેથી તેવા જ લોકો માટે જ  ભોજનની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત હાલમાં લોકોને કોરોના અંગુ જાગૃતતા મળી રહે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. વોર્ડ નં.૫માં રહે ગૌતમએ જણાવ્યું હતું કે હું મથુરાથી અહીં પૈસા કમાવવા માટે આવ્યો છું અહીં હું માર્કેટીંગનું કામ કરૂં છું લોકડાઉન પહેલા એટલે કે બે વર્ષથી હું રહી રહું છું પહેલા કોઇ પ્રશ્ર્ન નથી. પરંતુ આ લોકડાઉનના કારણે કામ ધંધા બંધ છે. તથા અમારી પાસે જે કોઇ પૈસા હતા. તે પૂરા થઇ ગયા છે. ખાવાનું પણ મળતું ન હતું. પરંતુ વોર્ડ નં. પના કોર્પોરેટર તરફથી જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગેશએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું યુ.પી.થી આવ્યો છું અને માર્કેટીંગનું કામ કરવા અહીં આવ્યો. અમે લોકો ગામડે ગયા હતા ત્યાથી પાછા આવ્યા અને બીજા જ દિવસે લોકડાઉન થયું હતું. જેનાથી અમારા બધા પૈસા ખચાઇ ગયા હતા. હાલ અમારી પાસે પૈસા નથી પરંતુ જે કોર્પોરેટર છે. એમના દ્વારા અમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાગરભાઇએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું કલકતાથી આવ્યો છું અહીં કારખાનમાં કામ કરૂં છુ અને હાલ કારખાના બધા બંધ હોવાથી પૈસાની આવક થતી નથી અને અમારે અમારા ઘરે પાછું જવું છે પરંતુ પાછું જવાની વ્યવસ્થા કરતું છે નહી. વોર્ડ નં.૫ના રહેવાશી મહિલાએ જણાવ્યુ કે અમે સંયુકત પરિવારમાં રહેતા હોવાથી સંપૂર્ણ સમય રસોઇ બનાવવામાં જતી રહે છે. ખાસ બાળકો ઘરે રહેતા હોવાથી અલગ અલગ વસ્તુ ખાવાની ફરમાઇશ કરતા હોય છે. બાળકો સાથે રમતો રમીએ છીએ.

હાલમાં કોઇ તકલીફ નથી પરંતુ નવી કોઇ વસ્તુ બનાવી શકતા નથી: અરૂણાબેન મોરાલીયા

Vlcsnap 2020 04 22 11H20M28S27

વોર્ડ નં.૬ની રહેવાસી અરૂણા બહેન મોરાલીયાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે જોઇન્ટ પરિવારમાં રહેતા હોવાથી લોકડાઉનની સ્થતિમાં અમારી સંપૂર્ણ સમય બાળકી અને રસોઇમાં પસાર થાય છે. અમે જાજા સભ્યોના પરિવારમાં રહેતા હોવાથી અમે લોકોએ આખા વર્ષના મસાલા ભરી લીધા છે. જેથી હાલ અમને કાઇ તકલીફ નથી પરંતુ નવી વસ્તુ બનાવી શકાતી નથી જે હોય તેમાં જ ચલાવવું પડતું હોય છે. વોર્ડ નં.૬ના રહેવાસી કાજલબેન દગીયાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન બાળકી સાથે સમય વિતાવીને પસાર થાય છે. તથા નવી નવી વસ્તુઓ જમવામાં બનાવી છે. સમગ્ર પરિવાર સાથે મળીને જમી છીએ ખૂબ સારી અનુભુતી થાય છે. બાળકોને બહાર ન જવા માટે સમજાવવું પડે છે. પરંતુ તેમને વાઇરસ વીશે માહીતી આપીને બાળકોને સમજાવતા હોય છે. વોર્ડ નં.૬માં વધારે પડતી બહારથી આવેલા વર્ગ વસવાટ કરે છે. ત્યારે આ વર્ગને પૂર પ્રાથમિક સુવિધા મળી રહે તેથી જવાબદારી હાલ જે તે વોર્ડના કોર્પોરેટર પર આવી છે. ત્યારે હાલ જે તે કોપોરેટર પોતાના વિસ્તારમાં નિરાષ્ઠા પૂર્વ રીતે પોતપોતાની કામગીરી કરે છે. ત્યારે રાજકોટના ઉપરકાંઠા વિસ્તાર એકટલે વોર્ડ નં.૪,૫,૬માં સંપૂર્ણ સેવા ક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. લોકોની જો વાત કરીએ તો લોકો દ્વારા એવા પ્રતિસાહ મળ્યા હતા કે તેઓની જમવાથી માંડી તમામ પ્રકારની સાાલ સંભાળ લેવામાં આવી રહી છે. વિશેષ હાલ કોર્પોરેટર સહીત અનેક લોકો અવિરત પણે પોતાની સેવા આપી રહ્યા છે.

લોકડાઉનમાં વોર્ડમાં સતત કાર્યરત રહીને તમામ મદદ કરીએ છીએ: અજયભાઈ પરમાર

Vlcsnap 2020 04 22 11H07M47S90

વોર્ડ નં.૭નાં કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર અને અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે અમારા વોર્ડમાં માણસો લોકડાઉનનું સંપૂર્ણ પણે પાલન કરીએ છીએ. લોકડાઉનમાં કાર્યકરો દ્વારા રાહતના રસોડા શરૂકરવામાં આવ્યા છે. જીવન જરૂરીવસ્તુઓ પણ મળી રહે છે. ઈમરજન્સી કાંઈ હોય તો અમે લોકોની સાથે રહીને કામ કરીએ છીએ શરૂઆતમાં અમે કીટો બનાવીને એવા લોકોને વિતરણ કરવામાં આવી કે જે લોકો કોઈ પાસે કાંઈ માગી શકતા નથી સવાર સાંજ વોર્ડમાં આટો મારીને લોકડાઉન વિશે જાગૃતિ આપીએ છીએ અમારા વિસ્તારમાં બે સમય સફાઈ થાય છે. સેનેટાઈઝર મશીન પણ કામ કરે છે. પાણીની વ્યવસ્થા પણ છે. અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૭ના સ્થાનીકએ જણાવ્યું હતું કે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે અમારા વિસ્તારમાં ઘર નિવાડું માટેની જીવનજરૂરીયાતની વસ્તુઓ જેવી કે દુધ, દહી, કરીયાણા, મેડીકલની વસ્તુઓ મળી રહે છે અને અમારા વિસ્તારોલમાં સાફ-સાફઇ સેનીટાઇઝ કરવામાં આવે છે. તથા કોર્પોરેટર પણ વિસ્તારની મુલકાત લઇ જરૂરી સુચના વ્યવસ્થા કરી આપે છે. અબતક સાથેની વાતચીત દરમિયાન નિલેશભાઈ ડાભી એ જણાવ્યું હતુ કે અમે ઘરમાં ચાર સભ્યો છીએ. હું પહેલા રીક્ષા ચલાવી મારા ઘરનું ગુજરાન ચલાવતો હતો લોકડાઉન થતા રીક્ષાનો ધંધો થઈ શકતો નથી અને મારા પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલી રહ્યું છે. ત્યારે મારા મીત્ર એ મને કહ્યું કે તમે શાકભાજીનો ધંધો શરૂ કરો તેથી અત્યારે પેટનો ખાડો પૂરવા પરિવારને બે ટંકનું જમવાનું મળી રહે તે માટે રીક્ષામાં શાકભાજી વેચવા નિકળું છું દરરોજનો આશરે સોથી બસો રૂપીયાનો ધંધો થાય છે. ખઊબજ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ લોકડાઉન ખૂલે તો હું રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવી શકીશ. અબતક સાથેની વાતચીત દરમિયાન ટીંબડીયા ઉષાબેનએ જણાવ્યું હતુ કે આ લોકડાઉન થયો હોવાથી અમે બધા ઘરે જ છીએ અમારા વોર્ડમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ એટલે કે દુધ, છાશ કિરાણાની વસ્તુઓ મળી રહે છે. શાકભાજીવાળા ન આવતા હોવાથી તે લેવા બહાર જવું પડે છે. અમે મહિલાઓ ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ જેમાં વાટુ બનાવીએ મારી દીકરી સંચો ચલાવે છે. તેથી ઘરમાં રહી અમને કામ મળી રહે છે. પ્રકાશભાઈ સરપરીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું કે મારે હાર્ડવેરનો બીઝનેશ છે. જેમાં ૩૦ જેટલા લોકો કામ કરે છે. બધા યુપી બીહાર બાજુના છે તેમને કરીયાણુ શાકભાજી પહોચાડવામાં આવે છે. તેમજ પૈસા પણ આપેલ છે.જેથી બહાર ન નીકળવું પહે હજુ જરૂર પડશે તો તે પ્રમાણે મદદ કરીશ અમારા ધંધા પર પણ લોકડાઉનની અસર થ, છે. પરંતુ આ વાઈરસ સામે લડવા ધંધો ૨-૩ મહિના બંધ રહે તો વાંધો નથી ખાસ તો આપણા દેશ માટે સારા સમાચાર છે કે બીજા દેશો કરતા ઓછો કહેર છે. લોકડાઉન પછક્ષ બીજા દેશો સાથે અમારી પ્રોડકટને લઈને જોડાઈ શકશુ.

જરૂરીયાતમંદો માટે એનજીઓની મદદથી ટીફીન સેવા ચલાવીએ છીએ: વિજયાબેન વાછાણી

Vlcsnap 2020 04 22 10H47M01S173

વોર્ડ નં.૮નાં કોર્પોરેટર વિજયાબેન વાછાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન મારા વોર્ડનાં પછાત વિસ્તારોમાં દરરોજ ભોજન મોકલીએ છીએ. જેમાંથી અમો બહેનો ઘરે-ઘરે ૨૫-૨૫ રોટલીઓ વધારે બનાવી તેને એકઠી કરીને સ્માઈલ ગ્રુપ નામના એનજીઓને આપીએ છીએ. જેઓ ટીફીન બનાવીને ગરીબ વિસ્તારમાં વિતરણ કરે છે. ગરીબ પરીવારોને જરૂર પડયે આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપીએ છીએ. વોર્ડમાંથી જે જરૂરીયાતમંદોનાં ફોન આવે તેમને બનતી તમામ પ્રકારની મુશ્કેલીઓનો નિકાલ લાવીએ છીએ. વોર્ડ નં.૮માં સામાજીક સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા સરદાર યુવા ગ્રુપના મેનેજીંગટ્રસ્ટી રમેશભાઈ વેકરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુંં હતુ કે લોકડાઉનનો ૨૭ દિવસ થયા છે. તેના કારણે મધ્યમ અને નાના વર્ગનાં પરિવારોને અનાજથી લઈને બીજી જીવન જરૂરી ચીજ વસ્તુઓની તકલીફો પડે છે. તેના માટે અમે સોસાયટીવાઈઝ સર્વે કરીને જે લોકોને ખરેખર જરૂર હોય તેમને રાશન કીટ આપીએ છીએ, ઉપરાંત મેડીકલ એમ્બ્યુલન્સ, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવા સહિતની સુવિધાઓ પણ આપીએ છીએ સવારના છથી રાત્રીનાં ત્રણ વાગ્યા સુધી સતત અમારા ગ્રુપની સેવાઓ ઉપલબ્ધ હોય છે. અમારા ગ્રુપ દ્વારા સરકારી આયુર્વેદીક હોસ્પિટલની મદદથી કોરોના વાયરસ સાથે રોગ પ્રતિકારક શકિત વધારવાનો ઉકાળો આવે છે. તેનું દરરોજ ૫૦૦

લોકોને વિતરણ કરીએ છીએ. વોર્ડ નં.૮માં સેવાકીય પ્રવૃત્તિ કરતા સંજયસિંહ વાઘેલાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉનની સ્થિતિમાં અમે જરૂરિયાતમંદ પરિવારોને પંદરથી વીસ દિવસ ચાલે તેવી રાશનકીટનું વિતરણ કરીએ છીએ રાત્રીનાં ફરજ બજાવતા પોલીસ, સફાઈ કર્મચારીઓ માટે ગાંઠીયા અને ચાની સેવા પુરી પાડીએ છીએ. અમોને માહિતી મળ્યે તો સમગ્ર શહેરમાં જરૂરિયાતમંદોને રાશનકીટ વિતરણ આપીએ છીએ પરંતુ વિતરણ કરતા પહેલા જે પરિવારની જરૂરીયાત અંગેની વિગતો ખાસ મેળવીએ છીએ.

વોર્ડ નં. ૮માં પંચરનું કામ કરતા વિનોદભાઈ સાગઠીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાલમાં અમારી પંચરની દુકાન બંધ છે તેનાથી થોડી મુશ્કેલી પડે છે. પરંતુ સરકારે વ્યવસ્થા સારી કરી છે. લોકડાઉન લોકો માટે જરૂરી છે. કારણ કે વાયરસની બિમારી લાગે નહી તે પણ જરૂરી છે. અમોને રાશન, શાકભાજી પાણી સહિતની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળે છે.

વોર્ડ નં.૮માં સેન્ટ્રીંગનું કામ કરતા વિનોદભાઈ વાઘેલાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન લોકહીત માટે જરૂરી છે. લોકોએ ખોટી રીતે બહાર રખડવું જોઈએ નહી અમરી મજૂરી બંધ છે. તેનાથી તકલીફ છે. તેમાં સરકાર સહાય આપે તો સારૂ ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા સરકાર કુપન પર આપે છે. જેમાં એક મહિનો પરિવારનું ગુજરાન ન ચાલે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.