Abtak Media Google News

કોરોનાની મહામારીને પહોંચી વળવા ૧૦૦૦ ધમણ બનાવવાનું આયોજન

ધમણ વેન્ટિલેટરનું તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ કર્યું પરીક્ષણ: રાજ્ય સરકારને ૧૦૦ વેન્ટિલેટર આપ્યા

કોરોના કોવિડ ૧૯ ના વાયરસની સામે પહોંચી વળવા માટે વેન્ટિલેટર લાઈફ સપોર્ટ સિસ્ટમ ખૂબ આવશ્યક હોય છે. ત્યારે રાજ્યમાં કોરોનાની મહામરીને પહોંચી વળવા અને વેન્ટિલેટરની ખોટને પુરી કરવા જ્યોતિ સીએનસી કંપનીના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજા એ પોતાની કંપનીમાં ખૂબ ઓછા ખર્ચાડમાં ધમણ વેન્ટિલેટર બનાવી રાજ્ય સરકારને ૧૦૦ જેટલા ધમણ આપવામાં આવ્યા છે. જેમાંના ૨૦ ધમણ વેન્ટિલેટર પીડિયું સિવિલ હોસ્પિટલમાં આજ રોજ આવતા તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ પરિક્ષણ કરી ઈન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી છે.કોરોના કોવિડ ૧૯ વાયરસ સામે સમગ્ર દુનિયા લડી રહી છે. દુનિયાભરના વિજ્ઞાનિકો કોરોના વાયરસને નાથવા મથી રહ્યા છે. ત્યારે કોરોનામાં લાઈફ સપોર્ટ માટે જરૂરી વેન્ટિલેટર બેસ્ટ ઓપસન માનવામાં આવે છે. ત્યારે રાજ્યમાં કોરોના માટે સૌથી વધુ ઉપયોગી વેન્ટિલેટર નિવડી રહ્યું છે.  રાજ્યની વેન્ટિલેટર ની પરિસ્થિતિ ને પહોંચી વળવા જ્યોતિ સીએનસીના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમોએ બીડું ઝડપી ’ધમણ’ વેન્ટિલેટર મશીન બનવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી કંપની દ્વારા ૧૦૦જેટલા વેન્ટિલેટર નું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

Advertisement

જેમાંથી આજરોજ સિવિલ હોસ્પિટલમાં પીએમએસ એસવાય બિલ્ડિંગમાં આવેલા ફલૂ વોર્ડ અને કોરોનાના શંકાસ્પદ અને કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવતા આઇશોલેસન વોર્ડમાં ધમણ વેન્ટિલેટર મુકવામાં આવ્યું હતું. જ્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં આવેલા વધુ ૨૦ ધમણ વેન્ટિલેટર નું આગમન થતા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા દ્વારા વેન્ટિલેટરનું પરિક્ષણ કરી તેના ઈન્સ્ટોલેશન માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે સજ્જ થયું છે.

રાજકોટમાં સદભાગ્યે કોઈ પણ કોરોનાના દર્દીની હાલત ગંભીર લાગી રહી નથી. પરંતુ ભવિષ્યમાં હાલતને પહોંચી વળવા ધમણ વેન્ટિલેટર ખૂબ ઉપયોગી બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.