Abtak Media Google News

પેટીએમ, રેઝરપે અને કેશફ્રીનાં કાર્યાલયો પર દરોડા

એક તરફ ભારત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે  ડિજિટલ ફ્રોડનું પ્રમાણ પણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ ફ્રોડને અટકાવવા માટે સરકાર દ્વારા આકરા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ એપ્લિકેશન જે લોકો સાથે છેતરપિંડી આચરી રહી છે તેમના પર કાબુ લેવા માટે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હાલ ગેરકાયદે લોન આપવાના કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંબંધિત કેસમાં ઈડીએ બેંગ્લુરુમાં ઓનલાઈન પેમેન્ટ ગેટવે-પેટીએમ, રેઝરપે અને કેશફ્રીનાં કાર્યાલયો પર દરોડા પાડ્યા.

તાપસ દરમિયાન એ વાત ઉપર પ્રકાશ પડ્યો હતો કે મર્ચન્ટ આઈડી અને ચીનીઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓનાં બેન્ક ખાતાં તથા મર્ચન્ટ આઈડી પરથી 17 કરોડ રૂપિયા જપ્ત કરી લેવા આવ્યા છે. બેંગ્લુરુમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલી 18 એફઆઈઆર પર ઈડીએ કાર્યવાહી કરી હતી. આ એફઆઈઆરમાં સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા આરોપ મુકાયો હતો કે તે મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારાઓ પાસેથી બળજબરીથી વસૂલી કરવામાં આવી રહી છે અને તેમની હેરાનગતિ પણ વધી છે. આ પ્રેસરના કારણે અનેક લોકોએ આપઘાત કરી લીધા છે. આ સંસ્થાઓ ભારતીય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી છે.

વાસ્તવિક રીતે આ સંસ્થાઓને ચીનની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. ઈડીએ જણાવ્યું કે આ સંસ્થાઓ અલગ અલગ મર્ચન્ટ આઈડી, પેમેન્ટ ગેટવે કે બેન્કોમાં રખાયેલાં ખાતાં તથા મર્ચન્ટ આઈડીના માધ્યમથી પોતાનો શંકાસ્પદ વ્યવસાય કરી રહી હતી. ઇન્ટેલિજન્સને મળેલા ઈનપુટ મુજબ આ સમગ્ર સંડોવણીમાં 200થી વધુ ચીની નાગરિકો સામેલ હોવાની શક્યતા છે. તેમાંથી અમુક લોકો ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ તથા અન્ય દસ્તાવેજો બનાવી લીધાં છે અને સ્થાનિક ભાષા પણ શીખી લીધી છે.

ચિંતાની વાત એ છે કે તેમનામાં વિઝાની મુદત સમાપ્ત થઈ ગઈ હોવા છતાં દેશમાં રોકાયેલા ચીની નાગરિકો ઉપરાંત ઘૂસણખોરી કરીને આવેલા લોકો પણ સામેલ છે.લોન એપ્સના સર્વર વિદેશમાં હોવાથી ટ્રેકિંગ મુશ્કેલ બન્યું છે.

હાલ જે છેતરપિંડી આચરવામાં આવી તેમાં જે લોકો ભોગ બન્યા તેમના ડેટા વિદેશના ડેટા સેન્ટરોમાં સ્ટોર હોવાના કારણે પૂરતી તપાસ શક્ય બની નથી ત્યારે ખુદ કી દુકાન શરૂ કરવા માટે સરકાર જે રીતે પગલા ભરી રહ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં ભારતીય લોકોના ડેટા વિદેશમાં નહીં પરંતુ ભારત દેશમાં જ રહે તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આ પ્રકારે જે નાણાકીય ફ્રોડ કરી રહ્યા છે તેના ઉપર આખરી તવાઈ બોલાવવામાં આવે તે માટે સરકારે તક્તો પણ ગોઠવી નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.