બેંગલોર, હૈદરાબાદ અને એન.સી.આર હોટ સ્પોટ..!

કોઇપણ મકાન ચાર પાયા ઉપર ઉભું થાય છે. એવું કહેવાય છે કે સુખનાં મકાનને ચાર પાયા હોય છે, સ્પષ્ટતા, સરળતા, સમજણ અને સંતોષ..! જો કોઇ માણસે શાંતિ જોઇતી હોય તો આ ચાર પાયા મહત્વનાં છે. પરંતુ જો તમારે નફો જોઇતો હોય તો, ઇન્વેસ્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, ડેવલપમેન્ટ અને મુવમેન્ટનાં પાયા ઉપર ઉભુ હોય તેવું મકાન શોધવું જોઇએ.  વૈશ્વિક બજારમાં આંગળીનાં વેઢે ગણી શકાય એવા માંડ એકાદ ડઝન દેશ છૈ જેમાં હાલમાં પ્રોપર્ટીમા મુડીરોકાણ કરવાથી સમયની સાથે એપ્રેસિયેશન અર્થાત વળતર કે નફો મળે છે. જેમાનો એક દેશ છૈ ઇન્ડિયા..!   140 કરોડની વસ્તીવાળા ભારતમાં વસ્તીનો દર વધતો જ જાય છે, વિદેશી કંપનીઓ વેપાર માટે ભારતમાં એન્ટ્રી કરી રહી છે તેથી એકંદરે ભારત વૈશ્વિક બજારમાં રિયલ એસ્ટેટ માટે હોટ સ્પોટ ગણાય છે. બેશક, ભારતમાં પણ સમયની સાથે ઇન્વેસ્ટમેન્ટ માટેના શહેરોની પસંદગી બદલાતી રહી છે.

નફો રળવા માટેનાં મકાનના ચાર પાયાની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ અર્થાત  મુડીરોકાણ ઉપર ચોક્કસ સમયમાં સૌથી વધારે વળતર ક્યાં મળે છે તે જોવાનું રહે છે. જ્યારે એમ્લોયમેન્ટ એટલે કે સૌથી વધારે રોજગારની તકો ક્યાં રહે છે તે જોવાનુ રહે છે. કારણ કે જ્યાં રોજગાર વધારે ત્યાં લિક્વીડીટી વધારે અને  મકાઇનની ખરીદી વધારે એ સામાન્ય તર્ક છે. આ ઉપરાંત ડેવલપમેન્ટ એટલે કે જે શહેરનો વિકાસ  અર્થાત માળખાકિય સુવિધા ઝડપથી વધી રહી હોય તે શહેર આવે છે તેજ રીતે મુવમેન્ટ ઐટલે કે જ્યાં પ્રોપટીના ખરીદ-વેચાણ ઝડપથી થતા હોય તે જોવાય જોવાય છે જેથી તમારે તમારી પ્રોપર્ટી વેચવી હોય તો ઝડપથી વેચાઇ પણ જાય.

ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ માટે તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છૈ કે બેંગલોર, હૈદરાબાદ તથા દિલ્હીની આસપાસનો એન.સી.આરએ ત્રણ વિસ્તાર બિનનિવાસી ભારતીયો  એટલે કે એન.આર.આઇ માટે હોટસ્પોટ ગણાય છે. આ અગાઉ એક વર્ષ પહેલા બેંગલોર, પૂના તથા ચેન્નઇ ટોપ ઉપર હતા. મોહમયી મુંબઇનાં પ્રોપર્ટીનાં ભાવ વિશ્વભરમાં ભલે મોંઘા ગણાતા હોય પણ છેલ્લા થોડા વર્ષથી એન.આર.આઇ ના ફેવરિટ શહેરોમાં મુંબઇ ચોથા ક્રમે રહ્યું છૈ જે આ વર્ષે પણ ત્યાં જ છે.   જ્યારે બેંગલોર છેલ્લા થોડા સમયથી ટોપ ઉપર જ રહે છે. કારણ અમે આગઉ જણાવ્યું એ પ્રમાણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, ડેવલપમેન્ટ અને મુવમેન્ટ એમ બધું જ છે.

સર્વેનાં આંકડા બોલે છે કે હાલમાં અમેરિકા, કેનેડા, અખાતી દેશો, યુરોપ, તથા અન્ય એશિયન દેશોમાં રહેતા આશરે 5500 લોકોનો સર્વે કર્યા બાદ જાણવા મળ્યું છે કે આશરે 60 ટકા લોકો આ  શહેરોમાં રિયલ એસ્ટેટમાં મુડીરોકાણ કરવાને પ્રાધાન્ય આપે છૈ. જેમાં 22 ટકાને હૈદરાબાદ, 20 ટકાને એન.સી.આર, તથા 18 ટકાને બેંગલોર સૌથી વધારે પસંદ છે. વળી તાજેતરમાં ભારતનાં રૂપિયાનું ડોલરની તુલનાઐ થયેલું અવમુલ્યન બિનનિવાસી ભારતીયોને ભારતમાં રોકાણ કરવા માટે વધારે આકર્ષી રહ્યું છે.

સી.આઇ.આઇ તથા એનારોકે મળીને કરેલા આ સર્વેમાં વિગતો મળી છે કે 77 ટકા એન.આર.આઇ. મોટા મકાનની ઇચ્છા ધરાવે છૈ જ્યારે 54 ટકા ત્રણ બેડરૂમ, હોલ અને કિચન વાળો ફ્લેટ તથા 23 ટકા લોકો ચાર બેડરૂમ, હોલ અને કિચન વાળો ફ્લેટ ઇચ્છે છૈ. હાલમાં 22 ટકા લોકો એવા છે જેમને બે બેડરૂમ હોલ કિચન જોઇઐ છે. યાદ રહે કે કોવિડ-19 ની મહામારી પહેલા 40 ટકા લોકો એવા હતા જેમને બે બેડરૂમનો ફલેટ પસમદ હતો, મતલબ કે કોવિડ-19 નાં કારણે લોકો હવે જરૂર પડે તો એક વધારે રૂમ લઇ રાખવા તૈયાર થયા છૈ. આ વધારાનો રૂમ હોમ ક્વોરન્ટાઇન થવા માટે અથવા તો વર્ક ફ્રોમ હોમનાં સંજોગોમાં ઓફિસ તરીકે ઉપયોગમાં લેવા માટે પણ હોઇ શકે છૈ.   વળી હવે ગોલ્ડ, ફિક્સ ડિપોઝીટ કે મુડીબજારમાં રોકાણ કરવા કરતાં રિયલ એસ્ટેટમાં  રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા વર્ગની સંખ્યા કોવિડ-19 નાં સમય પહેલા જે 55 ટકા હતી તે હવે વધીને  71 ટકા જેટલી ઉંચી થઇ ગઇ છે. કદાચ આજ કારણ છૈ કે ભારતમાં કોવિડ-19ની પહેલી લહેર બાદ એટલે કે  છેલ્લા દોઢેક વર્ષમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.  અહીં એક વર્ગ એવો પણ છે જે વિદેશમાં રહેવામાં અનિયમિતતા માને છે.  કોવિડ-19, રશિયા-યુક્રેન યુધ્ધ તથા અમેરિકાની ઇં1 ઇ વિઝા પોલિસી બાદ આ વર્ગની ટકાવારી પણ વધી છે. સર્વેનાં આંકડા પ્રમાણે 2022 નાં પરથમ નવ મહિના એટલે કે નવરાત્રિ શરૂ થઇ તે પહેલા સુધીમાં ભારતમાં પ્રોપર્ટી ખરીદવા માટે એન.આર.આઇ તરફથી આવતી માગમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. દેશનાં ટોપ-7 શહેરોમાં આશરે 273000 રહેણાંકનાં મકાનો  એન.આર.આઇ.ઐ ખરીદ્યા છે.

ટૂંકમાં કહીએ તો વિદેશમાં નોકરી હોવીઐ નવી પેઢીનું સપનું છૈ તો સાથે જ વિદેશમાં નોકરી કરનારાઓનું સપનું છૈ કે દેશમાં એક એવું આશ્રયસ્થાન હોય જે એક ફોરેનમાં રહેતા ઉજળિયાત પરિવારને સમાજમાં મોભો પણ આપી શકે અને દોડી-દોડીને થાક્યા બાદ જરૂર પડ્યે વિસામો‘ પણ આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.