Abtak Media Google News

૫મી જૂન ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વધતા જતા ગ્બલ વોર્મિંગના પ્રમાણ પર કાબુ મેળવવા અને આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેના માટે શહેરમાં ઠેર ઠેર ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ‚પે પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

પી.ડી.યુ. મેડિકલ ખાતે કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ સહિત પ્રોફેસરો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટે પ્રયાસો કરવામા આવ્યા હતા.

વૃક્ષોની સારામાં સારી માવજત થાય તે હેતુથી પ્રતિયોગિતા પણ યોજાશે: ડો. ગૌરવી ધ્રુવ

Planting-By-Professors-And-Students-At-Pdu-Medical-College
planting-by-professors-and-students-at-pdu-medical-college

અબતક સાથેની વાતચીતમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું હતુ કે ૫મી જૂન ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવણી કરીએ છીએ જેના ભાગ‚પે વૃક્ષારોપણ કરી ઉજવણી કરીએ છીએ જેમાં થોડુ અલગ કરતા વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોની માવજત સરખી ન થતી હોય માટે તેનું ધ્યાન રાખી હર એક બેચને એક એક વૃક્ષ વાવી તેમાં તે બેચનું નામ લખી તે બેચના વિદ્યાર્થીઓ દ્વારા જ વૃક્ષનું જતન કરવામાં આવશે અને કઈ બેચના વૃક્ષનુ જતન સૌથી સા‚ કરે છે તેની પ્રતિયોગીતા પણ રાખવામાં આવી છે. મને આશા છે કે આ વૃક્ષોનું જતન એ રીતે થાય કે આવનારી પેઢી મેડિકલ કોલેજમાં આવે તો તેમના માટે એક ઉદાહરણ બની રહે અને વિદ્યાર્થીઓમાં પ્રતિયોગીતા રાખવાથી વૃક્ષની સારી રીતે માવજત થાય અને જતન થાય તેવા હેતુ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. દર્શકોને સંદેશો આપતા ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે તેમનાથી બચવા માટે વૃક્ષો ઉગાડવા એ જ ઉપાય છે. આ બાબતે સ્વાર્થી નિર્ણય કરીએ અને આપણી જાત માટે અને આગામી પેઢીઓ માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.