Abtak Media Google News

બ્રીજનું કામ પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માગતા એ.સી.બીના ઝપટે ચડી ગયા

વલસાડમાં જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગનો કર્મચારી અને ફોલ્ડર રૂ. 15 લાખની લાંચ લેતા એ.સી.બીના ઝપટે ચડી ગયા હતા.જેમાં તેઓએ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે કોન્ટ્રાકટર પાસેથી રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી એ.સી.બીની ટીમનો સંપર્ક કરતા તેઓ પકડાઈ ગયા હતા.

વિગતો મુજબ જિલ્લા પંચાયતના ગેટ પાસે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરના કહેવાથી તેમના ફોલ્ડરને રૂપિયા આપવા જણાવતા એ.સી.બીની ટ્રેપમાં રૂ. 15 લાખની લાંચ લેતા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને તેમનો ફોલ્ડર ઝડપાયા હતા. જ્યારે આસીસટન્ટ ઇજનેર હાથ ન લાગતા સુરત એ.સી.બીની ટીમે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા નદી ઉપરના એક બ્રિજના નવા બાંધકામનો સબ કોન્ટ્રાકટર તરીકે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019-20માં વલસાડ જિલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યું હતું. આ કામ પુર્ણ થતા તેના બીલ મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે

રૂ.20 લાખની લાંચની માંગણી કરી હતી. એ.સી.બીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું આ લાંચની માગણીમાં 15 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા પંચાયતની કચેરીના ગેટ પાસે એ.સી.બીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિલય ભરતભાઇ નાયક અને આસીસટન્ટ ઇજનેર અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરીના કહેવા મુજબ તેમના ફોલ્ડર વિક્ર્મભાઈ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. એ.સી.બીના લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો હતો. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને એ.સી.બીની લાંચ ના કેસમાં ઝડપી પાડયા હતા. જ્યારે આસિસ્ટન્ટ ઈજનેર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વલસાડ એ.સી.બી કચેરી ખાતે લાંચિયા અધિકારી અને ફોલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.