Abtak Media Google News

રોજ દોઢસોથી વધુ રીંછ, દીપડા, નિલગાયો, ભૂંડ ઝરખ સહિતનાં વન્ય પાણીઓ તરસ છીપાવે છે

વિજયનગર રેન્જમાં હાલના આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણીના 4 ગજલર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં રોજ દોઢસોથી વધુ રીંછ, દીપડા,િ નલગાયો, ભૂંડ ઝરખ ,વરનીયર, જંગલી બિલાડા. સહિતનાં વન્ય પાણીઓ તરસ છીપાવે છે.અલબત્ત, આ વ્યવસ્થા અન્ય રેન્જમાં પણ છે કે કેમ એ તપાસનો વિષય છે.

વિજયનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.એમ.મકવાણા કહે છે કે આ રેન્જમાં કુલ ચાર પાણી ભરેલા ગજલર પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં નિયમિત રીતે  ટેન્કર મારફતે પાણી લાવી આ ચારેય ગજલરમાં નાખવામાં આવે છે.  અન્ય ઋતુની સરખામણીમાં ઉનાળામાં કાળઝાળ ગરમીને લઈ કોઈ વન્ય પ્રાણી પીવાના પાણીથી વંચિત  ન રહે એની ખાસ તકેદારી આ સીઝનમાં પણ રાખવામાં આવે છે.ચોમાસા સિવાયની બન્ને ઋતુઓમાં વન્ય પ્રાણીઓને માટે જંગલોમાં આ રીતે પાણી ભરી મુંગા પ્રાણીઓની તરસ છીપાવવા સરકારના અભિગમ મુજબ કામગીરી કરી રહયા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.