Abtak Media Google News

રાજકોટના આંગણે પાંગરેલી ‘અંગદાન’ સેવા પ્રવૃત્તિએ સજર્યો વિશ્વવિક્રમ

બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રમુખ અને  રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા ડેનીસ આડેસરા દ્વારા રાજય અને કેન્દ્રમાં કરવામાં આવેલી રજૂઆતો આખરે રંગ લાવી

રાજકોટનાં રીયલ એસ્ટેટનાં વ્યવસાય  સાથે વિવિધ એન.જી.ઓ . સાથે સંકળાયેલા ડેનીસ આડેસરાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા લાઈસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરવા માટેનાં પ્રયાસો શરૂ કર્યા, લાઈસન્સનાં ફોરમેટમાં ફેરફારની સતા કેન્દ્ર સરકારની હોવાથી નવા ફેરફારમાં સમય લાગે, ડેનીસે આ માટેનાં પ્રયાસ ચાલુ રાખ્યા, અંતે સારા કાર્ય માટેનાં વિચારની જીત થઈ, સતત 4 વર્ષનાં પ્રયત્ન બાદ 2014 માં ડ્રાઈવીંગ લાઈસન્સમાં ઓર્ગન ડોનરની કોલમનો કેન્દ્રનાં પરીવહન મંત્રી નિતીન ગડકરી દ્રારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આર.ટી.ઓ. માં નવા સોફ્ટવેર ઈન્સ્ટોલ થયા બાદ સપ્ટેમ્બર -2014 થી નવા લાઈસન્સમાં અરજદારની ઈચ્છા મુજબ અંગદાન , ચક્ષદાનની નોંધ કરવામાં આવે છે.

Advertisement

2014 થી 2021 સુધીનાં આઠ વર્ષોમાં ભારતનાં કુલ 33 રાજ્યોમાં 15.5 કરોડ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયા. તેમાંથી લગભગ 50 % લોકોએ એટલે કે કુલ 7.68 કરોડ લોકોએ અંગદાન સંકલ્પ કાર્યો અને અંગદાન મુવમેન્ટને એક મિશન તરીકે આગળ ધપાવવા સૌ કોઈ એમ્બેસેડર બન્યા. આ રેકોર્ડ બ્રેક 7.68 કરોડ અંગદાન સંકલ્પ કરનારની સંખ્યા વિશ્વના ઘણાં દેશો કરતાં વધુ છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ હશે કે જેમનાં નાગરિકોએ આટલા પ્રમાણમાં અંગદાનનો સંકલ્પ ડ્રાઈવીંગ લાયસન્સમાં રજીસ્ટર કરાવ્યો હોય તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી બધાને ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવી અન્ય લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સમાં અંગદાન સંકલ્પ કરવા પ્રેરણા આપતા રહેશે.

સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ડેનીસ આડેસરાએ જણાવો હતું કે, રાજકોટમાં 2010 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની એક બેઠકમાં સુપ્રીમ કોર્ટની કમિટીનાં મેમ્બર તરીકે અમેરીકન નાગરીકત્વ ધરાવતા અલ્મિત્રાબેન પટેલ સાથે ઓર્ગન ડોનર વિષય પર વાતચીત થઈ એનો શ્રેય પૂર્વ મેયર જનકભાઈ કોટક, કમિશ્નર અજય ભાદૂ ને જાય છે. અલ્મિત્રાબેને અમેરીકાનું ડ્રાઇવીંગ લાયસન્સ દર્શાવી લાયસન્સમાં ઓર્ગન ડોનરનો સંકલ્પ જાહેર કરી શકાય તે સમજાવ્યું. ત્યારથી જ ડેનીસે ભારતમાં આ નિયમનો અમલ કરાવવાની સંકલ્પ કર્યો, સૌ પ્રથમ ગુજરાત રાજ્યનાં પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી તેમણે તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી નિતીનભાઈ પટેલને લેટર લખી આપ્યો કે આ કામ કરવા જેવું છે.

ગાંધીનગર મળવા ગયેલ ડેનીસના વિચારને નીતિનભાઈ પટેલે વધાવીને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી જે.પી. ગુપ્તા સાથે વાત કરાવી, જેપી ગુપ્તાએ લાઈસન્સ ફોરમેટમાં ફેરફારની સતા કેન્દ્રને હોવાનું સમજાવ્યું એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. ત્યારનાં ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર વિપુલ ચૌધરીને મળ્યા, સરકાર બદલાઈ, એનડીએ સરકારમાં સાંસદ   મનસુખભાઇ માંડવીયા અને મોહનભાઈ કુંડારિયાના પ્રયત્નથી પરીવહન મંત્રી નિતીન ગડકરીને દિલ્હી રૂબરૂ મળીને રજુઆત કરી, બે જ મીનીટમાં ગડકરી જી એ આ નિયમ અમલી બનાવવાની ખાતરી આપી અને અવિશ્વસનીય રીતે એક જ અઠવાડિયામાં ભારતનાં ડ્રાઈવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરની કોલમનો ઉમેરો થયો, અગદાન ક્ષેત્રે વિશ્વમાં ભારતનો સૂર્યોદય થયો.

આ અંગદાન મુવમેન્ટમાં જાહેરજીવન અગ્રણી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મનસુખભાઈ માંડવીયા, પરસોત્તમભાઈ રૂપાલા, સાસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવીદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ડો. વલ્લભભાઈ કથીરિયા, પ્રકાશભાઈ સોની, કમલેશભાઈ મીરાણી, ડીકે સખીયા, ભાનુભાઈ મેતા, નરેન્દ્રસિંહ જાડેજા, ભુપતભાઈ બોદર, સામાજિક અગ્રણી અમીનેશભાઈ રુપાણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીયાર , મેહુલભાઈ રૂપાણી, ડો. તેજસ કરમટા જેવા અસંખ્ય ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, એસોસીએશન, સ્વયંસેવકો,સેવાભાવી કાર્યકરો, એનજીઓનો સાથ સહકાર મળ્યો હોવાનું  તેઓએ અંતમાં જણાવ્યું હતુ.

ડોનરની નોંધ આ રીતે ઉપયોગી બનશે

મૃત્યુ બાદ અંગદાન, ચક્ષુદાનની ઈચ્છા હોય, સંકલ્પ કર્યો હોય, પરંત મૃત્યુ થાય ત્યારે પરીવારજનો આ સંકલ્પથી અજાણ હોય તો ઈચ્છા અધુરી રહી જાય. લાઈસન્સમાં અગાઉથી જ નોંધ હોય તો મોટાભાગે પરીવારજનોને જાણકારી હોય તેમજ બ્રેઈન ડેડ કે કોઈ વ્યકિતનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય ત્યારે ડ્રાઈવીંગ લાયસન્સના કારણે મૃતક વ્યકિતની અંગદાન કે ચક્ષુદાનની અંતિમ ઈચ્છા પૂરી થઈ શકે જેનાથી અનેકને નવજીવન પ્રાપ્ત થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.